આ રીતે લગાવશો કાજલ તો તે ફેલાશે નહીં અને મળશે સ્માર્ટ લૂક
ચહેરા અને આંખની સુંદરતા વધારવા માટે કાજલનો ઉપયોગ યુવતીઓ અને મહિલાઓ કરતી રહે છે. આ મેકઅપનો એવો ભાગ છે જેને તમે ડેલી લાઈફમાં યૂઝ કરો છો. કાજલ લગાવવાથી તમારી આંખો સુંદર લાગે છે. તે તમને સિમ્પલ પણ સોબર લૂક આપે છે. કાજલનો ઉપયોગ સામાન્ય મેકઅપથી લઈને હેવી મેકઅપમાં પણ મુખ્ય રહે છે. માની લો કે તેના વિના મેકઅપ અધૂરો છે.

કાજલ લગાવવાનું ખૂબ જ સરળ છે અને તેનાથી તમે સુંદર પણ દેખાઓ છો પણ મુસીબત ત્યારે થાય છે જ્યારે તમારી કાજલ ફેલાઈ જાય છે. કાજલ ફેલાશે તો તમારો અન્ય મેકઅપ પણ ખરાબ થશે અને ચહેરાની સુંદરતા બગડતાં જ તમારો મૂડ પણ ખરાબ થઈ જાય છે. તો આજે અમે આપને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જેની મદદથી તમે લગાવેલી કાજલ કલાકો સુધી પણ ફેલાશે નહીં અને તમે એક સુંદર, સોબર અને સ્માર્ટ લૂક મેળવી શકશો.

જ્યારે કાજલ ફેલાઈ જાય છે ત્યારે આંખની નીચે ડાર્ક સર્કલ્સ થયા હોય તેવી ફિલિંગ આવે છે. જો તમારે આવી સમસ્યા રહે છે તો તમે આઈ લાઈનરનો ઉપયોગ કરી શકો છો. તે ફેલાશે નહીં અને તમારો લૂક પણ જળવાઈ રહેશે.
આંખની નીચેની સ્કીન પર તમે આઈ લાઈનર લગાવી શકો છો. ધ્યાન રાખો કે તે આંખની અંદર સુધી ન જાય.

તમે કાજલ અને આઈ લાઈનર બંને લગાવી શકો છો. તેનાથી તે ફેલાશે નહીં. પહેલા કાજલ લગાવો અને સાથે નીચેથી આઈ લાઈનર લગાવો. જો તમે કાજલ થોડી જાડી લગાવો છો તો તે દેખાવમાં સારી લાગે છે. તેનાથી આંખની સુંદરતા પણ વધે છે. આ પછી તમે તેની પર થોડો હલ્કો પાવડર લગાવી લો. પાવડર લગાવી લેવાથી તે ફેલાશે નહીં.

કાજલ લગાવતા પહેલાં ફેસને સારા ટોનરથી સાફ કરી લો અને આંખની નીચે પણ ટોનરનો ઉપયોગ કરો. આમ કરવાથી સ્કીન સાફ રહે છે અને સૂકી રહે છે.
આંખ પર કાજલ લગાવતા પહેલાં થોડો પાવડર લગાવી શકો છો. તેનાથી પમ તે ફેલાશ નહીં.
જ્યારે પણ કાજલની ખરીદી કરો ત્યારે એવા કાજલની પસંદગી કરો જે ફેલાતુ ન હોય. વોટર પ્રૂફ કાજલ ફેલાતું નથી અને લાંબા સમય સુધી ટકી રહે છે.

કાજલ લગાવો ત્યારે તેને આંખોની કિનારી સુધી ન લગાવો. આ રીતે કાજલ લગાવવાથી તેના ફેલાવવાનો ભય રહે છે. કાજલને ફેલાવવાથી બચાવવા માટે આંખની કિનારીની તરફ સામાન્ય લાઈન કરો. વચ્ચેના ભાગમાં વધારે કાજલ લગાવો. આ રીતે કાજલનો ઉપયોગ તમારી આંખને સુંદર બનાવશએ.
રાતે સૂતી સમયે ઘેરી કાજલ લગવી લો. સવારે કાજલ ફેલાઈ ચૂકી હશે તેને સાફ કરી લો. આમ કરવાથી તે લાગેલી પણ રહેશે અને ફરીથી ફેલાશે પણ નહીં.

તો હવેથી તમે જ્યારે પણ મેકઅપની સાથે કાજલનો યૂઝ કરો છો અને તમે વારેઘડી કાજલ ફેલાવવાની સમસ્યાથી હેરાન રહો છો તો ઉપરની ટિપ્સને અચૂક અજમાવો. તમારી મુશ્કેલી ઝડપથી દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ રીતે લગાવશો કાજલ તો તે ફેલાશે નહીં અને મળશે સ્માર્ટ લૂક"
ટિપ્પણી પોસ્ટ કરો