કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 વર્ષની આર્યાને મળી જીત, બનશે દેશનાં સૌથી યુવા મેયર
તિરુવનંતપુરમના એક કોલેજની વિદ્યાર્થિની દેશની સૌથી યુવા મેયર બની શકે છે. આર્ય રાજેન્દ્રન માત્ર 21 વર્ષની છે. સીપીઆઈની જિલ્લા અને રાજ્ય સમિતિએ તેમની ઉમેદવારીને મંજૂરી આપી દીધી છે. બીએસસી ગણિતની વિદ્યાર્થિની આર્યા પ્રથમ વખત શહેરના મુદાવનમુગલથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ છે. મેયર પદ માટે પાર્ટીએ તેમનું નામ આગળ રાખ્યું છે. 21 વર્ષની આર્યા પદ સંભાળતાંની સાથે જ દેશની સૌથી યુવા મેયર બની જશે. હાલ તેને BSCનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી. તે સેકન્ડ યરમાં છે.
અમારી લીડરશિપમાં ભણેલી-ગણેલી મહિલાઓને વધુ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આર્યા સૌથી યુવા કેન્ડિડેટ હતી. તેઓએ UDFની શ્રીકલાને 2872 વોટથી હરાવી. CPI(M)નું કહેવું છે કે અમે અમારી લીડરશિપમાં ભણેલી-ગણેલી મહિલાઓને વધુમાં વધુ ભાગીદારી આપવા માગીએ છીએ. 100 સભ્યવાળી તિરુવનંતપુરમ નગરપાલિકાની ચૂંટણીમાં CPI(M)એ 51 સીટ જીતી છે. ભાજપ અહીં મુખ્ય વિપક્ષી દળ છે. તેના ખાતામાં 35 સીટ આવી છે. કોંગ્રેસની આગેવાની વાળી UDFને આ ચૂંટણીમાં 10 સીટ મળી છે. 4 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.
આર્યાને મેયર બનાવવાની જાહેરાત થતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા
નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં મેયર અને સ્થાનિક સંસ્થાઓ માટે ચૂંટણીઓ યોજવામાં આવી હતી. 100 સભ્યોની નિગમમાં શાસક પક્ષે 51 બેઠકો જીતી લીધી છે, જ્યારે ભાજપે 35 બેઠકો જીતી લીધી છે. આ પછી, શાસક પક્ષે મેયર માટે પહેલી વાર કોર્પોરેટર બનેલી આર્યાને મેયર બનાવવાની જાહેરાત કરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા જમિલા શ્રીધરન અને બે અન્ય લોકો પણ રેસમાં છે, પરંતુ પાર્ટીએ એક યુવાન નેતા પરનો વિશ્વાસ પાછો લીધો છે.
ઘણા વરિષ્ઠનેતાઓ હતા આ રેસમાં

સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં CPI(M)ના હેલ્થ સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ ચેરમેન પુષ્પલતા, શિક્ષક યુનિયનની લીડર એજી ઓલેના અને જમીલા શ્રીધરનને મેયર તરીકે પ્રોજેક્ટ કરાયા હતા. પુષ્પલતા અને ઓલેના ચૂંટણી જીતી હારી ગઈ હતી. જમીલા શ્રીધરન સરકારી નોકરીમાંથી રિટાયર થઈ છે. તે ઉપરાંત વંચીયૂર ડિવિઝનમાં પ્રથમ વખત કોર્પોરેટર બનેલ 23 વર્ષના ગાયત્રી બાબુનું નામ પણ ચર્ચામાં હતું. આ બધાની જગ્યાએ આર્યાને મેયર તરીકે પસંદ કરાયા છે.
આ પાર્ટીનો નિર્ણય છે અને હું તેનું પાલન કરીશ

આર્યાએ કહ્યું કે આ પાર્ટીનો નિર્ણય છે અને હું તેનું પાલન કરીશ. ચૂંટણી દરમિયાન લોકોએ મને પ્રાથમિકતા આપી, કારણ કે હું વિદ્યાર્થી છું. લોકો ઈચ્છે છે કે તેનો પ્રતિનિધિ ભણેલો હોય. હું મારો અભ્યાસ પૂરો કરીશ અને મેયર તરીકેની જવાબદારીઓ પણ નિભાવીશ. આર્યાના પિતા ઈલેક્ટ્રિશિયન અને માતા LIC એજન્ટ છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે, લોકો આર્યાને શુભકામના પાઠવી રહ્યા છે.
બાળપણથી જ રાજકારણમાં હતો રસ

આર્યા ઓલ સેન્ટ્સ કોલેજ તિરુવનંતપુરમમાં બીએસસી ગણિતની બીજી વર્ષની વિદ્યાર્થિની છે. તે પરિષદમાં ચોક્કસપણે સૌથી નાની વયની છે પરંતુ રાજકારણ તેના માટે નવું નથી. તે છ વર્ષની ઉંમરે પાર્ટી સાથે સંકળાયેલ બાળકોની સંસ્થા, બાલા સંગમની સભ્ય બની ગઈ હતી અને હવે તે પ્રદેશ પ્રમુખ છે. આ સાથે તે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા, પાર્ટીની યુવા શાખાની પદાધીકારી પણ છે.
પિતા ઇલેક્ટ્રિશિયન અને માતા એલઆઈસી એજન્ટ
એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલ અને એક માળના મકાનમાં રહેતી આર્યના પિતા ઇલેક્ટ્રિશિયન છે, જ્યારે માતા શ્રીલતા રાજેન્દ્રન એલઆઈસી એજન્ટ છે. મેયરપદે ચૂંટાયા બાદ આર્ય ખૂબ ખુશ છે. તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા જે પણ જવાબદારીઓ આપવામાં આવશે તે તેઓ તેમને સારી રીતે નિભાવશે.
0 Response to "કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 વર્ષની આર્યાને મળી જીત, બનશે દેશનાં સૌથી યુવા મેયર"
ટિપ્પણી પોસ્ટ કરો