કોરોના કાળમાં આ ધંધો છે સૌથી બેસ્ટ, શરૂ કરો આજે અને રોજના 4000 રૂપિયાની કરો કમાણી, ફટાફટ જાણી લો આ બિઝનેસ વિશે
જો તમે કે તમારા સંબંધીમાંથી કોઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તો અમે તમને આ આર્ટિકલમાં એક એવા બિઝનેસ વિશે વાત કરવાના છીએ જેને શરૂ કર્યા બાદ તમે સારી એવી આવક મેળવી શકશો. આ આર્ટિકલમાં આપણે વાત કરવાના છીએ કેળાની વેફર્સના બિઝનેસની. કેળાની વેફર્સ સ્વાસ્થ્ય માટે પણ સારી ગણાય છે અને ઘણા લોકો કેલ્શિયમની આપૂર્તિ માટે નિયમિત કેળાની વેફર્સ ખાય છે. વળી, ઘણા લોકો ફરાળ વગેરેમાં પણ વેફર્સનું સેવન કરતા હોય છે જેથી બજારમાં વેફર્સની માંગ રહેતી જ હોય છે. પરંતુ બટાટાની વેફર્સની સરખામણીએ કેળાની વેફર્સનું ચલણ ઓછું છે જેથી મોટી મોટી કંપનીઓ કેળાની વેફર્સ બનાવવામાં રસ નથી લેતી. અને આ માટે જ આ બિઝનેસમાં નાના પાયે પણ ઝંપલાવી શકાય છે.
કેળાની વેફર્સનો બિઝનેસ શરૂ કરવા માટેનો સામાન

કેળાની વેફર્સનો બિઝનેસ શરૂ કરવા માટે અલગ અલગ પ્રકારના મશીનોની જરૂર પડે છે. અને કાચા માલ તરીકે મુખ્યત્વે કાચા કેળા, નમક, ખાદ્ય તેલ તથા અન્ય મસાલાઓની જરૂર પડે છે. આ બિઝનેસમાં મુખ્ય જે મશીનોની આવશ્યકતા રહે છે તે આ મુજબ છે.

કેળા ધોવા માટેનો ટાંકો અને કેળા છીલવાનું મશીન
કેળાની પાતળી વેફર્સ (સ્લાઈસ) પાડવાનું મશીન
કેળાની સ્લાઈસ તળવા માટેનું મશીન
વેફર્સમાં મસાલા વગેરે ભેળવવા માટેનું મશીન
પ્રાયોગિક ઉપકરણ
ક્યાંથી ખરીદવા આ મશીન

કેળાની વેફર્સનો બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મશીન તમે ઓનલાઇન https://ift.tt/1TqjAkU અથવા https://ift.tt/2ESaZoT પરથી ખરીદી શકો છો. આ મશીન રાખવા માટે તમારે ઓછામાં ઓછી 4 થી 5 હજાર સ્કવેર ફૂટની જગ્યા જોઈશે. આ મશીન તમને અંદાજે 28 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીમાં મળી જશે.
50 કિલો કેળાની વેફર્સ બનાવવાનો ખર્ચ શું થાય ?

50 કિલો કેળાની વેફર્સ બનાવવા માટે તમારે ઓછામાં ઓછા 120 કિલો કેળાની જરૂર પડશે. 120 કિલો કેળા તમને લગભગ 1000 રૂપિયાની કિંમત સુધીમાં મળી જશે. સાથે જ 12 થી 15 લીટર ખાદ્ય તેલની પણ જરૂર પડશે જેનો ખર્ચ અંદાજે 70 રૂપિયા લીટર લેખે 1050 આસપાસ થશે. ચિપ્સ ફ્રાયર મશીન માટે પ્રતિ એક કલાક 10 થી 11 લીટર ડીઝલ જોઈશે જે 80 રૂપિયા લીટર લેખે ગણીએ તો 900 રૂપિયામાં પડે. નમક અને મસાલાના વધુમાં વધુ ગણીએ તો 150 રૂપિયા. એટલે કે એક કિલો કેળાની વેફર્સ પેકેટ પેકીંગ ખર્ચ ગણીને 70 રૂપિયામાં પડે. જેને તમે સરળતાથી ઓનલાઇન કે કરિયાણાની દુકાને 90 થી 100 રૂપિયા કિલોના ભાવે વેંચી શકો.
1 લાખ રૂપિયા સુધીનો નફો કમાઈ શકો

જો તમે 1 કિલો કેળાની વેફર્સ પર 10 રૂપિયા નફાનો ગાળો રાખીને વિચારો તો તમે એક દિવસના 4000 રુઓઈય સરળતાથી કમાઈ શકો. એટલે કે મહિને 30 ના બદલે 25 દિવસ કામ કરો તો પણ તમારો કેળાની વેફર્સનો બિઝનેસ તમને 1 લાખ રૂપિયા જેવો નફો કરાવી શકે.
0 Response to "કોરોના કાળમાં આ ધંધો છે સૌથી બેસ્ટ, શરૂ કરો આજે અને રોજના 4000 રૂપિયાની કરો કમાણી, ફટાફટ જાણી લો આ બિઝનેસ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો