પ્રેગનન્સીની અનેક નાની મોટી ફરિયાદોમાં કારગર છે આ ઉપાય, આજથી જ કરો ટ્રાય
ગર્ભવતી મહિલાથી લઈને સ્તનપાન કરાવતી મહિલા માટે વરિયાળી ખાસ ઉપાય છે. વરિયાળીનું પાણી ડિલિવરી બાદ દૂધ ન બનવાથી લઈને મહિલાઓને જીવ મિચલાવવાની ફરિયાદોમાં રાહત આપે છે. ડિલિવરી બાદ બ્રેસ્ટ મિલ્ક વધારવામાં પણ આ પાણી ઉપયોગી છે. એટલું જ નહીં તે અનેક બીમારીઓમાં લાભદાયી છે.
વરિયાળીમાં હોય છે આ પોષક તત્વો

વરિયાળીમાં કેલેરી ઓછી હોવાની સાથે સાથે અનેક પોષક તત્વો હોય છે. વરિયાળીમાં વિટામીન સી હોય છે. તેમાં અનેક ખનીજ હોય છે. તેમાં મળતું મેંગેનીઝ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ગર્ભવતી મહિલાઓને માટે ઉપયોગી છે.
વરિયાળીના ફાયદા

જો તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરાય તો તે લાભદાયી રહે છે. વરિયાળીનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ ડેમેજ ટિશ્યૂ પણ રીપેર થાય છે. તેમાં વિટામીન સી હોય છે જે શરીર માટે એન્ટી ઓક્સીડન્ટનું કામ કરે છે. આ મેટાબોલિઝમને સારું રાખે છે અને સાથે હાડકાના વિકાસ કરીને સાથે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને ઘાને ઝડપથી ભરવામાં મદદ કરે છે.
વજનને કંટ્રોલમાં કરે છે

ગર્ભવતી મહિલાઓએ પોતાનું વજનને લઈને વધારે વિચાર કરવો નહીં. આ સમયે તમારું વજન વધે તે શક્ય છે તો તમે તેને નિયંત્રિત કરવા માટે વરિયાળીનું પાણી પી શકો છો. વરિયાળી તમારા ભોજનને સ્વાદિષ્ટ કરે છે અને સાથે ભૂખ પર પણ અંકુશ રાખે છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 2 ગ્રામ વરિયાળીને 250 ગ્રામ પાણીમાં મિક્સ કરીને લંચ પહેલાં લેવાય તો તે ભૂખને ઘટાડે છે. જો ગર્ભવતી મહિલાઓને વધારે ભૂખ લાગતી હોય તો તેઓએ આ રીતે ઓછી કેલેરીનું સેવન કરવું અને ભૂખ ઓછી લાગે છે. ગર્ભવતી મહિલાનું વજન નિયંત્રિત રહે છે.
બ્રેસ્ટ મિલ્કને વધારે છે

અનેક માતા પોતાના બાળકોને દૂઘ પિવડાવતી સમયે પરેશાન રહે છે. તેઓને પૂરતું દૂધ મળતું નથી અને બાળકોનું પેટ પણ ભરાતું નથી. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો તમારે ડાયટમાં વરિયાળીનું પાણી પીવું. વરિયાળીનું પાણી દૂધના સ્ત્રાવને અને પ્રોલેક્ટિનના સ્તરને વધારે છે. એક રીતે તે હોર્મોન છે અને શરીરને બ્રેસ્ટ મિલ્ક ઉત્પાદનનો સંકેત આપે છે. આ માટે કોઈ પૂરતી શોધ થઈ નથી પણ બ્રેસ્ટ મિલ્કના ઉત્પાદનના ઘટાડાથી અનેક મહિલાઓ પરેશાન છે તો આ પાણી તમારી મદદ કરે છે.
આ રીતે બનાવો વરિયાળીનું પાણી

એક ગ્લાસ પાણી લો ને તેને પેનમાં ઉકાળો. તેમાં એક ચમચી વરિયાળી નાંખો. તેને ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરો અને પછી ગેસ બંધ કરી લો. 10 મિનિટ માટે પેનને ઢાંકી લો. તે ઠંડું થાય તો તેને ગળણીથી ગાળી લો. હવે તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. તૈયાર છે તમારું પાણી.

ગર્ભવતી મહિલાઓ તેને નોર્મલી પોતાના વજનને કંટ્રોલમાં રાખવા માટે ઉપયોગમાં લઈ શકે છે. તમે પણ તેનું નિયમિત સેવન કરશો તો તમારી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "પ્રેગનન્સીની અનેક નાની મોટી ફરિયાદોમાં કારગર છે આ ઉપાય, આજથી જ કરો ટ્રાય"
ટિપ્પણી પોસ્ટ કરો