સતત 12માં દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, નવી કિંમત જાણીને તમે પણ સાયકલ ચલાવતા થઇ જશો
સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા વધીને 90.58 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 37 પૈસા મોંધું થઈને 80.97 રૂપિયા થઈ ગયું છે. પેટ્રોલ ડીઝલની કિંતમાં આ વધારો સતત 12માં દિવસે અને આ મહિને 14મી વખત થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા પ્રતિ લિટર પર ચાલી રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 97 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝળની કિંમત 88.06 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અન્ય શહેરોમાં પણ પેટ્રોલ ડીઝળની કિંમત રોજ નવી રેકોર્ડ સપાટીએ પહોંચી રહી છે. સરકારી તેલ કંપનીઓ તરફથી સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
આજે ડીઝલની કિંમતોમાં 37થી 39 પૈસા સુધી વધારો થયો

આજે ડીઝલની કિંમતોમાં 37થી 39 પૈસા સુધી વધારો થયો છે. ત્યારે પેટ્રોલની કિંમતમાં 38થી 39 પૈસા સુધી વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. આ બન્ને શહેરોમાં પેટ્રોલની કિંમત પોતાના સર્વોચ્ચ સ્તર પર છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.58 રુપિયા જ્યારે ડીઝલના ભાવ 80.97 રુપિયે પહોંચીં ગયો છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97 રુપિયા તથા ડીઝલની કિંમત 88.06 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
જાણો પ્રમુખ શહેરોમાં કેટલી છે કિંમત

આઈઓસીએલથી મળતી જાણકારી અનુસાર આજે દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલની કિંમત આ પ્રકારના છે.
- શહેર – ડીઝલ – પેટ્રોલ
- દિલ્હી – 80.97 – 90.58
- કોલકત્તા – 84.56 – 91.78
- મુંબઈ – 88.06 – 97.00
- ચેન્નાઈ – 85.98 – 92.59
- ઈન્દોર – 89.34 – 98.69
- (પેટ્રોલ- ડીઝલની કિંમત પ્રતિ રુપિયા લીટર છે.)

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને

ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. દેશમાં મોંઘવારી માઝા મુકી રહી છે જેમાં પેટ્રોલ ડીઝલ ઉપરાંત ગેસ અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે જેને આમ આદમીની કમર તોડી નાંખી છે. જેમાં સૌથી ઝડપથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ – ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.
જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી
શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "સતત 12માં દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, નવી કિંમત જાણીને તમે પણ સાયકલ ચલાવતા થઇ જશો"
ટિપ્પણી પોસ્ટ કરો