રહો સાવધાન! આ છે એક એવી જગ્યા કે જ્યા રહે છે કોરોના ફેલાવવાનો સૌથી વધુ ભય…
મિત્રો, બાર મહિનાથી પણ વધુ સમયથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. એક વર્ષથી વધુ સમય પછી પણ ચેપનો ફેલાવો ઓછો થયો નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના ગ્રાફ થોડો ઓછો રહ્યો છે પરંતુ, હજુ કોઈ રીતે જોખમ ઘટ્યો નથી. કોરોના રસી ના આવે ત્યા સુધી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. હવે નવુ વર્ષ આવી ગયુ છે અને લોકો ૨૦૨૦ની ખરાબ યાદોને ભૂલીને ૨૦૨૧મા એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોવિડ-૧૯ વાયરસનો હજુ સંપૂર્ણપણે નાશ થયો નથી, તેથી આપણે એવી જગ્યાએ જવાનુ ટાળવુ જોઈએ, જ્યા ચેપનુ જોખમ વધારે હોય.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કેટલીક ચોક્કસ જગ્યાએ કોરોના વાયરસનુ જોખમ અન્ય સ્થળોની સરખામણીએ ઘણુ વધારે છે. તેથી, નિષ્ણાતો માને છે કે નવા વર્ષની ઉજવણીમા આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે અને જ્યાં વધુ ભીડ હોય ત્યાં જવાનું ટાળવું પડશે. આજકાલ ચેપની દ્રષ્ટિએ કઈ જગ્યાઓ વધુ ખતરનાક છે, તે અંગે માહિતી મેળવવી અત્યંત આવશ્યક છે.

ઘણા લોકો માને છે કે પાર્કમાં જવું, રેસ્ટોરાંમાં કે હોટેલમાં જવું એ કોરોના વાયરસના ચેપ માટેનું સૌથી મોટું પરિબળ છે પરંતુ, તમને જણાવી દઈએ કે એવું નથી. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે, કોરોનાના સંક્રમણમા મોટાભાગના લોકો કરિયાણાની દુકાન અને સુપર માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે તે કોવિડમાંથી પોઝિટિવ થયેલા જોવા મળ્યા હતા.

સુપરમાર્કેટ એ ચોક્કસપણે એક ખુલ્લુ સ્થળ છે અને સામાન્ય દુકાન કરતા વધુ સામાજિક વિભાજનની શક્યતા છે પરંતુ, ઘણા અહેવાલોમા કોરોના વાયરસના જોખમની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. કોઈપણ સુપરમાર્કેટ શેરી જેવું હોય છે અને બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે, તેથી વાયરસ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં સરળતાથી ટ્રાન્સફર થઇ શકે છે.

વધુમા બીજું સૌથી મોટું કારણ એ છે કે, તમે જાણતા નથી કે સુપરમાર્કેટમા રહેલી વસ્તુઓને કોણે-કોણે સ્પર્શ કર્યો છે? જો કોઈ કોરોનાથી ચેપ લાગેલી વ્યક્તિએ તેને સ્પર્શ કર્યો હશે તો તે એક વસ્તુ સરળતાથી લાખો લોકો સુધી આ વાયરસનુ સંક્રમણ ફેલાવી શકે છે.

ટૂંકમા કહીએ તો સુપરમાર્કેટમાં ખરીદી કરવી ટાળવી જોઈએ કારણકે, અહી સેંકડો લોકો એકસાથે હાજર હોય છે, જેથી હંમેશાં સામાજિક અંતર જાળવવું મુશ્કેલ સાબિત થાય છે અને એક જ જગ્યાએ આટલા બધા લોકોની હાજરી ચેપનું જોખમ વધારી દે છે. બી.એમ.જી. જર્નલ અનુસાર સુપરમાર્કેટ્સ અને કરિયાણાની ખરીદીમાંથી કોરોના વાયરસ ચેપ ફેલાવવાનો દર ૧૮.૬ ટકા રહ્યો છે, જે શાળાઓ, નર્સિંગ હોમ, હોટેલ્સ કરતાં વધારે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રહો સાવધાન! આ છે એક એવી જગ્યા કે જ્યા રહે છે કોરોના ફેલાવવાનો સૌથી વધુ ભય…"
ટિપ્પણી પોસ્ટ કરો