આંખો પર આવતા સોજાને સામાન્ય ગણવાની ના કરશો ભૂલ, નહિં તો પાછળથી આવશે રોવાનો વારો
આંખમાં સોજો આવવાની ફરિયાદોને સામન્ય ગણશો નહિ. બિનજરૂરી પાણીના પડવાની સમસ્યાને અવગણશો નહીં. બ્રિટનની ટોચની ઇએનટી હોસ્પિટલ ‘ઑપ્ટિમેક્સ આઇ સર્જરી’ દ્વારા તાજેતરના અધ્યયનમાં આ સૂચવવામાં આવ્યું છે. સંશોધનકારોએ આ સમસ્યાઓ ટાઇપ -2 ડાયાબિટીઝના મુખ્ય લક્ષણોમાંની એક તરીકે ઓળખાવી છે. તેમણે કહ્યું હતું કે જો લાંબા સમય સુધી બ્લડ સુગરનું પ્રમાણ વધારે રહે તો દર્દીઓ ‘ડાયાબિટીસ આઇ સિન્ડ્રોમ’થી પીડાઈ શકે છે. આમાં આંખોમાં સોજો, બર્નિંગ અને પાણી નીકળવાની ફરિયાદની સાથે ગ્લુકોમા અને મોતિયાનો ખતરો દોઢ ગણો વધે છે. મુખ્ય સંશોધનકર્તા કેટરિના ટ્યુરિલના જણાવ્યા અનુસાર, જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય છે, ત્યારે આંખના કોષોમાં તરલ પદાર્થ જામવા લાગે છે. આ સ્થિતિ ગ્લુકોમાને જન્મ આપે છે, જેમાં રોશની ધીમે ધીમે નબળી થવા લાગે છે. ટ્યુરિલે કહ્યું કે આંખમાં તરલ પદાર્થ એકત્ર થવાને કારણે, લેન્સની આજુબાજુ સફેદ પડ જામવા લાગે છે. આ વ્યક્તિને મોતિયો થવાની સંભાવના છે. આ કારણ છે કે આંખની સમસ્યાઓની સારવાર માટે હોસ્પિટલમાં આવતા 40% દર્દીઓ ડાયાબિટીઝથી પીડાય છે.

ટ્યુરિલના જણાવ્યા મુજબ, રોશનીની દ્રષ્ટિએ આંખોમાં પ્રવાહીનું સંચય સારું નથી. આને અવગણીને, અંદરની નસોમાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે, જે અંધત્વનું કારણ બની શકે છે. શિયાળાની ઋતુમાં ત્વચાની સમસ્યાની સાથે-સાથે પફી આઇસ એટલે કે આંખોમાં સોજોની સમસ્યા પણ સામાન્ય જોવો મળે છે. મોડા સુધી કામ કરવાથી, ખરાબ ખાણીપીણી, ટેન્શન કે ભરપૂર પ્રમાણમાં ઊંધ લેવાથી આંખોની નીચે સોજો આવવા લાગે છે. જે તમારી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. આંખોના સોજાને દૂર કરવા માટે લોકો કેટલાક ઉપાયો કરે છે. પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
ટી બેગ્સ

ટી બેગ્સને ફ્રીજમાં રાખીને ઠંડી કરી લો અને તેને 5-10 મિનિટ સુધી આંખો પર રાખો. તેનાથી ન માત્ર સોજા દૂર થાય છે. તે આંખોની આસપાસની ત્વચાને ટાઇટ પણ કરશે. સાથે જ તેનાથી ડાર્ક સર્કલની સમસ્યા પણ ઓછી કરી શકાય છે.
એલોવેરા જેલ

એન્ટી ઇંફ્લેમેટ્રીન ગુણના કારણે એલોવેરા જેલથી પણ આંખાના સોજાને દૂર કરી શકાય છે જેના માટે એલોવેરા જેલને ફ્રીઝમાં ઠંડ કરીને થોડીક મિનીટ માટે આંખોની નીચે રાખો. તેનાથી સોજો ગાયબ થઇ જશે.
બટેટાની સ્લાઇસ

બટેટાની નાની સ્લાઇસ કટ કરીને ફ્રીઝમાં રાખી દો. ઠંડી થાય બાદ તેને આંખો પર 10-15 મિનીટ રાખો. તેની ઠંડકથી આંખોની નીચેના સોજા ગાયબ થઇ જશે. તમે ઇચ્છો તો બટેટાના રસને ઠંડો કરીને પણ લગાવી શકો છો.
કાકડીનો રસ

કાકડીની નાની સ્લાઇસ કરીને આંખ પર ઠંડી કરીને લગાવો. તેનાથી આંખોને ઠંડક મળે છે અને થાક પણ દૂર થઇ જાય છે. સાથે જ એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોવાના કારણે ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર થાય છે.
મોઢામાંથી દુર્ગંધ આવવી સારું નહિ

‘આઇઓએએસઆર જર્નલ ઓફ ડેન્ટલ એન્ડ મેડિકલ સાયન્સિસ’માં પ્રકાશિત એક અમેરિકન અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓમાં લોહીમાં જ નહીં, પરંતુ મોઢામાં પણ ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોઇ શકે છે. સૂક્ષ્મજીવ આ ગ્લુકોઝનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. તેઓ દાંત અને દાંતની વચ્ચે ઘર બનાવવાનું શરૂ કરે છે. તેનાથી દાંતમાં સડો થવા સાથે મોઢામાંથી તીવ્ર ગંધ આવવાની સમસ્યા થઈ શકે છે, જે વારંવાર સાફ કર્યા પછી પણ દૂર થતી નથી.
ગુપ્તાંગમાં બળતરાની સમસ્યા ગંભીર

અધ્યયનમાં, ગુપ્તાંગમાં બર્નિંગ, સોજો અને ખંજવાળની સમસ્યાને ગંભીરતાથી લેવાની સલાહ આપવામાં આવી હતી. સંશોધનકારોએ જણાવ્યું હતું કે જ્યારે લોહીમાં ખાંડનું સ્તર વધે છે, ત્યારે ગુપ્તાંગમાં અને તેના આસપાસના વિસ્તારોમાં સૂક્ષ્મજંતુઓ સરળતાથી થવા લાગે છે. આવી સ્થિતિમાં, સ્વચ્છતાની સાથે, બ્લડ શુગર ઘટાડવાનાં પગલાં પણ તેજ કરવા જોઈએ. ગળાના પાછળના ભાગમાં કાળી ફોલ્લીઓ, આંખો સામે અસ્પષ્ટતા, માથું હળવું થવાનો અહેસાસએ બ્લડ શુગર વધવાની નિશાની છે.
ડાયાબિટીસનો ડંખ

46.3 મિલિયન વૈશ્વિક વસ્તી ડાયાબિટીઝથી પીડિત હોવાનો અંદાજ છે
7.8 કરોડ દર્દીઓ દક્ષિણપૂર્વ એશિયામાં તેમાંથી 7.7 કરોડ ભારતીયો સામેલ
25% થી વધુ દર્દીઓ પોતાની બિમારીના સમાચારથી અજાણ છે
ડાયાબિટીઝના દર્દીઓ 2045 સુધીમાં 70 મિલિયન સુધી પહોંચી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આંખો પર આવતા સોજાને સામાન્ય ગણવાની ના કરશો ભૂલ, નહિં તો પાછળથી આવશે રોવાનો વારો"
ટિપ્પણી પોસ્ટ કરો