પાંખ કાપેલા પોપટને જ્યોતિષીએ રાખ્યો હતો કેદ, જાણો જાગૃત નાગરિક અને NGO કેવી રીતે કરાવ્યો છૂટકારો
અંધવિશ્વાસ અને તંત્રમંત્રની જાળમાં ફસાવવાના ગોરખધંધા કરનાર પૈકી ઘણા લોકો પોપટ, ઘુવડ જેવા પક્ષીઓને પિંજરામાં કેદ કરી તેને કમાણીનું સાધન બનાવી લે છે. આવા લોકો પોતાના ફાયદા માટે પક્ષીઓ પર ક્રૂરતા કરવામાં પણ સંકોચ નથી કરતા. મુંબઈમાં કાપડની દુકાનમાં કામ કરનાર એક જાગૃત કર્મચારીએ પિંજરામાં કેદ કરાયેલા એક પોપટને બનાવટી જ્યોતિષના પંજામાંથી છોડાવ્યો હતો. જ્યોતિષીએ તે પોપટની પાંખો પણ કાપી નાખી હતી જેથી તે ઉડી ન શકે.

ઉપરોક્ત કર્મચારીને જ્યારે આ અંગે માહિતી મળી તો તેણે આ માહિતી પક્ષીઓ માટે કામ કરનારી એક સંસ્થાને આપી પોપટને જ્યોતિષીની ચુંગાલમાંથી છોડાવવા માટે વિનંતી કરી. નોંધનીય છે કે પોપટ પર ક્રૂરતા આચરી કેદ કરનાર જ્યોતિષી મુંબઈના ભાંડુપ પશ્ચિમ તુલસીવાડા વિસ્તારમાં રહેતો હતો. અને ત્યાં કપડાંની દુકાનમાં કામ કરનાર કર્મચારી કે જેનું નામ શત્રુઘ્ન ગુપ્તા છે તે જ્યોતિષી પાસે ભવિષ્ય જાણવાના બહાને તેને મળવા ગયા.

તેણે ઘણા સમય સુધી જ્યોતિષીને વાતોમાં વલગાળી રાખ્યો અને તે દરમિયાન તેના ઇશારાની રાહ જોઈ રહેલા અમ્મા કેયર ફાઉન્ડેશન (ACF) અને પ્લાન્ટ એન્ડ એનિમલ વેલ્ફેર સોસાયટી મુંબઇ (PAWN Mumbai) ના કાર્યકર્તા નિશા કુંજુ ત્યાં પહોંચ્યા અને તેને જોઈને જ જ્યોતિષીએ પોપટના પિંજરાનો તેના તરફ ઘા કર્યો અને પોતે નાસી છૂટ્યો.
સંસ્થાના અધ્યક્ષ સુનિલ સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ શત્રુઘ્ને તેઓને માહિતી આપી હતી કે આ જ્યોતિષી છેલ્લા કેટલાય સમયથી અહીં ફરી રહ્યો હતો. ત્યારબાદ તેને પકડવા માટેની યોજના તૈયાર કરવામાં આવી. જ્યાં સુધી અમારી સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી શત્રુધને જ્યોતિષીને વાતોમાં વળગાળી રાખવાનો હતો અને તેણે એમ જ કર્યું. અંતે પોપટને જ્યોતિષીની ચુંગાલમાંથી આઝાદી મળી.
જો કે પોપટની પાંખો જ્યોતિષીએ કાપી નાખી હતી પરંતુ પશુ ચિકિત્સકને બતાવતા પોપટની સામાન્ય સ્થિતિ સ્વસ્થ ગણાવી હતી પરંતુ તે ઉડી શકવા અસક્ષમ હતો. તેને થોડા દિવસ સુધી પક્ષી પાલન ઘરમાં રાખવામાં આવશે જેથી ધીમે ધીમે તે ઉડવાનું શીખી શકશે.

લોકો પાસેથી પૈસા પડાવવા અને પૈસાદાર બનવાની લ્હાયમાં અમુક લોકો અંધવિશ્વાસને પોતાનો વ્યવસાય બનાવી બેઠા છે. આ પૈકી અમુક લોકો પક્ષીઓને કેદ કરી તેની પર ક્રૂરતા પણ આચરતા હોય છે. ખાસ કરીને અમુક જ્યોતિષીઓ પોપટને પાળી તેને કાર્ડ ખેંચવાની તાલીમ આપી પોતે પૈસા કમાતા હોય છે. અને આ કાર્ડમાં લખેલી વાતો જ્યોતિષી પોતાના ગ્રાહકોને તેનું ભવિષ્ય કહી પૈસા પડાવે છે.
0 Response to "પાંખ કાપેલા પોપટને જ્યોતિષીએ રાખ્યો હતો કેદ, જાણો જાગૃત નાગરિક અને NGO કેવી રીતે કરાવ્યો છૂટકારો"
ટિપ્પણી પોસ્ટ કરો