દીપિકાએ શેર કર્યો મસ્તીભર્યો વીડિયો, સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોને મળી રહ્યા છે આવા રીએકશન

વર્ષ 2020ના અંતિમ મહિના અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે અણધારી મુસીબતો લાવ્યા હતા. ડ્રગ્સ કેસમાં પુછપરછ માટે નામ આવતાંની સાથે જ દીપિકા પાદુકોણના ફેન્સ પર આભ તુટી પડ્યું હતું.

ત્યારબાદ વર્ષ 2021ની શરુઆતમાં જ્યારે દીપિકાએ તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી તેની પોસ્ટ ડિલીટ કરી દીધી ત્યારે લોકોને બીજો ઝટકો લાગ્યો હતો. દીપિકાએ આવું શા માટે કર્યું તે તો રહસ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દીપિકા ફરીથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. ખાસ કરીને ઈંસ્ટાગ્રામની વાત કરીએ તો અભિનેત્રી સતત અલગ અલગ પોસ્ટ કરી રહી છે.

દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક પોસ્ટ બિંદાસ્તપણે શેર કરી રહી છે. તેમાં ફોટો, વીડિઓ અને ઓડિઓ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. પરંતુ ચર્ચા તો તેણે તાજેતરમાં શેર કરેલી ઇન્સ્ટા પોસ્ટ્સની સૌથી વધુ થઈ રહી છે. આ પોસ્ટ પરથી તેના ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તેમની મસ્તાની કોઈક ખાસ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે અને આ શૂટીંગ દરમિયાન તે ખૂબ મસ્તી કરી રહી છે.

દીપિકાના આ વીડિયોની શરૂઆત તેના એક વાક્ય સાથે થાય છે કે હિતેશી એટલી સારી ડાન્સર છે કે તે કોઈપણ સંગીત પર ગરબા કરી શકે છે. ત્યારબાદ આ મિત્રોની જોડી એક પોપી મ્યુઝિક પર ગરબા કરતાં જોવા મળે છે. ગરબા કરતાં કરતાં દીપિકા ખૂબ મસ્તી કરતી જોવા મળે છે. આ વીડિયો સાથે તેણે એક કેપ્શન પણ લખ્યું છે. આ કેપ્શનમાં દીપિકા પાદુકોણે લખ્યું છે કે, કોઈ એવા મિત્રને શોધી કાઢો જે કોઈપણ સંગીત પર ગરબા કરી શકે. આ વીડિયોમાં દીપિકા ખૂબ સુંદર પણ દેખાય છે તેણે વાઈટ-બ્લેકના કોમ્બીનેશના આઉટફીટ પહેર્યા છે. તે ખૂબ ઓછા મેકઅપ સાથે પણ સુંદર દેખાય છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો દીપિકાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે થોડી ચર્ચા કરી રહી. તેણે જણાવ્યાનુસાર તે શકુન બત્રાની ફિલ્મ જે એક રિલેશનશિપ સ્ટોરી છે તેના પર કામ કરી રહી છે. તેણે કહ્યું હતું કે આવી સ્ટોરી આજ સુધી ભારતીય સિનેમામાં જોવા મળી નથી. ત્યારબાદ તે શાહરુખ ખાનની એકશન ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે નાગ અશ્વીનની મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં તે પ્રભાસ સાથે જોવા મળશે. આ સિવાય તે એની હેથવેની ફિલ્મ ધ ઈંટર્નની રીમેકમાં કામ કરી રહી છે. આ સાથે જ તેણે કહ્યું હતું કે તે મહાભારતમાં દ્રોપદીનું પાત્ર ભજવતી જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "દીપિકાએ શેર કર્યો મસ્તીભર્યો વીડિયો, સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોને મળી રહ્યા છે આવા રીએકશન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel