કોરોનાનો ડર: બોર્ડની પરીક્ષા પહેલા ખાસ રાખજો તમારા બાળકનું ધ્યાન…જો તાવ, શરદી, ખાંસી હશે તો તેમને બેસાડશે આ જગ્યા પર અને…
જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી હશે તો તેમણે બોર્ડની પરીક્ષામાં અલગ રૂમમાં બેસવું પડશે, દરેક કેન્દ્ર પર હશે સ્પેશિયલ રૂમ
ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા 4 મેથી શરૂ થશે, જેને લઈને શિક્ષણ વિભાગ અને તંત્ર સજ્જ થઈ રહ્યાં છે. કોરોના જેવા સમયમાં પરીક્ષા લેવામાં આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક નિયમ છે કે પરીક્ષા વખતે જો ક્લાસરૂમમાં બેસતાં પહેલાં કોઈ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે અને તે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર વધારે જણાશે તો તેને અલગ રૂમમાં પરીક્ષા આપવા માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોનાના કારણે પડેલા લાંબા અંતરાલ બાદ રાજ્યની મોટા ભાગની શાળાઓ શરૂ થઈ ગઈ છે. જો કે વિદ્યાર્થી અને શિક્ષકો માટે સ્કૂલમાં આવતાની સાથે જ સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે, જેમ કે એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી, પ્રવેશ પહેલાં ટેમ્પરેચર ચેક કરવું તેમજ હાથ સેનિટાઈઝ કરવા આ ઉપરાંત ફરજિયાત માસ્ક પહેરી રાખવું.
એવામાં હવે 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી હશે કે પછી વિદ્યાર્થીનું ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે,

વિદ્યાર્થીઓનું જે તે કેન્દ્રના ગેટ બહાર જ થર્મલગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને સાથે જ વિદ્યાર્થીઓને સેનેટાઇઝ પણ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીનું ટેમ્પરેચર 99 કરતાં વધુ હશે તો તેવા વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે અલગ રૂમમાં બેસાડાશે. આ માટે રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર એક અલગ રૂમ રાખવામાં આવશે, સાથે જ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે. અને એ જ પ્રમાણે તમામની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
જે શિક્ષકોને બોર્ડની પરીક્ષા દરમિયાન નિરીક્ષકની કામગીરી અપાશે તેમને અન્ય કોઈ વર્ગખંડની કામગીરી નહીં અપાય, સાથે જ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો સમય ન બગડે એ માટે દર 50 વિદ્યાર્થીઓ વચ્ચે એક થર્મલગનની વ્યવસ્થા કરાશે અને વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવશે.

પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓમાં ભીડ ન થાય એ માટે બધાને લાઈનમાં જ એન્ટ્રી આપવામાં આવશે તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવામાં આવશે.
પરીક્ષા માટે વિદ્યાર્થીઓને જે હોલ ટિકિટ આપવામાં આવશે, એની પાછળ કોરોના સંક્રમણથી બચવા માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ અંગેની માહિતી આપવામાં આવશે.
આ સિવાય પણ શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાંક પગલાં પણ હવે પછીના સમયમાં લેવામાં આવી શકે છે. અને પરીક્ષા સમયે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ એનું પાલન કરવું ફરજિયાત રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોનાનો ડર: બોર્ડની પરીક્ષા પહેલા ખાસ રાખજો તમારા બાળકનું ધ્યાન…જો તાવ, શરદી, ખાંસી હશે તો તેમને બેસાડશે આ જગ્યા પર અને…"
ટિપ્પણી પોસ્ટ કરો