14 વર્ષનો ટેણીયો આ અનોખુ કામ કરીને બની ગયો કરોડપતિ, તેમ પણ થઈ શકો છો માલામાલ
વિશ્વના ઘણા લોકો સખત મહેનત કર્યા પછી પણ પૈસા ભેગા નથી કરી શકતા. પરંતુ એક બાળકે 14 વર્ષની વયે જ કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી લીધી છે. આ માટે તેમણે પણ ખૂબ મહેનત કરી હતી પરંતુ તે કદાચ સૌથી અલગ હતી, જેના કારણે તે કરોડપતિ બન્યો હતો. ખરેખર, અમેરિકામાં રહેતા એક બાળકે આ અનોખું પરાક્રમ કરી બતાવ્યું છે. આ છોકરાએ વીડિયો ગેમ્સ રમીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. આ બાળકે વીડિયો ગેમ્સ રમીને એક વર્ષમાં લગભગ 1.4 કરોડની કમાણી કરી લીધો.
યુટ્યુબ ચેનલથી કરોડો રૂપિયાની કમાણી

ગ્રિફિન સ્પિકોસ્કી નામનો આ બાળક ન્યુ યોર્કમાં રહે છે. તમને જણાવી દઈએ કે ગ્રિફિનને વીડિયો ગેમ્સ રમવાનું ખુબ પસંદ છે. તમણે પોતાનો આ શોખને પૂરો કરવા માટે, તે દરરોજ લગભગ 18 કલાક વિતાવે છે. ગ્રિફિન વિડિયો ગેમ ફોર્ટનાઇટ રમે છે. આટલું જ નહીં, તે તેની યુટ્યુબ ચેનલ સ્કેપ્ટીક પર તેના આ વીડિયો અપલોડ કરે છે. આ યુટ્યુબ ચેનલની મદદથી ગ્રિફિને કરોડો રૂપિયાની કમાણી કરી હતી.
તેની યુટ્યુબ ચેનલ પર લગભગ 12 લાખ સબ્સ્ક્રાઇબર્સ

તમને જણાવી દઈએ કે ગ્રિફિનની યુટ્યુબ ચેનલ પર લગભગ 12 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. તેની યુટ્યુબ વીડિયોને આશરે 7.1 કરોડ વ્યૂઝ મળી ચુક્યા છે. ગ્રિફિનના માતાપિતા કહે છે કે તેમનું ધ્યાન હંમેશાં વિડિયો ગેમ્સ પર જ હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રિફિનની કમાણી જોઈને તેના માતાપિતાએ તેમના માટે નાણાકીય સલાહકાર અને એક એકાઉટન્ટને પણ નોકરીએ રાખ્યો છે.
આ વીડિયોથી થઈ એક હજાર ડોલરની કમાણી
તમને જણાવી દઈએ કે ગ્રિફિને 2018 ફોર્ટનાઇટ ગેમના એક જાણીતા ખેલાડીને હરાવ્યો હતો. તે પછી તે રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. ગ્રિફિને તેનો પણ એક વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. જેને લગભગ 7.5 લાખ લોકોએ જોયો હતો. જેનાથી તેને એક હજાર ડોલરની કમાણી થઈ હતી.
એક વર્ષમાં 70 કરોડની કરી કમાણી

તમને જણાવી દઈએ કે આ પહેલા નિંઝા નામનો યુવક ફોર્ટનાઇટ ગેમથી કરોડો રૂપિયાની કમાણી કરી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે ફોર્ટનાઇટ ગેમ હાલ ભારતમાં એટલી પોપ્યલર નથી પરંતુ અમેરિકામાં તેના કરોડો ચાહકો છે. એક રિપોર્ટ અનુસાર નિંઝા વામના 27 વર્ષીય યુવકે 2018માં 10 મિલિયન ડૉલર એટલે કે લગભગ 70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેના માટે તેણે યુટ્યૂબ અને ટ્વિચની મદદ લીધી હતી. તમને જણાવી દઈએ કે તે બીજા પ્લેટફોર્મ પર પોતાનું કૉન્ટેંટ સ્ટ્રીમ પણ કરતો હતો. ઉલ્લેખનીય છે કે નિંઝા ગેમિંગની દુનિયામાં સૌથી જાણીતો ચહેરો છે. તેનું પૂરું નામ ટાઈલર બ્લેવિન્સ છે અને તે નિંઝા યૂઝરનેમ તરીકે ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં તે ટ્વિચમાં નંબર-1 સ્ટ્રીમર રહ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે યુટ્યૂબ પર તેના ફોલોઅર્સની સંખ્યા 21 મિલિયનથી પણ વધુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "14 વર્ષનો ટેણીયો આ અનોખુ કામ કરીને બની ગયો કરોડપતિ, તેમ પણ થઈ શકો છો માલામાલ"
ટિપ્પણી પોસ્ટ કરો