આ રીતે ઘરે ઇન્સ્ટન્ટ પેડિક્યોર કરીને માત્ર 10 જ મિનિટમાં પગમાંથી દૂર કરી દો ટેનિંગ, સ્કિન થઇ જશે એકદમ મસ્ત
દોડધામવાળી જીવનશૈલી હોવાને કારણે આપણે આપણા સ્વાસ્થ્ય અને પોતાને માટે ખૂબ ઓછો સમય ફાળવી શકીએ છીએ. આપણે ઘણી વાર વિચારીએ છીએ કે જો આપણને થોડો સમય મળે, તો આપણે તે સમયે આરામ કરી શકીએ, જેથી આપણું સ્વાસ્થ્ય હંમેશા આરોગ્યપ્રદ રહે. આપણે આપણા વાળ અને ચહેરાની સંભાળ રાખીએ છીએ પરંતુ ઘણી વખત આપણે આપણા પગને અવગણીએ છીએ. ખરેખર, તે સમજવું જરૂરી છે કે પગની સુંદરતા પણ મહત્વપૂર્ણ છે. આપણા પગની સંભાળ માટે વિશેષ કાળજીની જરૂર છે.

ફાટેલઈ એડી, શુષ્ક ત્વચા અને સૂર્યપ્રકાશને કારણે થતી ટેનિંગને દૂર કરવી એટલી સરળ નથી અને આ માટે, પગને પેડિક્યોરની જરૂર છે. પગની ત્વચા આપણા શરીરના બાકીના ભાગોથી અલગ છે અને પગમાંથી ટેનિંગ કાઢવું એ પણ સરળ કાર્ય નથી. આ સમસ્યાને હલ કરવા માટે અહીં અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું, જેની મદદથી તમે ખૂબ જ ટૂંકા સમયમાં તમારા પગની સુંદરતા વધારી શકશો.
1. તમારા પગમાં શેક કરો

સૌથી પેહલા થોડું ગરમ પાણી લો, હવે તેમાં 2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી મીઠું અને 4 થી 5 ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇટ મિક્સ કરો. આ પછી, તેમાં 2 લીંબુનો રસ ઉમેરો તે જ પાણીમાં લીંબુની છાલ પણ નાખી દો. ત્યારબાદ તેમાં થોડું શેમ્પૂ ઉમેરો. આ તમારા પગની ડેડ ત્વચાને નરમ પાડશે અને તમારા નખની ગંદકી દૂર કરશે. તે નખને પણ નરમ પાડશે. આ પાણીમાં તમારા પગને 6 થી 7 મિનિટ સુધી પલાળો.
2. આ રીતે ક્લીનઝિંગ કરો

ગરમ પાણીમાં પગ પલાળ્યા પછી તમારા પગને લૂફાહ અને પ્યુમિક પથ્થરની મદદથી સારી રીતે ઘસો. લીંબુની છાલથી તમારા નખને ઘસવું. આ રીતે 1 થી 2 મિનિટ સુધી ક્લીનઝિંગ કરવું.
3. સ્ક્રબ જરૂરી છે
સ્ક્રબ બનાવવા માટે 2 ચમચી બેકિંગ સોડામાં 3 થી 4 ચમચી નાળિયેર તેલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટથી તમારા પગ ઘસો. આ પ્રક્રિયા સ્ક્રબ અને પોલિશ બંને તરીકે કામ કરશે. આટલું જ નહીં, આ સ્ક્રબની મદદથી ત્વચા પણ એક્સ્ફોલિયેશન થશે.
4. એન્ટી ટેન પેકનો ઉપયોગ કરો

આ પેકનો ઉપયોગ કરવાથી તમારા પગની ત્વચા વધુ ગ્લોઈંગ બનશે. આ પેક બનાવવા માટે 1 ચમચી મુલ્તાની માટી, 1 લીંબુ, 2 ચમચી ચંદન પાવડર અને 2 ચમચી એલોવેરા જેલમાં થોડું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ પેકને તમારા આખા પગ પર લગાવો અને આ પેક સુકાવા દો. ત્યારબાદ થોડા સમય પછી તમારા પગ ધોઈ લો. ત્યારબાદ તમારા પગના નખમાં ઇચ્છિત નેઇલ પેઇન્ટ લગાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ રીતે ઘરે ઇન્સ્ટન્ટ પેડિક્યોર કરીને માત્ર 10 જ મિનિટમાં પગમાંથી દૂર કરી દો ટેનિંગ, સ્કિન થઇ જશે એકદમ મસ્ત"
ટિપ્પણી પોસ્ટ કરો