પાણીપુરીના શોખીનો માટે આવ્યા ભયંકર સમાચાર, ટોયલેટનું પાણી ઉમેરીને પધવારી દેવાતી પુરી, વાંચો આ ઘટના
પાણીપુરીના દિવાના લોકો હવે ચેતી જજો, કારણ કે સ્ટ્રીટ ફૂડના શોખીનો માટે એક ભયંકર સમાચાર સામે આવ્યા છે અને જે જાણીને તમને ઉબકા આવશે એ વાત નક્કી છે. કારણ કે આમ જોવા જઈએ તો પાણીપુરીનું નામ આવે તો બધાના મોઢામાં પાણી અચૂક આવી જાય. શહેરોમાં લોકો રોજ રસ્તાના કિનારે ઊભા રાખી રહેલા પાણીપુરીની લારીવાળાઓ પાસે જઈને પાણીપુરીની મજા માણતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં એક પાણીપુરીવાળાને ટોયલેટના નળથી પાણી ભરી લાવતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યો છે અને હાલમાં આ વાતને લઈ મામલો ગરમાયો છે.

તમે જોયું જ હશે કે કેટલાક લારીવાળા તો સફાઈ પણ નથી રાખતા. સાથે જ એવા લારીવાળા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય છે. જો તમે રોજ પાણીપુરી ખાવાના શોખીન હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. રસ્તાના કિનારે ઊભા રહીને લારીવાળાઓ પાસે ચટપટી ચાટ અને પાણીપુરીના શોખીન લોકો માટે આ સમાચાર ચોંકાવનારા હોય શકે છે. હકીકત તો એ છે કે આ સમાચાર વાંચીને એ લોકોની ભૂખ કદાચ હંમેશાં માટે જ મટી જશે, જે પાણીના ફ્લેવર સહિત ચાટ પકોડીના શોખીન છે. તો આવો જાણીએ કે આ સમગ્ર સમાચાર શું છે.
તો વાત કઈક એવી છે કે, કોલ્હાપુરના એક પાણીપુરીવાળાને પાણીમાં શૌચાલયનું પાણી ભેળવતા રંગે હાથ પકડવામાં આવ્યો છે. એટલું જ નહીં સ્થાનિક લોકો દ્વારા પૂરી મિલાવટનો બનાવવામાં આવેલો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ શખ્સ પાણીપુરીના પાણીમાં શૌચાલયનું પાણી મળાવીને વેચતો પકડવામાં આવ્યો, તે પોતાની વિશિષ્ટ પાણીપુરી માટે શહેરભરમાં જાણીતો અને લોકપ્રિય હતો.

જો આપણે તેના લોકેશન વિશે વાત કરીએ તો તેની લારી સામાન્ય રીતે કોલ્હાપુરના રણકલા તળાવ પાસે જ ઊભી રહેતી હતી. તેની લારીનું નામ હતું મુંબઈ સ્પેશિયલ પાણીપુરી વાલા. તેની લારી પર પાણીપુરીના રસિયાઓની લાઈન લાગેલી રહેતી હતી.

જો કે જ્યારે સ્થાનિક લોકોને આ ઘટનાની ખબર પડી અને પાણીપુરીના પાણીમાં શૌચાલયનું પાણી મળાવવાનો વીડિયો મળ્યો તો, તેઓ ગુસ્સામાં ભરાઈ ગયા. ત્યારબાદ લોકોએ પાણીપુરીની લારીને તોડીને ફેકી દીધી. તો હવે તમે પણ જો ક્યાંય પાણીપુરી ખાવા માટે શોખ રાખતા હોય તો એકવાર તેની ચોકચાઈ વિશે અવશ્ય જાણી લેજો.

પરંતુ જો તમારે બહારની જજંટમાં પડવું જ ન હોય તો તમે તમારા જ હાથે ઘરે પાણીપુરી બનાવી શકો છો. પાણીપુરીની પુરી બનાવવા માટે તમે સોજી-મેંદો, ઘઉંનો લોટ અને સૂજી અથવા તો માત્ર ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે આ પુરી બનાવવા માટે ઝીણો રવો જ પસંદ કરવો. મોટા રવાથી સારી પુરી નથી બનતી. સોજીનો લોટ બાંધતી વખતે પાણીનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો. 1 કપ રવો હોય તો માત્ર 4 મોટી ચમચી જ પાણી લો. પાણીની વધુ જરૂર પડે તો તમે ઉપરથી પાણી છાંટી શકો છો. લોટ ન તો બહુ કડક હોવો જોઈએ તો સોફ્ટ.

નાના લૂઆ પાડીને પાણી પુરીની સાઈઝની નાની નાની પૂરીઓ વણીને તેને તળી લેવી. પૂરી બહુ પતલી વણવાના બદલે સહેજ જાડી રાખવી જેથી તેને ફૂલવાનો અવકાશ રહે. પૂરી વણવા અટામણનો ઉપયોગ બિલકુલ ન કરવો.

જો ચોંટતી હોય તો લૂઆ પર હલકુ તેલ લગાવી દેવુ જેથી તે ચોંટે નહિ. અથવા તો તમે મોટો રોટલો વણીને વાટકીથી પણ નાની પૂરીઓ પાડી શકો છો. તળતી વખતે ગેસ ધીમો રાખવો. આમ કરવાથી પુરી કડક બનશે.
0 Response to "પાણીપુરીના શોખીનો માટે આવ્યા ભયંકર સમાચાર, ટોયલેટનું પાણી ઉમેરીને પધવારી દેવાતી પુરી, વાંચો આ ઘટના"
ટિપ્પણી પોસ્ટ કરો