શું તમે જાણો છો આ છે પૃથ્વીની સૌથી રહસ્યમય જગ્યા કે જ્યાં આજ દિવસ સુધી કોઈ વ્યક્તિ પહોચી શક્યું નથી..
મિત્રો, આ ધરા પર અનેકવિધ રહસ્યો છુપાયેલા છે. આજે પણ એવા ઘણા રહસ્યમયી સ્થળ છે કે જેને કોઈ શોધી શક્યુ નથી. આવુ જ એક સ્થળ કૈલાશ માઉન્ટેન પર આવેલુ છે. આ કૈલાશ માઉન્ટેનને અત્યંત રહસ્યમય સ્થળ માનવામાં આવે છે. હિંદુ ધર્મ મુજબ કૈલાશ માઉન્ટેનનુ એક વિશેષ મહત્વ છે.

આ સ્થળને પ્રભુ મહાદેવનુ રહેઠાણ કે ઘર માનવામા આવે છે. પુરાણો મુજબ કૈલાશ માઉન્ટેનની અંદર એક એવું વિશ્વ છે કે, જે આજ દિવસ સુધી કોઈપણ વ્યક્તિએ જોયુ નથી. તેનુ કારણ એ હોય શકે કે, આજ સુધી કોઈ આ પર્વત પર ચડી શક્યુ નથી. ઘણીવાર એવું કહેવાય છે કે, કૈલાશ માઉન્ટેન પર અનેકવિધ પર્વતારોહકોએ ચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, આજ સુધી કોઈ સફળ થઈ શકે તેમ નહોતું.

આ પર્વતની વિશેષતા એ છે કે, માઉન્ટ એવરેસ્ટની હાઈટ ૮૮૪૮ થી ઓછી હોવા છતા સૌથી ઊંચું શિખર ૬૬૩૮ મીટર છે. ઘણા લોકો માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા છે. પણ આજ દિવસ સુધી કોઈ કૈલાશ માઉન્ટેન પર ચડી શક્યુ નથી. હવે આ માઉન્ટેન પર ના ચડતા અમુક લોકોની બધી જ વાતો પ્રચલિત બની ગઈ છે. અમુક લોકો કહે છે કે, મહાદેવ હજુ પણ ત્યા જ વાસ કરે છે.

આ પર્વતની ટોચ સુધી પહોંચવું કોઈપણ વ્યક્તિ માટે મુશ્કેલ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વ્યક્તિ આ પર્વત પર જઈ શકે છે, જેણે આજીવન કોઈપણ પ્રકારનુ પાપ કર્યુ નથી. બીજુ એક કારણ એ પણ છે કે, જે પર્વતથી થોડુ ઉપર ચઢીને વ્યક્તિ દિશાવિહીન બની જાય છે. તે કઈ દિશામા આગળ વધવા ઈચ્છે છે, તે તેને સમજાતું નથી? આખો પર્વત એક તીવ્ર ચઢાણ છે, તેથી વ્યક્તિ દિશાની જાણકારી વિના પર્વત ચઢવાથી મૃત્યુના મુખ સુધી જઈ શકે છે.

એવુ કહેવાય છે કે, એક વ્યક્તિ થોડા વર્ષો પહેલાં એક પર્વત પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને થોડી ઊંચાઈ પર ચડવા લાગ્યો હતો અને તેના નખ અને વાળ ઝડપથી વિકસવા લાગ્યા હતા. તે ખૂબ જ નર્વસ થવા લાગ્યો અને પછી તે નીચે ઊતર્યો. આ કિસ્સા પરથી કૈલાશ પર્વત વિશેની એક ખાસ વાત રેડિયો એક્ટિવ એરિયા હોવાનું કહેવાય છે. અત્યારે કૈલાશ પર્વત પર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કારણકે, ભારત અને તિબેટ સહિત દુનિયાભરના લોકો માને છે કે આ એક પવિત્ર સ્થળ છે. જ્યાં વ્યક્તિએ ચડવાની ના પાડવી જોઈએ. છેલ્લે વર્ષ ૨૦૦૧મા કેટલાક પર્વતારોહકોએ કૈલાશ માઉન્ટેન પર ચડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેઓ થોડા ચઢાણ પછી પાછા ફર્યા હતા. પ્રાચીન ગ્રંથો અનુસાર ભગવાન શિવનું સ્થાન કૈલાશ માઉન્ટેન છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમે જાણો છો આ છે પૃથ્વીની સૌથી રહસ્યમય જગ્યા કે જ્યાં આજ દિવસ સુધી કોઈ વ્યક્તિ પહોચી શક્યું નથી.."
ટિપ્પણી પોસ્ટ કરો