શા માટે કાળી ચૌદશને કહેવામાં આવે છે નરક ચતુર્દશી? શું તમે જાણો છો આ વિશે?
હિંદૂ પંચાંગ અનુસાર દિવાળીના તહેવાર પહેલા નાની દિવાળી જેને કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે તે ઉજવાય છે. આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. જો કે આ પર્વને અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો નિવેધ પણ કરે છે. આ દિવસથી લોકો પોતાના ઘરની સજાવટ શરુ કરી દે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ દિવસને નરસ ચતુર્દશી શા માટે કહેવામાં આવે. જો તમે પણ આ વાતથી અજાણ હોય તો આજે તમને જણાવી દઈએ કે શા માટે આ દિવસને નરક ચતુર્દશી કહેવામાં આવે છે.

ભાગવત પુરાણ અનુસાર ભૌમાસુર ભૂમિ માતાનો પુત્ર હતો. વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરી ભૂમિ દેવીને સમુદ્રમાંથી કાઢ્યા હતા. ત્યારબાદ ભૂમિ દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. પિતા દૈવી શક્તિ અને માતા પુણ્યાત્મા હોવા છતાં ભૌમાસુર ક્રુર થયો. તે પશુઓ સાથે પણ ક્રૂર હતો. તેની કરતૂતોના કારણે તેને નરકાસુર કહેવામાં આવ્યો.

તેના ત્રાસથી કંટાળી ઈંદ્ર દેવએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે ભૌમાસુરના અત્યાચારથી દેવતાઓ ત્રાહિ ત્રાહિ કરી રહ્યા છે. ભૌમાસુરે વરુણ દેવનું છત્ર, અદિતિના કુંડળ અને દેવાતાઓની મણી છીનવી લીધી હતી. તેના કારણે તે ત્રિલોક વિજયી થયો હતો. આ સિવાય તે પૃથ્વીલોકની કન્યાઓને બંદી બનાવી પોતાની સેવામાં રાખતો હતો. ભૌમાસુરના આ ત્રાસમાંથી મુક્ત કરાવવા ઈંદ્ર દેવે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી.

આ પ્રાર્થના સાંભળી ભગવાન પત્ની સત્યભામા સાથે ગરુડ પર સવાર થઈ અને પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા. ભૌમાસુરને શ્રાપ મળ્યો હતો કે તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે તેથી ભગવાને સત્યભામાને સારથિ બનાવી અને તેનો વધ કર્યો. ભૌમાસુરનો નાશ કરી ભગવાને તેમના પુત્ર ભગદત્તને પ્રાગજ્યોષનો રાજા બનાવ્યો. ભૌમાસુરએ જે 16,000 કન્યાઓને બંદી બનાવી હતી તેને પણ ભગવાને મુક્ત કરાવી.

આ નારીઓ સાથે ભૌમાસુરે કરેલા અત્યાચારના કારણે તેમને કોઈ સ્વીકારે તેમ ન હતું તેથી તે તમામે ભગવાનને પતિ સ્વરૂપે સ્વીકારી લીધા. બધી જ કન્યાઓને ભગવાન દ્વારકા લાવ્યા. તમામ કન્યાઓ સન્માનપૂર્વક દ્વારકાના મહેલમાં રહેવા લાગી.

ભગવાને કારતક માસની ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. તેથી આ દિવસની યાદમાં દિવાળીના આગલા દિવસે નરક ચતુર્દશી ઉજવાય છે. આ દિવસે લોકો સૂર્યાસ્ત પછી ઘરના દરવાજા બહાર દક્ષિણ દિશામાં દીવા કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શા માટે કાળી ચૌદશને કહેવામાં આવે છે નરક ચતુર્દશી? શું તમે જાણો છો આ વિશે?"
ટિપ્પણી પોસ્ટ કરો