ભારતમાં આવેલા આ 5 સ્થાનોની સુંદરતા આગળ કાશ્મીર પડે પાછળ, જાણો અને તમે પણ અહીં જવાનો બનાવો પ્રોગ્રામ

ભારતની સુંદરતાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કાશ્મીરનો ઉલ્લેખ ન થાય એવું ન બને પરંતુ ઘણા ખરા લોકો એ નથી જાણતા કે ભારતમાં જ અમુક એવા સ્થળો આવેલા છે જે કાશ્મીરનો સારો વિકલ્પ ગણી શકાય.

image source

આ જગ્યાઓએ આવીને પર્યટકો શાંતિ, પ્રકૃતિ અને નવીનતા એમ બધા ભાવો એક સાથે વ્યક્ત કરે છે. સૌથી વિશેષ તો એ વાત કે અમે અહીં જે સ્થાનો વિશે વાત કરવાના છીએ તે એવા સ્થાનો છે જેની પર્યટકો કદાચ લાંબા સમયથી શોધમાં છે. તો કયા છે ભારતના એ સ્થાનો ચાલો જાણીએ..

ટીંકીટમ, સિક્કિમ

image source

ટીંકીટમ વિશે ઘણા ખરા લોકો અજાણ હશે. અહીંની કુદરતી સુંદરતા અદભુત અને માણવા લાયક છે. ખાસ કરીને અહીંના એલચીના બગીચા જોવા જેવા છે. એલચીના કારણે અહીંની હવા પણ ખુશ્બુદાર બની જાય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગે પણ ટીંકીટમ શહેરમાં એક નિષ્ક્રિય જ્વાળામુખી પણ છે જેને અહીં આવતા પર્યટકો નજીકથી નિહાળે છે. આ જ્વાળામુખીનું અદભુત દ્રશ્ય પાસેના જ ટેંડોંગ નેશનલ પાર્ક પરથી સ્પષ્ટ દેખાય છે.

વાલપરાઈ, તમિલનાડુ

image source

વાલપરાઈ, તમિલનાડુના કોયંબતુરમાં આવેલું એક લાજવાબ અને ખુબસુરત હિલ સ્ટેશન છે. ઊંચાઈ પર હોવાને કારણે અને ગીચ જંગલો ધરાવતા પહાડોથી ઘેરાયેલું હોવાના કારણે અહીં અલગ અને અવિશ્વસનીય શાંતિનો અનુભવ થાય છે. વર્ષના બારે મહિના અહીંનું વાતાવરણ સ્વચ્છ અને શુદ્ધ જ રહે છે. એ સિવાય અહીંના સુંદર જળ ધોધ અને ઘાટીઓ પણ જોવાલાયક છે. મોટાભાગના પર્યટકો અહીંની શાંતિ માણવા આવે છે.

બેલમ ગુફાઓ, આંધ્ર પ્રદેશ

image source

બેલમ ગુફાઓ આંધ્ર પ્રદેશમાં આવેલી છે. આ ગુફાઓ અતિ પ્રાચીન હોવાની સાથે સાથે બહુ મોટી પણ છે. અહીં કુલ 6 ગુફાઓ છે. આ વિશાળ ગુફાઓની અંદર જઈને જ્યારે પર્યટકો અવાજ કરે છે ત્યારે તેનો ઊંડાઈ સાથેનો પડઘો વળતો સંભળાય છે. વળી, ગુફાઓની બનાવટ એવી છે કે અહીં પ્રથમવાર જનાર પર્યટકને આશ્ચર્ય થયા વિના ન રહે.

લેટમાવ્સિયાંગ, મેઘાલય

image source

જો તમે એક જેવી જ જગ્યાઓએ ફરી ફરીને થાકી ગયા હોય તો તમારા માટે લેટમાવ્સિયાંગનો પ્રવાસ કરવો સારો વિકલ્પ બની શકે છે. લેટમાવ્સિયાંગ પહાડી વિસ્તાર નજીક વસેલું એક રમણીય ગામ છે. આ ગામમાં પહોંચીને તમને એવો અનુભવ થશે કે જાણે તમે વિશ્વથી ક્યાંય દૂર આવી ગયા છો. અહીંના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રહીને તમને એવી મજા આવશે કે ઘરે પરત આવવાનું મન નહીં થાય. લેટમાવ્સિયાંગ મેઘાલય રાજ્યના હિલ્સ જિલ્લામાં આવેલું છે.

સ્પીતિ ઘાટી, હિમાચલ પ્રદેશ

image source

સ્પીતિ ઘાટી કુદરતની રચનાનો એક લાજવાબ નમૂનો છે અને આ જગ્યા દેશની સૌથી સુંદર અને ઠંડી જગ્યાઓ પૈકી પણ એક છે. સ્પીતિ ઘાટી હિમાચલ પ્રદેશ રાજ્યમાં સમુદ્ર તળથી 12000 ફૂટની ઊંચાઈ પર આવેલુ એક સુંદર અને રમણીય પર્યટન સ્થળ છે જ્યાં વર્ષમાં માત્ર 250 દિવસ જ તડકો રહે છે. અહીંના ઠંડા રણપ્રદેશ, બરફથી ઢંકાયેલા પહાડો, વળાંક ધરાવતા રસ્તાઓ અને ઘાટીઓ બધું જ જોવા અને માણવા લાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "ભારતમાં આવેલા આ 5 સ્થાનોની સુંદરતા આગળ કાશ્મીર પડે પાછળ, જાણો અને તમે પણ અહીં જવાનો બનાવો પ્રોગ્રામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel