કોન્સ્ટેબલે રજા માટે પત્નીને લઈ અનોખો જ દાવપેચ રમ્યો, ડીઆઈજીને હકીકત ખબર પડતાં જ કર્યો આવો આદેશ
પોલીસ વિભાગમાં કર્મચારીઓ રજા મેળવવા વિવિધ પ્રકારની કવાયતના પ્રયાસ કરતા રહે છે છે, પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ પ્રકારનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલની રજા માટેની અરજીમાં પોલીસ કોન્સ્ટેબલે ધમકી આપવાનો અનોખો કેસ સાંભળીને તમે પણ ચોંકી જશો. કોન્સ્ટેબલે તેના એક સંબંધીના લગ્નમાં હાજર રહેવા માટે પાંચ દિવસની રજા માટે અરજી કરી હતી. સૈનિકે અરજી ફોર્મમાં પત્ની દ્વારા આપવામાં આવેલી ધમકીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે પછી રજા અરજીમાં ટિપ્પણી જોઇને ડીઆઈજીએ કોન્સ્ટેબલને લાઇન હાજર કર્યો હતોતી.

આ મામલો મધ્યપ્રદેશના ભોપાલનો છે. અહીં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે રજા માટે એક અનોખો દાવપેચ અપનાવ્યો હતો. આ કોન્સ્ટેબલનું નામ દિલીપકુમાર આહિરવાર છે અને તે ટ્રાફિક વિભાગમાં તૈનાત છે. દિલીપે તેના સાળાના લગ્નમાં ભાગ લેવા પાંચ દિવસની રજા માટે અરજી કરી હતી. આવેદનપત્રમાં તેમણે રજાની માંગણી સાથે લખ્યું હતું કે- ‘અરજદારની પત્નીએ સ્પષ્ટ કહ્યું છે કે જો ભાઈના લગ્નમાં નહીં આવો તો પરિણામ સારું નહીં આવે.

રજાની અરજીમાંની આવી ટિપ્પણીઓ જોઈને ડીઆઈજીએ કોન્સ્ટેબલને લાઇન હાજર કરવાના આદેશ આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલના આવેદનપત્રમાં નોંધાયેલ ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને કોન્સ્ટેબલને લાઇન પર હાજર કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલના આ પત્રથી રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

લોકડાઉનમાં એક પોલીસનો અનોખો કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો હતો. રાજકોટમાં એક સાચા અર્થમાં કોરોના વોરીયર્સનું ઉદાહરણ પુરું પાડતા પોલીસ કોન્સ્ટેબલનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલની ફરજ નિભાવી રહેલા સિદ્ધરાજસિંહ જાડેજાના ઘરે પુત્રનો જન્મ થયો હતો, પરંતુ સિદ્ધરાજસિંહ પોતાની ફરજ પર હોવાથી વીડિયો કોલ મારફત પુત્રનું મોઢું જોયું હતું અને તેને આશીર્વાદ આપ્યા હતા, તો પત્નીના પણ વીડિયો કોલથી જ ખબર અંતર પૂછ્યા હતા.

મહત્વનું છે કે જે રીતે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે જેને કારણે સંપૂર્ણ દેશ લોકડાઉન છે. આવા સમયે પોલીસની જવાબદારી વધી છે અને આવી જવાબદારીઓનું પોલીસ દ્વારા પણ ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. લૉકડાઉન દરમ્યાન અનેક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમાં પોલીસે પોતાના અંગત સારા ખરાબ પ્રસંગમાં હાજર રહેવાને બદલે પોતાની નોકરીઓની જવાબદારીઓને પહેલા પ્રાધાન્ય આપ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોન્સ્ટેબલે રજા માટે પત્નીને લઈ અનોખો જ દાવપેચ રમ્યો, ડીઆઈજીને હકીકત ખબર પડતાં જ કર્યો આવો આદેશ"
ટિપ્પણી પોસ્ટ કરો