આ રીતે UPIની મદદથી હવે સરળતાથી કરી શકાશે પેમેન્ટ, જાણી લો પ્રોસેસ
UPIથી રૂપિયાની લેવડ દેવડ હવે ઘણી સરળ બની છે. આ ડિજિટલ પેમેન્ટની સરળ અને સુરક્ષિત રીત છે. જો કે તેની મદદથી ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં કોરોના મહામારીના કારણે દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આપણે ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવા એપ્સમાં UPIનો યૂઝ કરીએ છીએ, પણ આ UPI કેવી રીતે કામ કરે છે અને તેનો યૂઝ કેવી રીતે કરાય છે તેને હવે જાણવું જરૂરી બન્યું છે. આજે અમે આપને જણાવીશું કે UPI કઈ રીતે કામ કરે છે.
શું હોય છે UPI

યૂનિફાઈ પેમેન્ટ્સ ઈન્ટફેસ ડિજિટલ પેમેન્ટની સરળ રીત છે જે મોબાઈલ એપ્સની મદદથી તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય છે. આ ડિજિટલ પેમેન્ટની સરળ અને સુરક્ષિત રીત છે. તેનાથી તમે સરળતાથી અને સેફ્ટી સાથે પોતાના દોસ્તો અને સાથે જ સંબંધીઓને રૂપિયા મોકલી શકો છો. UPIની મદદથી તમે તમારા બિલ અને ઓનલાઈન શોપિંગ, ફંડ ટ્રાન્સફર પણ સરળતાથી કરી શકો છો.
કેવી રીતે કરે છે કામ

UPI સિસ્ટમ ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ પર કામ કરે છે. આ સર્વિસ નેટ બેંકિંગને માટે ઉપયોગમાં લેવાય છે. સ્માર્ટફોનમાં તમે તમારા UPI પિનને જનરેટ કરો છો તો આ એક પ્રકારનો એકાઉન્ટ નંબર બની જાય છે. તેની મદદથી તમે બિલનું પેમેન્ટ કે તે સિવાયના ટ્રાન્ઝેક્શન કરી શકો છો. UPI એ કોઈ ચુકવણી ઍપ પર નાણાં ટ્રાન્સફર કરવા માટેની બેકિંગ સિસ્ટમ છે. Google Payમાં બેંક એકાઉન્ટ ઉમેરવા માટે તમારી બેંકે UPI સાથે કામ કરવું આવશ્યક છે.
તમારું UPI ID એક એવું ઍડ્રેસ છે જે UPI પર તમને ઓળખાવી શકે છે
આ રીતે કરો UPIનો ઉપયોગ

ઉલ્લેખનીય છે કે દરેક બેંકનું અલગ UPI એપ હોય છે. તમારા સ્માર્ટફોનના પ્લે સ્ટોરમાં જઈને તમે બેંકના યૂપીઆઈ એપને શોધીને તેને ડાઉનલોડ કરી શકો છો. તેને ઈન્સ્ટોલ કર્યા બાદ તેમાં સાઈન ઈન કરવાનું રહે છે. જ્યારે તમે તમારા બેકની ડિટેલ નાંખીને UPI એકાઉન્ટ પણ બનાવી શકે છો.
આ રીતે શોધી લો UPI આઈડી
પહેલાં ગૂગલ પે ખોલો
સૌથી ઉપર જમણી બાજુએ, તમારા ફોટા પર ટૅપ કરો.
બેંક એકાઉન્ટ પર ટૅપ કરો.
જેનું UPI ID તમે જોવા માગતા હો, તે બેંક એકાઉન્ટ પર ટૅપ કરો.
“UPI IDs” હેઠળ તમને સંકળાયેલું UPI ID જોવા મળશે.
જો તમારે તમારું યૂપીઆઈ આઈડી ચેન્જ કરવું છે તો કરો આ કામ
પહેલાં ગૂગલ પે ખોલો.
સૌથી ઉપર જમણી બાજુએ, તમારા ફોટા પર ટૅપ કરો.
ચુકવણી પદ્ધતિઓ પર ટૅપ કરો
જેનું UPI ID તમે જોવા માગતા હો, તે બેંક એકાઉન્ટ પર ટૅપ કરો.
તમે જેનો ઉપયોગ કરવાના છો, તે બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા UPI ID પર ટૅપ કરો
તમને જોઈતા UPI IDની બાજુમાં ‘+’ પર ટૅપ કરો
0 Response to "આ રીતે UPIની મદદથી હવે સરળતાથી કરી શકાશે પેમેન્ટ, જાણી લો પ્રોસેસ"
ટિપ્પણી પોસ્ટ કરો