કહાની એક અનોખા યુદ્ધની, જ્યાં જંગલી પક્ષિઓની સામે લડવા ઉતર્યા હતા આ દેશના સૈનિકો
ઇતિહાસનાં પાનામાં આપણને યુદ્ધની ઘણી કહાનીઓ વાંચવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય માણસો અને પક્ષીઓ વચ્ચેની લડાઈ વિશે સાંભળ્યું છે અથવા જોયું છે. તમે આ વાત થોડી અજીબગરીબ જરૂર લાગતી હશે. તમને જણાવી દઈએ કે આ રસિપ્રદ ઘટના 1932ની સાલની છે, જેના વિશે જે કોઈ પણ સાંભળે છે તે આશ્ચર્ય પામ્યા વિના રહેતા નથી.

હકીકતમાં, પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ઓસ્ટ્રેલિયન સરકારે કેટલાક સૈનિકોને નિવૃત થયા બાદ પુનર્વસન માટે જમીન આપી હતી. સૈનિકોને મળેલી જમીન પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં હતી. હવે સૈનિકો અહીં ખેડૂત બન્યા અને તેમની જમીનો પર ખેતી કરવાનું શરૂ કર્યું, પરંતુ થોડા સમય બાદ તેના પાક પર વિશાળકાય જંગલી પક્ષી ઇમુ દ્વારા હુમલો કરવામાં આવ્યો. અહીં સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે આ પક્ષીઓની સંખ્યા 2-4 નહીં પણ 20 હજારની નજીક હતી.
ઇમુનું ટોળું આવતું અને ખેડુતોના પાકનો વિનાશ કરીને જતુ રહેતુ

ઇમુનું ટોળું આવતું અને ખેડુતોના પાકનો વિનાશ કરીને જતુ રહેતુ. ફક્ત એટલુ જ તેઓએ ખેતરોની રક્ષા માટે જે ફેન્સીંગ લગાવી હતી, તેમને પણ તે પક્ષીઓએ તોડી નાખી હતી. જ્યારે આવું વારંવાર થવા લાગ્યું ત્યારે ખેડૂત બનેલા સૈનિકોનું પ્રતિનિધિમંડળ તેમની અરજીઓ સાથે સરકાર પાસે પહોંચ્યું. હવે. સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ખેડૂતોની સહાય માટે, તત્કાલીન ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાને મશીનગનથી સજ્જ સેનાની ટુકડી મોકલી.

2 નવેમ્બર, 1932નો દિવસ હતો. સરકાર દ્વારા મોકલેલા સૈન્યએ ઇમુઓને ભગાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે એક જગ્યાએ 50 ઇમુઓનુ ટોળું જોયું, પરંતુ જ્યારે તેમના પર મશીનગનથી એટેક કરવામાં આવે ત્યાં સુધીમાં પક્ષીઓનું ટોળું સમજી ગયું કે તેના પર હુમલો કરવામાં આવશે અને તેઓ મશીનગનની રેન્જથી ઝડપથી છટકી ગયા.
સૈનિકોએ લગભગ 1000 ઇમુઓનું ટોળું જોયું

આવું જ કંઈક 4 નવેમ્બર, 1932 ના રોજ થયું હતું. સૈનિકોએ લગભગ 1000 ઇમુઓનું ટોળું જોયું અને તેઓ તેમના પર ફાયરિંગ કરવા જઇ રહ્યા હતા કે મશીનગન જામ થઈ ગઈ. મશીનગન ફરી ઠીક થાય ત્યાં સુધીમાં મોટાભાગના ઇમુ ત્યાંથી ભાગી ગયા હતા. જો કે સૈનિકો દ્વારા લગભગ 12 ઇમુની હત્યા કરવામાં આવી હતી, પરંતુ આ ઘટના પછી ઇમુ ખૂબ સાવધ બની ગયા હતા.
તેઓ ત્યાથી ભાગી છૂટતા હતા

કહેવામાં આવે છે કે આ જંગલી પક્ષીઓએ સૈન્યના હુમલાથી બચવા માટે પોતાને નાના જૂથોમાં વહેંચી લીધા, અને દરેક જૂથની દેખરેખ રાખવા માટે એક ઇમુ રાખ્યો હતુો, જેથી તેમના પર હુમલો ન થાય અને જો કદાચ તેમના પર હુમલો થાય તે પહેલા બધાને સતર્ક કરી દે.જેથી બધા ત્યાંથી ભાગી જાય. આ સમય દરમિયાન તેણે પાકનો બગાડ કરતા રહ્યા, પરંતુ જ્યારે તેમને લાગતું કે તેમના પર હુમલો કરવામાં આવશે, ત્યારે તેઓ ત્યાથી ભાગી છૂટતા હતા.
20 હજાર ઇમુમાંથી તે માંડ માંડ 50 ને મારી શક્યા

છ દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં સૈનિકો દ્વારા આશરે 2500 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, પરંતુ 20 હજાર ઇમુમાંથી તે માંડ માંડ 50 ને મારી શક્યા. બાદમાં જ્યારે મીડિયાને આ ઘટનાઓ પર નજર પડી ત્યારે તેની ચર્ચા આખા દેશમાં શરૂ થઈ અને સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું.

આખરે સરકારે સેનાને પાછી બોલાવી. પરંતુ જ્યારે ખેતરો પર ઇમુના હુમલા વધુ ઝડપી બન્યા. આવી સ્થિતિમાં સેનાએ 13 નવેમ્બરથી ફરીથી કામગીરી શરૂ કરી હતી.
આ ઘટનાને ધ ગ્રેટ ઇમુ વોરના નામથી ઓળખવામાં આવે છે

જો કે, છેલ્લી વખતની જેમ આ વખતે પણ પક્ષીઓએ સૈનિકોને ભારે લલચાવ્યા અને તેમને હરાવવા અને ત્યાથી પરત ફરવાની ફરજ પડી. એવું કહેવામાં આવે છે કે સેના દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનના પ્રભારી, મેજર મુર્દિથે કહ્યું હતું કે જો તેની પાસે પણ ઇમુ પક્ષીઓની એક ડિવિજન હોત અને તે ગોળીબાર કરી શકતા હોત તો તે વિશ્વની કોઈપણ સૈન્યનો સામનો કરી શકે છે. આ ઘટનાને ‘ઇમુ વોર’ કે ‘ધ ગ્રેટ ઇમુ વોરના નામથી ઓળખવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કહાની એક અનોખા યુદ્ધની, જ્યાં જંગલી પક્ષિઓની સામે લડવા ઉતર્યા હતા આ દેશના સૈનિકો"
ટિપ્પણી પોસ્ટ કરો