કરવા ચૌથની સાંજે આ કામ જરૂર કરો – માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહેશે

શાસ્ત્ર પ્રમાણે જો તમે સાંજ પડતાં જ આ કામ કરશો, તો તમારા પર માતા લક્ષ્મીની ખાસ કૃપા વરસશે. જેનાથી તમે માત્ર ધનવાન જ નહીં બનો, પણ તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. તો ચાલો અમે તમને જણાવીએ તે ખાસ કામ જે તમારે કરવા ચૌથની સાંજે કરવાના છે.

image soucre

તમે બધા એ સારી રીતે જાણો છો કે, આપણા શાસ્ત્રોમા તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યા છે. માટે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, ત્યાં લક્ષ્મી માતાની ખાસ કૃપા રહે છે. પણ બીજી બાજુ શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે જો તમે સંધ્યાકાળમાં તુલસીના છોડને સ્પર્શ કરશો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે. માટે સાંજના સમયે તમારે ક્યારેય પણ તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ.

image source

જો તમે રોજ તુલસીના છોડ પાસે દીવો કરતા હોવ. તો લક્ષ્મી માતા તમારા પર ખૂબ પ્રસન્ન થાય છે. માટે જો શક્ય હોય તો તમારે રોજ સાંજે તુલસીના ક્યારા આગળ ઘીનો દીવો જરૂર કરવો.

image soucre

કોરોના કાળમાં અખંડ સુહાગ માટે બુધવારે મહિલાઓ કરવા ચૌથનું વ્રત રાખી રહી છે. આખો દિવસ નિર્જલા વ્રત રાખીને સાંજે 16 શ્રૃંગાર સજીને માતા ગૌરી, ભગવાન શંકર, ગણેશ તેમજ કાર્તિકેયને પુષ્પ, અક્ષત, દીપ વિગેરે અર્પિત કરીને કરવા ચૌથની કથાનું પઠન કરશે. સાથે સાથે ચંદ્રને અર્ધ્ય આપીને પતિને ચારણીથી જોયા બાદ વ્રતના પારણા કરશે. માન્યતા છે કે કરવા ચૌથ વ્રતથી વ્રત કરનાર મહિલાઓના પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. સાથે સાથે જ અખંડ સૌભાગ્ય, પુત્ર, પૌત્રની સાથે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પરંપરા પ્રમાણે સાસ વહુને સરગી ભેટ આપે છે. વહુ સરગીના પ્રસાદને ગ્રહણ કરીને વ્રત ખોલે છે.

શુભ યોગથી વધશે સમૃદ્ધિ

image source

જ્યોતિષોના કહેવા પ્રમાણે કરવા ચૌથ પર આ વર્ષે સર્વાર્થસિદ્ધિનો યોગ બની રહ્યો છે. ચતુર્થી તિથિ 3 નવેમ્બર મંગળવાની રાત્રે 1.05થી શરૂ થઈ જશે, જે 4 નવેમ્બર બુધવાર રાત્રે 2.10 વાગ્યા સુધી રહેશે. મૃગશિરા નક્ષત્રના સ્વામી ચંદ્રમાં છે. રાશિના સ્વામી શુક્ર અને બુધ છે. માટે બુધવારે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ રહેગા.

image source

કોરોનાના કારણે કરવા ચૌથનો આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. અન્ય તહેવારો તેમજ પર્વોની જેમ કોરોના કાળની અસર કરવા ચૌથ પર પણ પડી છે. સજવા-ધજવાથી લઈને વ્રતનો આનંદ ઘરમાં જ માણવામાં આવશે. ઓનલાઈન ખરીદી પણ ખૂબ કરવામાં આવી રહી છે. કરવા ચૌથ કરનારી મહિલાઓ સુંદર સાડીઓ તેમજ સલવાર સૂટની ઓનલાઈન ખરીદી કરી રહી છે. તો વળી પૂજાની થાળી, ચારણીને પણ સ્ટાઇલિશ બનાવવામાં આવી છે. બદલાતા સમયમાં કરવાચૌથ વ્રત એક તહેવાર જેવો બની ગયો છે. તેના વ્રતની દર વર્ષે રોનક વધતી જ જઈ રહી છે. માટે આ વર્ષે પણ બજારમાં ડિઝાઈનર પૂજાની થાળી તેમજ ચારણીની ખૂબ માંગ છે.

જાણી લો પૂજાનું શુભ મુહુર્ત

image soucre

સ્થિર લગ્નમા પૂજન કરવાનું મુહૂર્ત સાંજે 6.15થી રાત્રિના 8.10 સુધી છે.

ચંદ્રોદય સાંજે 7.57 વાગે થશે. ત્યાર બાદથી પૂજા-અર્ચન અર્ધ્ય દેવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "કરવા ચૌથની સાંજે આ કામ જરૂર કરો – માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહેશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel