રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મહિલાઓ સહિત 11 લોકોએ પોલીસ પર કર્યો હુમલો, 6 લોકોની ધરપકડ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસકર્મીઓ પર હુંમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેને લઈને હાલમાં ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં હાલ રાત્રી કરફ્યુ અમલમાં હોવા છતાં ઘણા લોકો રાતે ઘરની બહાર નીકળતાં હોય છે, ત્યારે પોલીસ તેમને રોકતી હોય છે અને બહાર નિકળવાનું કારણ પુછી ઘરે જવા કહે છે. છતાં કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે.
પોલીસ સાથે ઘર્ષણંમાં ઉતર્યા

આવી એક બનાવ સામે આવ્યો છે શહેરના જુહાપુરા વિસ્તારમાં કે જ્યાં રાતે રીક્ષા અને બે એક્ટિવા પર મોટા હોર્ન વગાડી નીકળતા પોલીસે તેમને રોક્યા હતા. રિક્ષામાં બેઠેલા લોકોએ વહુને તેડીને ઘરે જઈએ છીએ તેમ કહ્યું હતું ત્યારે હોર્ન વગાડ્યા વગર શાંતિથી જવાનું લહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણંમાં ઉતર્યા હતા. અને બાદમાં ઉશ્કેરાઈને તેમણે પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો હતો. આ અંગે વેજલપુર પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે ગુનો નોંધી પાંચથી છ લોકોની ધરપકડ કરી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાય છે.
હોર્ન વગાડ્યા વગર જાવ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા

આ અંગે સામે આવેલી વિગતો મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનની વન ગાડીમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ યશપાલસિંહ, અમિતસિંહ સહિતના સ્ટાફ ફરફ્યુનો અમલ માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વેજલપુર સોનલ રોડ પર આવેલી શાંતિનિકેતન સ્કૂલ પાસે શેરીમાંથી જોરથી હોર્ન વગાડી એક રીક્ષા અને બે એક્ટિવા પર કેટલાક લોકો નીકળ્યા હતા. જેથી તેઓને પોલીસે અટકાવ્યા હતા.

ક્યાં જાવ છો પૂછતાં અમે લગ્ન પ્રસંગ હોય અમે વહુને તેડીને જઈએ છીએ કહ્યું હતું. પોલીસે કરફ્યુ અમલમાં છે માટે શાંતિથી હોર્ન વગાડ્યા વગર જાવ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતાં અને પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. દરમ્યાનમાં અન્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ત્યારે તમામ 10 લોકોએ ભેગા મળી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી.
પોલીસકર્મીઓને લાકડી વાગતા તેઓને ઇજા

તો બીજી તરફ આ હુમલામાં બે પોલીસકર્મીઓને લાકડી વાગતા તેઓને ઇજા થઇ હતી. ત્યાર બાદ પોલીસે ત્રણ લોકોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા હતા.

પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે પોલીસ પર હુમલો અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અને ફરાર લોકોની શોધખોળ શરૂ કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મહિલાઓ સહિત 11 લોકોએ પોલીસ પર કર્યો હુમલો, 6 લોકોની ધરપકડ"
ટિપ્પણી પોસ્ટ કરો