આંતરડાનું કેન્સર છે કે નહીં એ જાણવા માટે લગાવો ટોઇલેટ સીટ પર કેમેરા, મોબાઈલ પર મળશે રિપોર્ટ, જાણો કેવી રીતે

આપણે પહેલા કેન્સર હોય ત્યારે કેટલા રિપોર્ટ કરવા પડતાં હતા અને તેના લીધે આપણે ઘણા પૈસા પણ ખર્ચ કરવા પડતાં હતા. અત્યારે બદલાતા જીવનમાં મોટાભાગના લોકો કેન્સરનો શિકાર બની ગયા છે. તેનાથી તેમણે ઘણું નુકશાન થાય છે શરીરમાં તેનાથી ઘણી સમસ્યા ઉદભવે છે. આજના સમયમાં ખરાબ ખાવા પીવાની ટેવને કારણે આંતરડાનું કેન્સર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેના માટે હવે તમારે વધારે રિપોર્ટ નહીં કરવા પડે.

image source

તેના માટે તમારે તમારા ટોઇલેટમાં એક કેમેરો લગાવવો પડશે તેનાથી તમને જાણ થઈ શકે છે કે તમને આંતરડાનું કેન્સર છે કે નહીં. તેના માટે સંશોધકોએ એક સિક્કાથી પણ નાનો કેમેરો બનાવ્યો છે. તેનાથી મળનું સ્કીનિંગ થઈ શકે છે. તેમાં તમારે બ્લડ ડ્રોપ્સ દેખાશે તો પણ તમને તે ચેતવશે. મળમાં રક્ત આવવું તે આંતરડાનું કેન્સરનું જ એક મહત્વનુ લક્ષણ છે. આ કેમેરો બનાવવા માટે બ્રિટિશ વૈજ્ઞાનિકનો દાવો છે કે આ ૯૦ ટકા સટીક રિઝલ્ટ આઓએ છે. તેથી જાણી શકાય કે આપણને આંતરડાનું કેન્સર છે કે નહીં.

image source

મોબાઇલના એપ સાથે કેમેરો જોડાયેલો રહેશે :

આ કેમેરો તમારા મોબાઇલના એક એપ સાથે જોડાયેલો રહેશે. જો તમારા મળનું સ્કીનિગ કરતાં સમયે કેન્સરના લક્ષણ દેખાશે તો તે તમને ગણતરીની મિનિટ મા જ જાણકારી આપી દેશે. આ રિપોર્ટને તમારે ડોક્ટરને બતાવવો જોઈએ. આના લક્ષન્ની ખાતરી થાય તે પછી તમે કોલોનાસ્કોપી કરી શકો છો અને કેન્સર એડ્વાન્સ સ્ટેજ સુધી પહોંચે તે પહેલા તેની યોગ્ય સારવાર કરીને તેને અટકાવી શકો છો.

image source

૫૦ વર્ષ પછી દર ૨૦ માથી એક વ્યક્તિને આ કેન્સર હશે :

બ્રીટનમા આવેલ એક કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુડના કહેવા પ્રમાણે દર વર્ષે બ્રીટનમા આના કેન્સરથી લગભગ ૧૬ હજાર જેટલા લોકો મૃત્યુનો ભોગ બને છે. ૫૦ વર્ષથી વધારે જે લોકોની ઉમર હોય છે તેવા દર ૨૦ લોકોમાં એક વ્યક્તિ આ કેન્સરથી પીડાય રહ્યો હોય છે.

આ કેમેરો આ રીતે કામ કરે છે :

આ કેમેરાને તમારે તમારા ટોઇલેટ સીટ પર લગાવવો જોઈએ. તેની મદદથી તે સારી રીતે સ્કીનિંગ કરી શકે છે. તમારે ચેક કરવા માટે ટોઇલેટ જાવ તે પહેલા તમારે સ્માર્ટફોનમાં આ એપ ચાલુ કરવું પડશે. તેનાથી જાણી શકાય છે કે લક્ષણ દેખાય શકે. આ ઓટોમેટિકલી કેમેરાથી કનેક્ટ થઈ શકે છે. આ કેમેરા ઓપ્ટિકલ ઈમેજિંગ દ્વારા મળને સારી રીતે સ્કેન કરે છે. કેમેરા માથી નીકળતી વેવલેન્થ લાઇટથી મળમાં રહેય બ્લડની તપાસ કરીને જાણ થઈ શકે છે. ચેક કરીને તમને થોડી જ મિનિટમાં રિપોર્ટ મળી શકે છે.

image source

મોટા આંતરડાનું કેન્સર શું છે :

આ કેન્સરને બોવેલ કેન્સર કહેવામા આવે છે. ફેફસાના કેન્સર પછી મોટાભાગના લોકો આનાથી વધારે મૃત્યુ પામે છે. ઘણી વખત ઝાડા થવાથી મળમાં વધારે લોહી પડે છે. આ આંતરડાના કેન્સરનું લક્ષણ છે. કારણ વગર તમારું વજન વધતું હોય ત્યારે અથવા પેટમાં દુખાવો થતો હોય ત્યારે કેન્સરનું લક્ષણ હોય શકે છે.

Related Posts

0 Response to "આંતરડાનું કેન્સર છે કે નહીં એ જાણવા માટે લગાવો ટોઇલેટ સીટ પર કેમેરા, મોબાઈલ પર મળશે રિપોર્ટ, જાણો કેવી રીતે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel