હજી તો કોરોનાનો ત્રાસ ખમ્યો નથી ત્યાં બીજી આ 16 બીમારીઓ દરવાજા પર, અને અન્ય 27 બીમારીઓ લાઈનમાં, જે મહામારી બનવા માટે છે સક્ષમ
છેલ્લા એક વર્ષથી આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. સૌપ્રથમ ચીનમાં શરૂ થયેલી આ બીમારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધી 27 લાખથી વધુ લોકોના મોત થયા છે અને વિશ્વમાં 12 કરોડથી વધારે લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે પણ હવે એક નવો બિહામણો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં 16 બીમારીઓ એવી દર્શાવવામાં આવી છે જે કોરોના વાયરસની જેમ જ કહેર વર્તાવી શકે છે.

તમને જણાવી દઈએ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના ગ્રૂપે આ માટેની ચેતવણી જાહેર કરી છે. CEPI નામના ગ્રૂપ કે જેને ફંડિંગ બિલ ગેટ્સ કરે છે એ ગ્રૂપે દુનિયાને ચતવણી આપી છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આ ખતરનાક બીમારી ખૂબ જ ઘાતક સાબિત થશે.
CEPI ગ્રુપના એક રિપોર્ટમાં જ જણાવ્યું છે કે 16 એવી બીમારીઓ છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ સિવાય 27 એવી બીમારીઓ પણ છે જે મહામારી બની શકે છે.

આ રિપોર્ટમાં કોરોનાવાયરસના અન્ય સ્વરૂપ જેવા કે SARS અને MERS ના જોખમને પણ દર્શાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર ફરીથી ફેલાઈ રહેલો કોરોના વાયરસ SARS અને MERSની સાથે મળી જશે તો ઘાતક બની શકે છે. જો આવું થયું તો માનવજાતિ પર મોટું જોખમ છે.આ રિપોર્ટમાં HIV અને Ebola જેવી બીમારીઓને ફરીથી પરત ફરવાની શંકાઓ પણ દર્શાવવામાં આવી છે.

Cryptosporidiosis ડાયરિયાનું એક સ્વરૂપ છે જે સૂક્ષમ પરજીવીથી ફેલાય છે. આ વાયરસ માણસ અને પશુના આંતરડામાં લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. સ્વિમિંગ પુલ, હોટ ટબ, જકૂજીમાં પણ તે મળી શકે છે.
બાળકોમાં આ બીમારી ઘાતક બની શકે છે. જેની ઈમ્યુન સિસ્ટમ નબળી હશે તેનું મોત પણ થઈ શકે છે. અનેક કેસમાં ચહેરા પર સોજા, મોઢા- નાક- ગુપ્તાંગથી લોહી નીકળવું અને દૌરા પડવાની સ્થિતિ બની શકે છે. 25 ટકા લોકોમાં બીમારી બાદ લોકો સાંભળવાની ક્ષમતા ખોઈ બેસે છે.

ઉંદરથી અનેક જૂનોટિક રોગ માણસોમાં ફેલાઈ શકે છે. વ્હાઈટ વાટર આરોયોથી કેલિફોર્નિયામાં 3 મહિલાના મોત થયા છે. આ જંગલમાં રહેતા ઉંદરથી ફેલાય છે.

આ બીમારીના ભોગ બનતા લોકોમાં તેમનું લીવર પણ ફેલ થાય છે. લાસા તાવ આફ્રિકાના અનેક ભાગમાં ફેલાયો છે. નાઈજિરિયામાં તેનાથી 144 લોકોના મોત થયા છે. ઉંદરથી ફેલાતી બીમારી હંતાવાયરસ વર્ષ 1993માં આવી તેમાં 36 ટકા મોત નક્કી છે. આ રીતે હિપેટાઈસીસ સીએ 2016માં 4 લાખ લોકોને ભરખી ગયો હતો.. મૈડ કાઉ, એચઆઈવી, બર્ડ ફ્લૂ અને ઈબોલાનું જોખમ પણ વધી રહ્યું છે.
0 Response to "હજી તો કોરોનાનો ત્રાસ ખમ્યો નથી ત્યાં બીજી આ 16 બીમારીઓ દરવાજા પર, અને અન્ય 27 બીમારીઓ લાઈનમાં, જે મહામારી બનવા માટે છે સક્ષમ"
ટિપ્પણી પોસ્ટ કરો