ફરી એકવાર લોકો માટે સારા સમાચાર, Netflix બે દિવસ માટે થયું ફ્રી, જલ્દી કરો નહીંતર રહી જશો
હાલમાં કોરોનાના કારણે સિનેમા ઘરોમાં માખી પણ ફરકતી નથી અને નવી ફિલ્મો પણ ઓનલાઈન જ રીલિઝ થાય છે. ત્યારે હાલમાં ઓટીટી પ્લેટફોર્મનો જમાનો આવ્યો છે. ત્યારે હવે Netflix એક સરસ ઓફર લઈને આવ્યું છે. હાલમાં જ Netflixએ Stream Fest હેઠળ ભારતમાં બે દિવસ માટે Free Netflix આપ્યુ છે. હવે તેને વધારી દેવામાં આવ્યુ છે. એટલે કે એક વખત ફરી બે દિવસ માટે Netflix ફ્રીમાં જોઇ શકાય છે. તો વિગતે વાત કરીએ તો Netflix Stream Fest હેઠળ 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર 8.59AM સુધી ફ્રી Netflix એક્સેસ લોકોને આપવામાં આવી રહ્યુ છે.

આ પહેલાંની વાત કરીઅ તો 5-6 ડિસેમ્બરે આ પહેલા Netflix ફ્રી કરી દેવામાં આવ્યુ હતું. અને હવે 9થી 11 ડિમેસ્બર દરમિયાન આ વખતે પણ Netflix Stream Fest હેઠળ ફ્રી નેટફ્લિક્સ જોવાનો નિયમ તે જ રહેશે. એટલે કે તેની માટે તમારે Netflix પર સાઇન અપ કરવુ પડશે. જો તમે પહેલાથી જ Netflix સબ્સક્રાઇબર છો તો આ તમારી માટે નથી.

જો કે એક વાત એ પણ સારી છે કે, Netflix સબ્સક્રાઇબર નથી તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. જો આગળ વાત કરીએ તો Netflix Stream Fest હેઠળ ફ્રી Netflix કંટેન્ટ જોવા માટે તમારે કાર્ડ ડિટેલ્સ આપવાની જરૂર પણ નથી. જો કે, ઇ-મેલ આઇડી અને ફોન નંબર સહિત જરૂરી જાણકારી આપીને એકાઉન્ટ બનાવવુ પડશે. Netflix Stream Fest હેઠળ ફ્રી નેટફ્લિક્સ માત્ર SD એટલે કે સ્ટાન્ડર્ડ ડેફિનેશનમાં જોઇ શકો છો. એચડી અથવા ફુલ એચડીનું અહી ઓપ્શન નહી મળે.

મળતી માહિતી પ્રમાણે Netflix અનુસાર સ્ટ્રીમ ફેસ્ટ હેઠળ મોબાઇલ, લેપટોપ, ટીવી, ક્રોમકાસ્ટ, બ્રાઉજર, ગેમિંગ કંસોલ દ્વારા પણ કન્ટેન્ટ જોઇ શકાય છે. Netflix Flix Stream ફેસ્ટ હેઠળ યૂઝર્સને લગભગ તે તમામ ફિચર્સનું એક્સેસ મળશે જે પ્રીમિયમ યૂઝરને મળે છે. જેમાં પ્રોફાઇલ ક્રિએટ કરવાથી લઇને રેસ્ટ્રિક્શનના ફીચર સામેલ છે. Netflix Stream Fest હેઠળ ફ્રી કંટેન્ટ જોવા માટે Netflix.com/StreamFest પર ટેપ કરી શકો છો. આ પહેલાં પણ ખુબ લોકોએ આ ઓફરનો લાભ લીધો હતો અને હવે આ વખતે પણ ઘણા યુઝરો લાભ લેશે એવું લાગી રહ્યું છે.

આ પહેલાંની વાત કરીએ તો પોપ્યૂલર અમેરિકન OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર શુક્રવારે રાત્રે 12 વાગ્યે તમે પોતાની પસંદની ફિલ્મ અને વેબ સીરીઝને ફ્રીમાં જોઈ શકાઈ હતી. આ પ્લેટફોર્મે ગત દિવસોમાં જાહેરાત કરી હતી કે 5-6 ડિસેમ્બર સબ્સક્રિપ્શન વગરના લોકો પર ફ્રીમાં કન્ટેન્ટનો આનંદ મેળવી શકશે. કંપની આ સુવિધા સ્ટ્રીમ ફેસ્ટ પર આવી રહી છે. તમે સ્માર્ટફોન, ટીવી અથવા લેપટોપ પર નેટફ્લિક્સ એક્સેસ કરી શકશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ફરી એકવાર લોકો માટે સારા સમાચાર, Netflix બે દિવસ માટે થયું ફ્રી, જલ્દી કરો નહીંતર રહી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો