અનોખો વિશ્વ રેકોર્ડ: આ મહિલાએ ઉકળતા લાવા ભરેલા જવાળામુખીને દોરડા વડે કર્યો પાર, તસવીરો જોઇને બોલી ઉઠશો OMG!
લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે કંઇ કરતા હોય છે. જો કોઈ તેના વાળ વધારી લેશે, તો કેટલાક નખ વધારી લેશે અથવા કોઈ આગને પણ ઓળંગી જાય છે. આવું જ કંઈક આફ્રિકન દેશ ઇથોપિયામાં જોવા મળ્યું છે. ખરેખર, અહીં અફાર પ્રાંતમાં એક ખતરનાક જ્વાળામુખી છે, જ્યાં ઉકળતો લાવા સતત વહેતો રહે છે.
લાવાના તળાવની રચના થઈ છે

આને કારણે અહીં લાવાના તળાવની રચના થઈ છે, જ્યાંનું તાપમાન કોઈ પણ વસ્તુને ક્ષણવારમાં ઓગાળી દેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કરીના ઓલિયાની નામના એક સાહસી મહિલાએ દોરડાની મદદથી આ લાવા ભરેલા તળાવને પાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
કરીના ઓલિયાનીએ જે એર્ટા આલે જ્વાળામુખીને પાર કર્યો

ખરેખર, કરીના ઓલિયાનીએ જે એર્ટા આલે જ્વાળામુખીને પાર કર્યો છે તેના ઉપર એક ખાસ પ્રકારની દોરી લગાવામાં આવી હતી. આ સિવાય તેણે એક વિશેષ પ્રકારનો સૂટ, હેલ્મેટ અને ઓક્સિજન સિલિન્ડર લગાવ્યો હતો. આ સાથે, તે આશરે 329 ફૂટની ઉંચાઇથી ઉકળતા લાવા ઉપરથી પસાર થઈ. અહેવાલો અનુસાર, તે સમયે તાપમાન લગભગ 1187 ડિગ્રી સેલ્સિયસ હતું, જે એક ક્ષણમાં કોઈ પણ વ્યક્તિને ઓગાળીને ક્ષણવારમાં આ દુનિયામાંથી તેનું નામોનિશાન મિટાવી શકે છે.
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું નામ

આ ખતરનાક અને આશ્ચર્યજનક કાર્ય કર્યા બાદ કરીના ઓલિયાનીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. ગિનીસ બુક મુજબ, કરીનાએ પહેલેથી જ એર્ટા અલે જ્વાળામુખીની મુલાકાત લેવાનું મન બનાવી લીધું હતું, પરંતુ તેને ત્યાંના ભય વિશે કોઈ ખ્યાલ નહોતો. જો કે, બાદમાં તેને કેનેડિયન રિગિંગ નિષ્ણાત ફ્રેડરિક શૂટે મદદ કરી હતી, જેના કારણે તે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકી.
કરિના ઓલિયાનીએ ઘણા આશ્ચર્યજનક કામ કર્યા છે

મીડિયા રિપોર્ટ અનુસાર કરિના ઓલિયાનીએ ઘણા આશ્ચર્યજનક કામ કર્યા છે. તે વિમાનની પાંખ પર ઉભી રહીને આકાશમાં ઉડે છે અને ખતરનાક શાર્ક માછલી અને વ્હેલની સાથે પાણીમાં તરે છે. આટલું જ નહીં, તેમણે એનાકોન્ડા સાથે પણ પાણીમાં કરતબો કર્યા છે. તેણે તરણ સંબંધિત કેટલાક ખાસ પ્રકારના કોર્ષ પણ કર્યા છે. આ સિવાય તેની પાસે પાઇલટ ટ્રેનિંગનું લાઇસન્સ પણ છે. તે આરામથી હેલિકોપ્ટર ઉડાવી શકે છે. કરિના ઓલિયાને હંમેશા કઈક અલગ કરવાનો શોખ છે. જેના માટે તે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતી નથી. એક મહિલા હોવા છતા તે એવા પરાક્રમો કરે છે જેને જોઈને ભલભલા પુરૂષો પણ મોઢામાં આંગળી નાખી જાય છે.
0 Response to "અનોખો વિશ્વ રેકોર્ડ: આ મહિલાએ ઉકળતા લાવા ભરેલા જવાળામુખીને દોરડા વડે કર્યો પાર, તસવીરો જોઇને બોલી ઉઠશો OMG!"
ટિપ્પણી પોસ્ટ કરો