OMG! અહીંયા કોરોના બન્યો બેકાબુ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 6608 નવા કેસ, સ્મશાનમાં લાગ્યા વેઈટિંગના બોર્ડ
રાજધાની દિલ્હીમાં કોરોનાએ માજા મુકી છે. સ્થિતિ દિવસેને દિવસે વિકટ થતી જાય છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહે સીએમ અરવિંદ કેજરીવાલ અને આરોગ્ય અધિકારીઓ સાથે એક ઉચ્ચ બેઠક યોજી હતી. દિલ્હીમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવાના દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. દેશની રાજધાનીમાં દર દિવસે કોરોનાના આંકડા વધી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે દિલ્હીનું સંક્રમણ હવે NCRના વિસ્તાર પર પણ અસર દેખાડવા લાગ્યું છે. નોઈડા અને ગુરુગ્રામ બોર્ડર પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શુક્રવારે મોડી રાત સુધીના આંકડાઓ પ્રમાણે 24 કલાકામાં કોરોનાથી 118 લોકોના મોત થયા છે જ્યારે 6608 કોરોનાના નવા દર્દી નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે.
24 કલાકમાં કોરોનાથી 118 લોકોના મોત
દિલ્હીમાં સંક્રમણ વધતા મોતના આંક પણ ઉછાળો આવ્યો છે. અહીંયા હવે કોરોનાથી મરનાર લોકોનો આંકડો 8 હજાર 159 સુધી પહોંચી ગયો છે. શુક્રવારે મોડી રાત સુધીના આંકડાઓ પ્રમાણે 24 કલાકમાં કોરોનાથી 118 લોકોના મોત થયા છે જ્યારે 6608 કોરોનાના નવા દર્દી નોંધાયા છે. જેની સાથે જ સંક્રમિતોનો આંકડો 5.17 લાખથી વધુ થઈ ગયો છે. દિલ્હીમાં કોરોનાના વધતા આંકડાથી NCRમાં પણ મહામારીનો પગપેસારો થવાની આશંકા છે. શુક્રવારે સામે આવેલા આંકડાઓના જણાવ્યા પ્રમાણે, નોઈડામાં હાલ કોરોનાના 1400થી વધુ એક્ટિવ કેસ છે. નોઈડામાં અત્યાર સુધી કોરોનાના 21,000થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે, જ્યારે 74 લોકોના મોત થયા છે.
સ્મશાન ઘાટમાં ચિતાને અગ્નિદાહ આપવા માટે વેઈટિંગ
નોંધનિય છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નોઈડા અને ગુરુગ્રામ બોર્ડર પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં કોરોનાના વધતી જીવલેણ અસરને ધ્યાનમાં રાખી બચાવના પ્રયાસ કરાઈ રહ્યાં છે. તો આ તરફ સારવાર માટે હોસ્પિટલમાં ICU અને બીજી અન્ય સુવિધાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. દિલ્હીમાં માત્ર કોરોના કેસ નથી વધી રહ્યાં પણ કોરોનાથી જીવ ગુમાવી રહેલા લોકોનો આંકડો પણ રેકોર્ડ તોડી રહ્યો છે. આ જ કારણે દિલ્હીના સ્મશાન ઘાટમાં ચિતાને અગ્નિદાહ આપવા માટે વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કબ્રસ્તાનમાં પણ આ જ સ્થિતિ છે.
માસ્ક ન પહેરનારને 2000 નો દંડ
દિલ્હીમાં કોરોનાની પરિસ્થિતિને જોતા અરવિંદ કેજરીવાલે કેટલાક આકરા પગલા લીધા છે. દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારે નિયમો સખત કર્યા છે. દિલ્હીમાં કોરોના ગાઈડલાઈન્સને નજરઅંદાજ કરવા માટે 2000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. પહેલા આ દંડ 500 રૂપિયા હતો. માસ્ક ન પહેરવું, ક્વોરન્ટિનના નિયમોનો ભંગ કરવો. સોશિયલ ડિસટન્સિંગનું પાલન ન કરવું અને સાર્વજનિક સ્થળો પર થૂંકવા અંગે હવે 2 હજાર રૂપિયાનો દંડ થશે. આ નિયમોનું કડકપણે પાલન કરાવવા અધિકારીઓને સુચના અપાઈ છે.
તો બીજી તરફ હરિયાણા સરકારે દિલ્હીની સરહદ પાસે આવેલા શહેરોમાં બોર્ડર પર ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. ગુરુગ્રામમાં દાખલ થઈ રહેલા વાહન ચાલકોને ટોલ ટેક્સ પર કોવિડ ટેસ્ટ થઈ રહ્યો છે. સાઈબર સિટીના ભીડ વાળા વિસ્તારથી માંડી મોલ, સરકારી ઓફિસમાં રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુગ્રામમાં માત્ર નવેમ્બરમાં 11,000 કોરોનાના કેસ નોંધાઈ ચુક્યાં છે. જેમાંથી 63 લોકોના મોત થઈ ચુક્યા છે.
લોકડાઉનના વિરોધમાં કેજરીવાલ
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉનથી કોરોનાને ખત્મ કરી શકતો નથી. લોકડાઉનથી કોરોનાને તેજીથી ફેલાવતા રોકી શકાય છે જે દિવસે લોકડાઉન ફરી ખુલશે તે દિવસથી કોરોનાનો ચેપ ઝડપથી ફેલાવા લાગશે. દિલ્હીમાં લોકડાઉન અંગેના સવાલ પર તેમણે કહ્યું કે દિલ્હીને હવે ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે હજી પણ 7500 કોવિડ બેડ છે, 450 આઇસીયુ પલંગ ખાલી છે. તેમણે કહ્યું હતું કે મહામારીમાં આપણે બે બાબતો ધ્યાનમાં લેવી પડશે. પ્રથમ કોરોનાથી બચાવું છે અને બીજો અર્થતંત્રને બચાવવું છે. કારણ કે લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. જો લોકડાઉન વિચાર્યા વિના લગાવવામાં આવશે તો બધાની જિંદગી પર અસર કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "OMG! અહીંયા કોરોના બન્યો બેકાબુ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 6608 નવા કેસ, સ્મશાનમાં લાગ્યા વેઈટિંગના બોર્ડ"
ટિપ્પણી પોસ્ટ કરો