શિયાળામાં ગોળના આ ગરમ પીણા નું કરો સેવન, આંતરડા સ્વસ્થ થવાની સાથોસાથ શરીરને રાખે છે અંદરથી ગરમ
મિત્રો, રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને આંતરડાની સાફ-સફાઈ સુધી ગોળ તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડે છે. ઠંડીની મૌસમ આવે કે, તરત જ ગોળનુ સેવન વધારી દેવામા આવે છે કારણકે, તે શરીરને અંદરથી ગરમ રાખવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ગોળ એ ખાંડની સાપેક્ષમા એક તંદુરસ્ત વિકલ્પ માનવામા આવે છે. તમને જાણીને આનંદ થશે કે, આ સરળ ટીપ્સનો ઉપયોગ તમને ગોળનો બમણો લાભ મેળવવામાં મદદ કરી શકે છે.

ગોળને ગરમ પાણી સાથે સામેલ કરવુ એ તમારા સ્વાસ્થ્યને અમુક જાદુઈ અસર પહોંચાડી શકે છે કારણકે, ગોળમાં આયર્ન, એન્ટીઓકિસડન્ટો અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તેને ગરમ પાણીમાં મિક્સ કરીને તેનુ સેવન કરવાથી તેનાથી થતા લાભ બમણા થઇ જાય છે. તો ચાલો જાણીએ આ પીણા વિશે અને તેનાથી થતા લાભ વિશે.
આ પીણુ તૈયાર કરવા માટે તમારે ગોળનો પાવડર, એક ગ્લાસ ગરમ પાણી અને એક ચમચી લીંબુના રસની આવશ્યકતા પડશે. લીંબુના રસનો સમાવેશ કરવો એ વૈકલ્પિક છે. હવે ગરમ પાણીમા એક ચમચી ગોળ મિક્સ કરી તેમા લીંબુનો રસ મિક્સ કરી તમે તેનુ સેવન કરી શકો છો.
ઠંડી એ ફ્લૂની સત્તાવાર ઋતુ છે. ગોળનો ઉપયોગ એ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે તથા બીમાર પડવાનુ જોખમ પણ ઘટાડે છે. તેમાં સમાવિષ્ટ ખનિજો અને વિટામિન્સ મોસમી ફ્લૂના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ ઉઓરાંત તેમા સમાવિષ્ટ ફિનોલિક સંયોજન ઓક્સિડેટિવ તણાવ સામે લડી શકે છે અને તમારા શરીરને આરામ આપી શકે છે. આ રીતે ચેપ સામે લડવાની શક્તિમા પણ વૃદ્ધિ થાય છે.

વહેલી સવારે ગરમ પાણી સાથે ગોળનો ઉપયોગ તમારા પેટને શાંત કરવામાં, ટોક્સીન્સ બહાર કાઢવા અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. તે એસિડિટી, કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓને દૂર રાખે છે. આ ઉપરાંત ગોળ એ ગેસ્ટ્રિક રસના સ્ત્રાવને નિયંત્રિત કરવામા મદદ કરે છે.

ગોળની ગરમ પ્રકૃતિ એ શિયાળાના શ્રેષ્ઠ ખોરાકમાંથી એક છે. તે શરીરના તાપમાનને સ્થિર રાખવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એ તમારી રક્તવાહિનીઓને પાતળી કરે છે, જેના બદલે શરીરમા ગરમી ઉત્પન્ન થાય છે. તે તમારા ચયાપચયને વધારે છે અને શરીરને ડિટોક્સ કરવામા પણ મદદરૂપ સાબિત થાય છે.

એવું કહેવામાં આવે છે કે, ગોળમાં ખનિજો અને એન્ટીઓકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે, જે લોકોને મોસમી ફ્લૂની સમસ્યામાંથી બહાર નીકળવામા મદદ કરે છે. જો કે, અત્યારે આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી પરંતુ, એ નક્કી છે કે ગોળ ખાવાથી બીમાર લોકોની ઊર્જાનું સ્તર વધી શકે છે, જેથી તે સાજા થઈ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શિયાળામાં ગોળના આ ગરમ પીણા નું કરો સેવન, આંતરડા સ્વસ્થ થવાની સાથોસાથ શરીરને રાખે છે અંદરથી ગરમ"
ટિપ્પણી પોસ્ટ કરો