સ્કિન બહુ શ્યામ પડી ગઇ છે? તો આ ફળોની છાલ તમારા માટે છે બેસ્ટ, જાણો ગ્લો લાવવા માટે કેવી રીતે કરશો ઉપયોગ
લોકો ચહેરાની ત્વચાને યુવાન રાખવા અને તેનો ગ્લો જાળવવા માટે દરેક ઉપાયો અપનાવે છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિ યુવાન અને સ્માર્ટ દેખાવા માંગે છે અને તે માટે તમારે એક પરફેક્ટ લુક હોવો જ જોઇએ. ત્વચાનો ગ્લો અને તેની સોફ્ટનેસ તમને યુવાન દેખાવામાં મદદ કરે છે. ત્વચાને ગ્લોઇંગ રાખવા માટે, એક તરફ તમારે કુદરતી વસ્તુઓની જરૂર હોય છે, જ્યારે તંદુરસ્ત આહાર પણ આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળો અને રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય જ છે, પરંતુ આ ફળોની છાલ ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. ફળોની છાલ ફેંકી દેવાને બદલે, તમે તેને ઘરે બ્યુટી પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકો છો. ફળની છાલમાં પોષક તત્વો પણ હોય છે જે ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે મદદગાર સાબિત થઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ એ પાંચ ફળો વિશે જેની છાલ તમારી ત્વચાને એક અલગ દેખાવ આપે છે અને તમારી ત્વચા ગ્લોઈંગ બનાવે છે.
કેળા

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ઘણું હોય છે. ત્વચાથી વાળ સુધી તેનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. કેળાની છાલ ફેંકો નહીં, તેના રેસા કાઢો અને તેમાં એલોવેરા જેલ નાખો અને તેને આંખોની આસપાસ લગાવવાથી ડાર્ક-સર્કલ ઓછા થાય છે. તે જ સમયે, ચેહરાને ગ્લોઈંગ બનાવવા માટે કેળાની છાલ ચેહરા પર ઘસો, ત્યારબાદ ચેહરા પર ગુલાબજળ લગાવો અને તેને 15 મિનિટ માટે રહેવા દો. પછી તમારો ચેહરો ધોઈ લો. તમને તરત જ તફાવત જોવા મળશે. કેળાની છાલનો ઉપયોગ કરવાથી પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે.
દાડમ
દાડમ ખાધા પછી લોકો તેની છાલ ફેંકી દે છે, પરંતુ શું તમે જાણો છો કે આ છાલમાં ઘણા ગુણધર્મો છે. આ છાલ સૂકાઈ જાય, ત્યારે ઘરે રહીને આરામથી આ છાલની મદદથી ફેશિયલ કરી શકાય છે. આ માટે દાડમની છાલને તડકામાં સુકાવીને પાવડર બનાવો. આ પાવડરમાં લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને ફેસ પેક બનાવો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તમારા ચેહરાને હળવા પાણીથી ધોઈ લો. આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે. આ ફેસ-પેકનો ઉપયોગ કરવાથી ચેહરા પરની કરચલીઓ અને પિમ્પલ્સ દૂર થાય છે.
પપૈયા

પપૈયાની છાલ પણ ખૂબ ફાયદાકારક છે. પપૈયામાં આલ્ફા હાઇડ્રોક્સિ એસિડ હોય છે, તેથી તે શુષ્ક ત્વચાને ભેજ આપે છે. આની મદદથી સ્કિન ટોન પણ હળવા કરી શકાય છે. જો ચહેરા પર ટૈનિંગ થઈ ગઈ હોય તો પપૈયાની છાલને પીસી લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને થોડા સમય પછી તમારો ચેહરો ધોઈ લો. આ કરવાથી, ચહેરાની ડેડ ત્વચા તેમજ ટેનિંગ દૂર થઈ જશે અને ચેહરા પર તરત જ ગ્લો આવશે.
નારંગી

નારંગીની છાલનો ઉપયોગ કરવો એ સૌથી સામાન્ય રીત છે. આ માટે નારંગીની છાલને તડકામાં સુકવો અને તેને પીસી લો. હવે આ પાઉડરમાં હળદર મિક્સ કરો અને તેમાં ગુલાબજળ ઉમેરીને એક પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને ચેહરા પર લગાવો, જયારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સાદા પાણીથી તમારો ચેહરો ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ દિવસનો આ પેસ્ટનો ઉપયોગ કર્યા પછી, તેની અસર તમારા ચેહરા પર જોવા મળશે. નારંગીની છાલ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા પણ દૂર કરે છે. તેની છાલમાં બળતરા વિરોધી, એન્ટિ-ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે પિમ્પલ્સ અને ખીલ સામે લડવામાં મદદગાર છે. આ માટે, દહીંમાં નારંગીની છાલના પાવડરની સમાન માત્રામાં મિશ્રણ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટથી ચહેરા અને ગળા પર મસાજ કરો. ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો. આ ઉપાયથી પણ તમારી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા દૂર થશે, સાથે ચેહરા પર ગ્લો પણ આવશે.
સફરજન

કહેવાય છે ને કે એક સફરજન તમને ડોક્ટરથી દૂર રાખે છે. તેવી જ રીતે તેની છાલ પણ આપણી ત્વચા માટે ફાયદાકારક છે. સફરજનની છાલ ત્વચાને સુધારવામાં મદદ કરે છે. આ માટે એક પેનમાં પાણી નાખો અને તેમાં સફરજનની છાલ ઉમેરીને ગેસ પર ઉકળવા રાખો. હવે આ પાણીમાંથી સફરજનની છાલ કાઢો અને તમારા ચહેરાને આ પાણીથી ધોઈ લો. સફરજનમાં હાજર એન્ટીઓકિસડન્ટો ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે. આ સિવાય સફરજનની છાલના પાવડરમાં ઓટ્સ અને દહીં મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટથી ચેહરા પર મસાજ કરો. ત્યારબાદ તમારો ચહેરો પાણીથી ધોઈ લો. આ પેસ્ટ પણ ચેહરાની દરેક સમસ્યા દૂર કરે છે અને ત્વચા પર ગ્લો જાળવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "સ્કિન બહુ શ્યામ પડી ગઇ છે? તો આ ફળોની છાલ તમારા માટે છે બેસ્ટ, જાણો ગ્લો લાવવા માટે કેવી રીતે કરશો ઉપયોગ"
ટિપ્પણી પોસ્ટ કરો