દેશમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1.31 લાખથી વધુ દર્દીઓ, મોતનો આંકડો જાણીને ફાટી જશે આંખો

કોરોના રોગચાળાનું ભયંકર સ્વરૂપ દેશમાં તબાહીનું કારણ બની રહ્યું છે. દરરોજ નવા કેસની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના કેસોએ તેમના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, ગત દિવસે કુલ 1.31 લાખ નવા કેસ રિપોર્ટ આવ્યા છે. જે કોરોના રોગચાળાની શરૂઆતથી સૌથી મોટો આંકડો છે. તમને જણાલી દઈએ કે, ગુરુવારે રિકવર થનારા લોકોની સંખ્યા 61 હજાર 829 હતી. સંક્રમણને કારણે 802 લોકોનાં મોત થયાં હતાં. 17 ઓક્ટોબર પછી આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં 800થી વધુ લોકોનાં મોત થયાં છે. 17 ઓક્ટોબરે 1032 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે, હાલમાં દેશની પરિસ્થિતિ કેટલી ખરાબ છે.

image source

શુક્રવારે કોરોનાના આંકડા

  • 24 કલાકમાં કેસ: 1,31,968
  • 24 કલાકમાં કુલ મૃત્યુ: 780
  • દેશમાં સક્રિય કેસ: 9,79,608
  • આજ સુધીના મૃત્યુ: 1,67,642
  • કેસની કુલ સંખ્યા: 1,30,60,542
image source

જો આ અઠવાડિયાની વાત કરીએ તો સોમવારથી દેશમાં પાંચ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

  • શુક્રવાર: 1.31 લાખ કેસ
  •  ગુરુવાર: 1.26 લાખ કેસ
  •  બુધવાર: 1.15 લાખ કેસ
  •  મંગળવાર: 96 હજાર કેસ
  •  સોમવાર: 1.03 લાખ કેસ

મહારાષ્ટ્ર અને દિલ્હીની સૌથી ખતરનાક પરિસ્થિતિ

image source

મહારાષ્ટ્ર હાલમાં દેશની સૌથી ખરાબ સ્થિતિ છે, જ્યાં છેલ્લા દસ દિવસથી દરરોજ 50 હજારથી વધુ કેસ નોંધાય છે. ગયા દિવસે મહારાષ્ટ્રમાં 56 હજાર નવા કેસ નોંધાયા હતા, ફક્ત મુંબઈમાં નવ હજાર જેટલા કેસ નોંધાયા છે. આ સિવાય દિલ્હીમાં પણ સાડા સાત હજાર કેસ નોંધાયા છે, જેણે છેલ્લા લગભગ છેલ્લા 6 મહિનાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દિલ્હી-મહારાષ્ટ્ર સિવાય હવે યુપીમાં પણ કોરોના બેકાબૂ બની ગયો છે. ગત દિવસે યુપીમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જે કોરોના રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીની સૌથી મોટો આંકડો છે. આવી સ્થિતિમાં, ઘણા રાજ્યો તેમના કોરોના પીકને પાર કરી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

ગુરૂવારે કેટલા કેસ આવ્યા?

  •  મહારાષ્ટ્ર: 56286
  • દિલ્હી : 7537
  •  યુપી: 8474
  •  કર્ણાટક: 6570

તમને જણાવી દઈએ કે, કોરોના કેસના મામલે હવે ભારત પણ અમેરિકાના રસ્તે જઇ રહ્યું છે. અમેરિકામાં પણ ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેસો ખૂબ જ ઝડપથી ઘટવા માંડ્યા હતા, પછી અચાનક ઓક્ટોબરથી ઉછાળો આવ્યો અને ડિસેમ્બરમાં એક મહિનામાં રેકોર્ડ 63.45 લાખ દર્દીઓ સંક્રમિત થયા. નોંધનિય છે કે, અમેરિકામાં કોરોનાની પહેલી પીક 24 જુલાઈએ આવી હતી, જ્યારે એક જ દિવસમાં સૌથી વધુ 80 હજાર કેસ નોંધાયા હતા, જ્યારે બીજી પીકમાં આ બધા રેકોર્ડ તૂટી ગયા હતા. તમને જણાવી દઈએ કે, 7 નવેમ્બરથી અહીં દરરોજ એક લાખથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા હતા. 8મી જાન્યુઆરીએ અહીં રેકોર્ડ 3 લાખ 9 હજાર લોકો સંક્રમિત થયા હતા.

image source

જો હવે ભારત વિશેવાત કરીએ તો, હાલમાં દેશમાં પણ આવું જ કંઈક સામે આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઘણા ઓછા કેસો નોંધાયા હતા, પરંતુ માર્ચથી સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો શરૂ થઈ ગયો હતો. નોંધનિય છે કે, હાલમાં દરરોજ એક લાખથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની પ્રથમ પીકમાં એક જ દિવસમાં સૌથી વધુ 97 હજાર લોકો પોઝિટિવ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે જો આ વખતે જલદીથી સંક્રમણની વધતી ગતિ પર કંટ્રોલ મેળવવામાં નહીં આવે તો પછી અમેરિકા કરતાં પણ સ્થિતિ વધુ ભયાવહ થઈ શકે છે.

પીએમ મોદીએ કોઈ લોકડાઉન નહીં લગાવવાના સંકેત આપ્યા

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળાના વધતા કેસો વચ્ચે ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. પીએમ મોદીએ અહીં સંકેત આપ્યો છે કે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવશે નહીં, જોકે જે રાજ્ય નાઇટ કર્ફ્યુ લાદી રહ્યા છે તે યોગ્ય સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ અપીલ કરી છે કે તેને કોરોના કર્ફ્યુ કહો. વળી, પીએમ મોદીએ પરીક્ષણમાં વધારો કરવાનું કહ્યું છે, જેમાં આરટી-પીસીઆર પરીક્ષણની સંખ્યા 70 ટકા સુધી રાખવાનું જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "દેશમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1.31 લાખથી વધુ દર્દીઓ, મોતનો આંકડો જાણીને ફાટી જશે આંખો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel