શ્વાસમાં આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે મીઠો લીમડો, શું તમે જાણો છો બીજા આટલા બધા ફાયદાઓ વિશે?
મીઠા લીમડાનો ઉપયોગ આપણે ત્યાં શાક વઘારમાં અને અન્ય વઘાર અપાઈ શકે તેવી વાનગીઓમાં સોડમ લાવવા માટે થાય છે. મીઠા લીમડાના પાનના મસાલા પ્રકારના ઉપયોગને કારણે તેને ‘કઢી લીમડો’ પણ કહેવાય છે. મોટેભાગે આપણે દાળ-શાકમાં રહેલા મીઠા લીમડાના પાંદડાંને દૂર કરી દઈએ છીએ પણ ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં. આપણી રોજીંદાની દિનચર્યામાં સ્વાસ્થ આદતોને અપનાવીને અને સામાન્ય બદલાવોની સાથે આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ. આ કડીમાં મીઠાં લીમડાનાં પાંદડાઓેને અવગણશો નહીં. લીમડાનાં પાદંડા જેવાં જ દેખાતા મીઠા લીમડાનાં પાદડામાં ગજબનાં ઔષધીય ગુણધર્મો મળી આવે છે. આ ફક્ત તમારા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં જ મદદ કરતા નથી, પણ આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાંને જડમાંથી ખત્મ કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ મીઠા લીમડાનાં પાનનાં હેલ્થ બેનિફિટ્સ…આજે અહીં ચર્ચા કરવી છે મીઠો લીમડો શરીરને કઈ રીતે ઉપયોગી છે અને કેવા પ્રકારની બિમારીઓ સામે ઈલાજમાં કામ આવે છે તે બાબતે. એ પણ જાણી લો કે, મીઠા લીમડાને કડવા લીમડા સાથે કોઈ સબંધ નથી!

મીઠા લીમડાના પર્ણમાંથી થોડેઘણે અંશે વિટામીન એ, બી, સી અને ઇ પ્રાપ્ત થાય છે. તદ્દોપરાંત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો પણ કઢી લીમડામાં ઉપલબ્ધ છે. વધારામાં, એમિનો એસિડ, નાયસિન, ફ્લાવોનોઇડ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે.
યકૃતને માટે છે ફાયદાકારક –

યકૃત/લીવર આપણા શરીરની સૌથી મોટી ગ્રંથી છે, જે વિવિધ પ્રકારની બાયોકેમિકલ પ્રક્રિયાઓમાં પોતાનું યોગદાન આપે છે. આથી સાફ વાત છે કે, શરીરની તંદુરસ્તી માટે યકૃતનું ફીટ હોવું જરૂરી છે. મીઠા લીમડામાં એ ગુણ રહેલો છે કે જે યકૃતને બેક્ટેરિયા-વાઇરસના ઇન્ફેક્શનથી બચાવે છે.
રતાંધળાપણાથી બચાવે છે :

તમે વાંચ્યું હશે કે, વિટામીન-એ ની કમીને લીધે રતાંધળાપણું આવે છે અને આંખોની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે. આમ તો દૂધ, લીલાં શાકભાજી અને ગાજર વિટામીન-એ ના ભરપૂર સ્ત્રોત છે પણ મીઠા લીમડામાંથી પણ વિટામીન એ મળી રહે છે. જેનાથી રતાંધળાપણું દુર રહે છે.
ઝાડામાં આપે ફાયદો

મીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ઝાડાને બંધ કરવાની ક્ષમતા હોય છે. કહેવામાં આવે છે કે, મીઠા લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી ઝાડાથી તકલીફથી છુટકારો થાય છે.
એનિમિયાના જોખમને ઘટાડવામાં મદદ કરે:

મીઠા લીમડાના પાનમાં આયર્ન અને ફોલિક એસિડ પ્રચૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે તે એનિમિયાના જોખમને ઘટાડવામાં મદદગાર છે. તેમાં વિટામિન એ અને સી પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
કોલેસ્ટ્રોલને લેવલ કરે છે.
મીઠા લીમડાના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલને ઘટાડે છે. મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી વજન વધવાનો ખતરો ઘટે છે.
ઘાવને કરે દૂર
જો કોઈને ક્યાં પણ ઇજા થઇ હોય અથવા સ્કિન પર ઇજા, દાઝી ગયા હોય તો મીઠો લીમડો ફાયદેમંદ છે. મીઠા લીમડામાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ સ્કિન માટે ગુણકારી છે. આ માટે તમારે ઘાવ પર મીઠા લીમડાની પેસ્ટ કરીને લગાડવાથી ફાયદો થાય છે.
ડાયાબિટીઝને ઘટાડે:

તમે તમારા ભોજનમાં મીઠાં લીમડાનાં પાનની ચટણીનો સમાવેશ કરી શકો છો. જેને રોટલી સાથે ખાઈ શકાય છે અથવા બીજી કોઈ ડીશમાં મિક્સ કરી શકાય છે. તે શરીરમાં ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને અસર કરીને લોહીમાંથી બ્લડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
વાળ ખરતા અટકાવવામાં મદદગાર:
વાળ ખરતા અટકાવવામાં મદદગાર છે. હૂંફાળા પાણીમાં પાન મિક્સ કરીને હળવા હાથેથી વાળમાં રગડવાથી વાળ ખરતા અટકે છે.
ઉબકાની સમસ્યા દૂર થાય:
તાજા લીમડાનાં પાંદડામાં એ ગુણવત્તા છે કે તે ઉબકાની સમસ્યાને દૂર કરી શકે છે. ઘી સાથે કરી પાન શેકો. પછી તેને ઠંડુ થયા પછી ચાવવું. આ કરવાથી ઉબકા મટે છે.
શ્વાસમાં દુર્ગંધ દૂર થાય

તાજા લીમડાનાં પાનને ધોઈ લો અને લગભગ પાંચ મિનિટ સુધી ચાવો, પછી મો ધોઈને પાણીથી કોગળા કરો. આમ કરવાથી, તમારા શ્વાસની ગંધ દૂર થઈ શકે છે. ખરેખર, તે મોઢામાં છુપાયેલા જંતુઓનો નાશ કરે છે અને તેની સુગંધથી તમારા મોંમાં તાજગી અનુભવાય છે.
મોઢાનાં ચાંદા:

મીઠા લીમડાનાં પાનનો પાઉડર કે પેસ્ટને મધની સાથે મિક્સ કરીને મોઢાનાં ચાંદા પર લગાવવાથી તે બેથી ત્રણ દિવસમાં મોઢાનાં ચાંદાથી રાહત આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શ્વાસમાં આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે મીઠો લીમડો, શું તમે જાણો છો બીજા આટલા બધા ફાયદાઓ વિશે?"
ટિપ્પણી પોસ્ટ કરો