પવિત્ર ગંગાજળનું આવું છે મહત્વ, આ કારણે નથી થતું ખરાબ
હિંદુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને ગંગા નદીનું પણ મહત્વ છે. કોઈ પણ પૂજા હોય તો ગંગાજળનો ઉપયોગ કરી લેવામાં આવે છે. કહેવાય છે કે આ શુદ્ધ જળથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ગંગા નદીને પવિત્ર અને પાપનો નાશ કરનાર માનવામાં આવે છે. મહાદેવની જટામાંથી પૃથ્વી પર માનવજાતિના ઉદ્ધાર માટે અવતરી ગંગા નદીનું પાણી પણ એટલું જ પવિત્ર અને ચમત્કારી માનવામાં આવે છે. ગંગાજળ દરેક શુભ કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગંગાસ્નાનથી અનેક જન્મોના પાપ પણ દૂર થઈ જાય છે. આ રીતે ઘરમાં ગંગાજળ રાખવાથી પણ અનેક લાભ થાય છે.

આ કારણે ગંગાનું પાણી ક્યારેય પણ ખરાબ થતું નથી
શું તમે ક્યારેય એવું વિચાર્યુ છે કે, આટલા બધા વર્ષોથી આ જળ એટલું પવિત્ર કેવી રીતે છે? અને ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતું? આપણે ઘરમાં જે ગંગાજળ રાખીએ છીએ તે પણ વર્ષો સુધી તેવું ને એવું જ રહે છે. અને જો એની જગ્યાએ સામાન્ય પાણી હોય તો, તે થોડા દિવસમાં જ ખરાબ થઇ જાય છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગંગાજળમાં એક વાયરસ જોવા મળ્યો છે જેના કારણે તે ક્યારેય ખરાબ નહિ થાય. અને એ જ કારણ છે કે તમે વર્ષો સુધી એને સાચવીને રાખો, તો ન તો એનો કલર બદલાશે, કે ન તેમાંથી કોઈ પ્રકારની ગંધ આવશે.
ગંગાજળની મદદથી આ ખાસ ઉપાયો કરી શકાય છે

વાસ્તુદોષ
ઘરમાં જો વાસ્તુદોષ હોય અને તેના કારણે જીવનમાં સમસ્યાઓ આવતી હોય તો આ કામ રોજ કરવું જોઈએ. રોજ સવારે ઘરમાં દીવો-ધૂપ કર્યા પછી ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટવું. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.
બિહામણા સપના આવે ત્યારે

જો રાત્રે બિહામણા સપના સતત આવે તો સૂતા પહેલા પલંગ પર અને આસપાસ ગંગાજળ છાંટવું. આમ કરવાથી ખરાબ સપના આવતાં બંધ થઈ જશે.
સુખ-શાંતિ માટે
ગંગાજળને ત્રાંબાના નાના કળશમાં ભરી તેના પર લાલ વસ્ત્ર બાંધી મંદિરમાં રાખી દેવું. આ પાત્રમાં ગંગાજળ ખૂટી જાય તો ફરીથી તેને ભરી દેવું. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

કામમાં સફળતા માટે
કોઈપણ નવું કામ શરૂ કરવાનું હોય અને તેમાં સફળ થવું જ હોય તો શિવજીનો અભિષેક ગંગાજળથી કરી અને આશીર્વાદ લેવા. શિવજી અવશ્ય પ્રસન્ન થશે અને કામમાં સફળતા મળશે.
ધન પ્રાપ્તિ માટે

ભગવાન શંકર પર ગંગાજળ ચડાવવું ઉપરાંત બીલીપત્ર, કમળ ચડાવવું. આ ઉપાય દર સોમવારે કરવો.
ઉપરાંત ગંગાજળને રસોડામાં ભરીને રાખવાથી ધન-ધાન્યની ખામી રહેતી નથી. જ્યારે કરજ વધી જાય ત્યારે પણ ગંગાજળ ઉપયોગી થઈ શકે છે. કરજમુક્તિ માટે પીત્તળના પાત્રમાં ગંગાજળ ભરી અને ઘરની ઉત્તર દિશામાં રાખી દેવું. તમામ સમસ્યાઓનો અંત ધીરે ધીરે આવી જશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "પવિત્ર ગંગાજળનું આવું છે મહત્વ, આ કારણે નથી થતું ખરાબ"
ટિપ્પણી પોસ્ટ કરો