પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ઉતાર્યો દીકરીઓ પર ગુસ્સો, 1 વર્ષની માસુમને પગથી કચડી, તો 4 વર્ષની દીકરીના મોઢા પર લાત મારી, અને પતિ બનાવતો રહ્યો આ વીડિયો

પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા તે સામાન્ય વાત છે. દરેક દંપતિ વચ્ચે કોઈને કોઈ વાત પર વાદ-વિવાદ થતો જ હોય છે. પરંતુ આ વિવાદનું પરિણામ ક્યારેક બાળકોએ ભોગવવું પડતું હોય છે. આવી જ એક ઘટના ચર્ચાનો વિષય બની છે. આ ઘટના છે મધ્યપ્રદેશના બીના વિસ્તારની.

image source

અહીં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો અને તેનું ફળ ખૂબ જ ખરાબ અને ક્રૂર રીતે બાળકીઓએ સહન કરવું પડ્યું હતું. સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે બાળક પર ક્યારેય માતા ક્રૂરતા વર્તાવી ન શકે પરંતુ આ ઘટના વિશે જાણી તમે પણ આશ્ચર્યમાં પડી જશો કારણ કે એક માતા જ પોતાની બાળકીઓને ઢોર માર મારે છે.

image source

આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે તેનો વીડિયો વાયરલ થયો હતો. જાણવા મળતી વિગતોનુસાર પતિ સાથે મહિલાને ઝઘડો થતાં તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પોતાનો રોષ પોતાની બાળકીઓ પર ઉતાર્યો. તે પણ એવી રીતે કે જેને જોઈ ભલભલાં વ્યક્તિનું મન ધ્રુજી જાય. માતા ગુસ્સોમાં પોતાની એક જ વર્ષની નાનકડી બાળકી પર પગ મુકી તેને જમીન પર રગદોડી નાખે છે અને બીજી 4 વર્ષની દીકરીને જે દૂર હોય છે તેને પણ નજીક બોલાવી અને તેના મોઢા પર પગથી લાતો મારે છે.

image source

આ સમગ્ર ઘટનાનો વીડિયો પતિએ ઉતારી લીધો હતો. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરી દીધો હતો. સાથે જ તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. કદાચ તેણે આ વીડિયો પત્ની વિરુદ્ધ પુરાવા તરીકે જ ઉતાર્યો હશે.

આ વાયરલ વીડિયો જોઈ અને તેના આધારે ફરિયાદ નોંધી પોલીસ બીના ગામ પહોંચી હતી. પોલીસના જણાવ્યાનુસાર આ મહિલાનું નામ જયંતિ છે અને તેના પતિનું નામ મોહન કુશવાહા છે. આ બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. છેલ્લે પણ તેમના વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ બાળકીઓને પણ માર માર્યો. જો કે પોલીસની દરમિયાનગીરી બાદ બંનેએ કબૂલાત આપી કે તેઓ આવું ફરીથી કરશે નહીં. સાથે જ પરિવારે પણ લેખિતમાં જણાવ્યું કે તેઓ કોઈ કાયદેસરની કાર્યવાહી ઈચ્છતા નથી.

image source

વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા 1 વર્ષની બાળકીને જેને તેણે તેડેલી હોય છે તેને પહેલા તો જમીન પર સુવડાવી દે છે અને પછી તેના મોઢા પર પગ મુકી તેને જમીન પર રગદોડે છે. જ્યારે બીજી બાળકીને પણ પાસે બોલાવી મોઢા પર લાતો મારે છે. આ વીડિયો પતિ ઉતારે છે અને તેને કંઈક કહે પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ઉતાર્યો દીકરીઓ પર ગુસ્સો, 1 વર્ષની માસુમને પગથી કચડી, તો 4 વર્ષની દીકરીના મોઢા પર લાત મારી, અને પતિ બનાવતો રહ્યો આ વીડિયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel