એક સમયે વેઇટરનું કામ કરનાર આ અભિનેતા આજે છે ટોપ પર, એમની આ અજાણી વાતો જાણીને તમને પણ લાગશે નવાઇ
ક્યારેક ” વાયરસ ” તો ક્યારેક ” ડોકટર અસ્થાના ” ના નામથી પ્રસિદ્ધ એવા અભિનેતા બોમન ઈરાનીની જન્મ 2 ડિસેમ્બર 1959 માં થયો હતો. બોમન ઈરાની આજે બોલિવુડનું એક જાણીતું નામ છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બોમને બોલીવુડમાં એ ઉંમરે પ્રવેશ કર્યો હતો જે ઉંમરમાં અન્ય બૉલીવુડ કલાકારોનું અડધું કેરિયર બની ગયું હતું.

તેમ છતાં મોટી ઉંમરે બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ બોમને પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે અને તેની ગણના એક સફળ એક્ટર તરીકે થાય છે. ત્યારે ચાલો આજે આ કલાકાર વિશે થોડી રોચક વાતો જાણીએ.

બોમન ઈરાનીએ પોતના જીવનના 41 વર્ષ બાદ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે બોમન ઇરાનીનું બૉલીવુડ પહેલાનું બેકગ્રાઉન્ડ ફોટોગ્રાફી હતું. બોમન જ્યારે 12માં ધોરણમાં અભ્યાસ કરતા હતા તે સમયે સ્કૂલમાં રમાતા ક્રિકેટ મેચોની ફોટોગ્રાફી કરતા હતા અને તેમાંથી તેને થોડા ઘણા પૈસા પણ મળી રહેતા. બોમનને પ્રથમ વખત પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે પુણેની બાઇક રેસની ફોટોગ્રાફી કરવાનું કામ મળ્યું હતું. ત્યારબાદ તેને મુંબઇમાં થયેલા બોક્સિંગ વર્લ્ડ કપ કવર કરવાની તક પણ મળી.

બોમન ઈરાનીએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન મેળવ્યું હતું. અભ્યાસ બાદ તેણે મુંબઈની તાજ હોટલમાં 2 વર્ષ સુધી કામ કર્યું હતું. ત્યાં તેઓ વેઈટર આ એ રૂમ સર્વિસ સ્ટાફ તરીકે કામ સંભાળતા. અમુક મજબૂરીને કારણે બોમનને નોકરી છોડવી પડી અને એ પરિવાર સાથે જ કામમાં લાગી ગયા. બોમન પોતાની માતા સાથે જ બેકરીની દુકાનમાં 14 વર્ષ સુધી કામ કરતા રહ્યા. એક દિવસ તેમની મુલાકાત કોરિયોગ્રાફર શ્યામક ડાવર સાથે થઈ અને કહેવાય છે કે ત્યારથી જ તેમનું જીવન પણ બદલાયું.

આ મુલાકાત દરમિયાન શ્યામકે બોમનને થિયેટરનું કામ કરવાની સલાહ આપી. બોમનને મોટાભાગે કોમેડી ભૂમિકા ભજવવાની તક મળતી. બોમન પોતે પારસી છે અને તેના દ્વારા અભિનીત ભૂમિકાઓ પણ પારસીની જ હતી. ધીરે ધીરે બોમને પોતાની આવડતથી એક અલગ જ ઓળખ ઉભી કરી. બોમને થોડા સંઘર્ષો બાદ વર્ષ 2001 માં બે અંગ્રેજી ફિલ્મો ” એવરી બડી સેજ આઈ એમ ફાઇન ” અને ” લેટ્સ ટોક ” માં કામ કર્યું.

વર્ષ 2003 માં ” મુન્નાભાઈ એમબીબીએસ ” થકી બોમન ઈરાની બહુ પ્રસિદ્ધ થયા. બોમને અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. દોસ્તાના, યુવરાજ, 3 ઇડિયટ, તીન પત્તિ, હમ તુમ, ઘોસ્ટ, હાઉસફુલ, હાઉસફુલ 2, સંજુ અને ભૂતનાથ રીટર્ન જેવી ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓના રંગમાં દેખાયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "એક સમયે વેઇટરનું કામ કરનાર આ અભિનેતા આજે છે ટોપ પર, એમની આ અજાણી વાતો જાણીને તમને પણ લાગશે નવાઇ"
ટિપ્પણી પોસ્ટ કરો