શું તમે જાણો છો કે કસૂરી મેથી ખાવાથી મળે છે અઢળક સ્વાસ્થ્ય લાભ
કસૂરી મેથી સ્વાદની સાથે સાથે હેલ્થ માટે પણ લાભદાયી છે જો આપણે તેને રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ તો બીમારી તમારાથી દૂર રહે છે. અનેક મસાલાને આપણે ડેલી લાઈફમાં ઉપયોગમાં લઈએ છીએ પણ તેના ફાયદા જાણતા નથી. હવેથી તમે આ કસૂરી મેથીનો પણ ઉપયોગ શરી કરો અને સાથ જ જાણી લો તેના ફાયદા પણ.

કસૂરી મેથીનો સ્વાદ થોડો કડવો હોય છે. તેનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે. સ્વાદની સાથે સાથે હેલ્થ માટે પણ તે ફાયદો કરે છે. કસૂરી મેથીને જો રેગ્યુલર ભોજનમાં સામેલ કરીએ છીએ તો અનેક બીમારીઓ અને નાની મોટી તકલીફોમાંથી પણ રાહત મળે છે.
પાચનતંત્રને કરે છે મજબૂત

જો તમને ડાયરિયા, કબજિયાત કે પેટની સમસ્યા રહે છે તો તમે આ કસૂરી મેથીને તમારા ડાયટમાં સામેલ કરો. તેનાથી તમને ફાયદો થાય છે. તેમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. તે તમારા પાચનતંત્રને સારું કરે છે. સંતુલિત પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલની પ્રક્રિયા પણ સારી રહે છે અને તેનાથી ભોજનને ડાઈજેસ્ટ કરવાનું સરળ રહે છે
હિમોગ્લોબીન વધારે છે

એનિમિયાની તકલીફમાં કસૂરી મેથી ફાયદો કરે છે. તેમાં આયર્નની માત્રા ખૂબ જ વધારે હોય છે. તેનાથી તમારું હિમોગ્લોબિનનું લેવલ સારું રહે છે. એનિમિયાના પ્રભાવને દૂર કરવામાં મદદ કરે છે. મહિલાઓએ તેને ડાયટમાં સામેલ કરવુંય
વેટ કંટ્રોલ કરે છે

જો તમે વધતા વજનથી પરેશાન છો તો તમારા માટે કસૂરી મેથી લાભદાયી છે. તમે રોજ ભોજનમાં કસૂરી મેથીનો પ્રયોગ કરો. બ્રેકફાસ્ટમાં કે ખાલી પેટે તેનું સેવન વધારે લાભ આપે છે.
બ્લડ શુગરને કરે છે કંટ્રોલ

કસૂરી મેથી ખાવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે. એવામાં જે લોકો ડાયાબિટીસથી લડી રહ્યા છે તેઓએ કસૂરી મેથીનું સેવન કરવુંય તેમાં હાઈપોગ્લાઇસેમિક ગુણ છે જે બ્લડમાં શુગરની માત્રાને ઘટાડે છે. તેને માટે રાતે 10 ગ્રામ મેથીને 40 મિલિ પાણીમાં પલાળો અને તેને ખાલી પેટે પી લેવાથી ફાયદો થાય છે.
બ્રેસ્ટ ફિડીંગમાં પણ કરે છે ફાયદો

ડિલિવરી બાદ કસૂરી મેથીની ચા ફાયદો કરે છે. કસૂરી મેથીમાં ગૈલેક્ટગોગ હોય છે જે માતાના દૂધને વધારે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમે જાણો છો કે કસૂરી મેથી ખાવાથી મળે છે અઢળક સ્વાસ્થ્ય લાભ"
ટિપ્પણી પોસ્ટ કરો