ઓનલાઈન પ્રોસેસની મદદથી ફક્ત 19 રૂપિયામાં મેળવી લો 819 રૂપિયાનો સિલિન્ડર, જાણો કેવી રીતે કરશો એપ્લાય
દેશમાં એક તરફ કોરોના મહામારીના કારણે લોકોના આર્થિક બજેટ ખોરવાયા છે ત્યારે ગેસ સિલિન્ડરના વધતા ભાવથી પણ લોકો પરેશાન થઈ ચૂક્યા છે. આ સમયે ગેસના ભાવથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રયાસ કરી રહ્યા છે. તો તમે પણ જાણો કે 819 રૂપિયામાં મળતો ગેસનો સિલિન્ડર તમે કઈ રીતે 19 રૂપિયામાં મેળવી શકો છો અને કઈ એપ તેમાં તમારી મદદ કરી શકે છે અને શું છે તેની ખાસ પ્રોસેસ.

જી હા તમે જે પેટીએમ એપનો રોજ કોરોના મહામારીમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગ કરો છો તેની જ વાત થઈ રહી છે. જો તમારા ફોનમાં પેટીએમ એપ છે તો તમને આ ગેસ સિલિ્ડરના બુકિંગમાં સરળતા રહે છે અને સાથે જ તમને 800 રૂપિયાનું કેશબેક પણ મળી શકે છે. એટલે કે તમે 819 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 19 રૂપિયામાં સરળતાથી મેળવી શકો છો. તો જાણો પ્રોસસ.

વધતી મોંઘવારીની સાથે સાથે 2021ના વર્ષમાં દેશમાં ગેસની કિંમતમાં 2કુલ 225 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. આ સમયે દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા પ્રતિ 14.2 કિલોના સબ્સિડી વાળા સિલિન્ડર માટે રાખવામાં આવી છે. પરંતુ પેટીએમ એપ તમારા માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. તેની મદદથી તમે આ 819 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 19 રૂપિયામાં સરળતાથી મેળવી શકો છો. એટલે કે તમારા ખિસ્સામાં સીધા 800 રૂપિયા એપમાં કેશબેકના રૂપમાં પરત આવે છે. તમે તે કેશબેકની કૂપનને 7 દિવસમાં યૂઝ કરી શકો છો.

જો તમારા મોબાઈલમાં પેટીએમ એપ નથઈ તો તમે આજે જ તેને ડાઉનલોડ કરી લો તે જરૂરી છે. પેટીએમ એપની મદદથી એલપીજી સિલિન્ડર બુક કરીને તમે 800 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. દેશના અનેક ભાગમાં જ્યાં એલપીજી સિલિન્ડર સબ્સિડીના પછી 819 રૂપિયાનો ભાવ નક્કી થયો છે. એવામાં પેટીએમ ખાસ કેશબેકનો લાભ આપી રહ્યું છે. જેનાથી ગેસ સિલિન્ડર ખરીદનારા લોકોને મોટો ફાયદો થશે અને તેમને ફક્ત 19 રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળી રહેશે. આ ઓફરની મદદથી તેમનો આર્થિક બોજ હળવો થશે.
આ રીતે મળી શકે છે તમને પણ પેટીએમની ઓફરનો લાભ
જો તમારા ફોનમાં પેટીએમ એપ નથી તો તમે તેને પહેલા તો તરત ડાઉનલોડ કરો.

આ પછી પેટીએમ એપમાં જઈને શો મોર પર ક્લિક કરો.
હવે રિચાર્જ અને પે બિલ્સના ઓપ્શન પર જાઓ.
અહીં બુક અ સિલિન્ડર ઓપ્શનને પસંદ કરો.
આ પછી તમે તમારી ગેસ કંપની એટલે કે ભારત ગેસ, ઇન્ડેન ગેસ કે એચપી ગેસ કંપનીને પસંદ કરો.
હવે અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે તમારા એલપીજી આઈડીને ભરો.
આ પછી તમને રૂપિયા ભરવાનું એક ઓપ્શન દેખાશે.
આ પેમેન્ટ કરતા પહેલા યાદ રાખો કે પહેલી ઓફર પર ‘FIRSTLPG’ પ્રોમો કોડ ભરો.
Get up to ₹800 cashback while booking your #Indane LPG refill on @Paytm. Book now: https://t.co/ppQr6a97In
Terms & Conditions Apply #LPGBooking pic.twitter.com/7YLyEBOKnP— Indian Oil Corp Ltd (@IndianOilcl) April 22, 2021
આ કોડ ભરશો તો જ તમને આ ઓફરનો લાભ મળશે. માટે આ કામ કરવાનું ભૂલશો નહીં. 800 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલી વાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરનારા ગ્રાહક જ મેળવી શકે છે. અહીં આપને જણાવી દઈએ કે કેશબેકની આ ઓફરને તમારે તમારા સ્ક્રેચ કાર્ડમાં ચેક કરવાની રહે છે. તમે જ્યારે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરો છો તેના 24 કલાકમાં તમને કેશબેકની સ્ક્રેચ કૂપન મળે છે. આ કૂપનને તમે 7 દિવસમાં યૂઝ કરી શકો છો. જો આ સમય જતો રહેશે તો તમારી કૂપન બેકાર થઈ જશે.
0 Response to "ઓનલાઈન પ્રોસેસની મદદથી ફક્ત 19 રૂપિયામાં મેળવી લો 819 રૂપિયાનો સિલિન્ડર, જાણો કેવી રીતે કરશો એપ્લાય"
ટિપ્પણી પોસ્ટ કરો