અનુરાગ બાસુ યાદ કરી રહ્યા છે શિલ્પા શેટ્ટીને, ક્યારે પરત ફરશે શિલ્પા શેટ્ટી.

ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર 4ના જજ ફિલ્મ મેકર અનુરાગ બાસુ એમની મનગમતી એક્ટ્રેસ અને શોની જજ રહેલી શિલ્પા શેટ્ટીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. એટલું જ નહિ અનુરાગ ઈચ્છે છે કે શિલ્પા શેટ્ટી જેમ બને એમ જલ્દી શોમાં પરત ફરે અને ફરીવાર એક પરિવારની જેમ આ શોની રોનક વધારે.

શોમાં શિલ્પાને યાદ કરી રહ્યા છે અનુરાગ બસુ.

image source

એક વાતચીત દરમિયાન શોના જજ અનુરાગ બસુએ કહ્યું કે હા અમે શિલ્પાને સેટ પર મિસ કરી રહ્યા છે, હું જ નહીં આખી ટીમ એમને દિલથી યાદ કરી રહ્યા છે. અમારા બધાની વચ્ચે એક બોન્ડિંગ બની ગયું છે. ફકત અમે ત્રણ જજ જ નહીં પણ આ શોથી જોડાયેલા લોકો સાથે પણ અમારું સારું બોન્ડ છે

આ અમારી એક નાનકડી ફેમીલી છે અને જ્યારે કોઈ એક ન હોય તો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. શિલ્પા અમારી ખૂબ જ નજીક છે.

અનુરાગે પૂછ્યું કે શોમાં ક્યારે પરત ફરી રહી છે

image source

શિલ્પા શેટ્ટીના કમબેક અને એમના સંપર્ક કરવા વિશે પૂછવા પર અનુરાગ બસુએ કહ્યું કે મને એ વિશે નથી ખબર કે શિલ્પા ક્યારે પાછી આવશે. જો કે મેં એમને મેસેજ કર્યો હતો કેં તમે ક્યારે પાછા આવશો? પણ એમને એ વિશે કોઈ રીપ્લાય નથી આપ્યો. એટલે તો મને નથી ખબર કે એ ક્યારે આવશે પણ આશા રાખીએ કે શિલ્પા શોમાં જેમ બને એમ જલ્દી પાછી આવે.

જાણી લો કેમ છે શોથી દુર શિલ્પા શેટ્ટી?

image source

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ છેલ્લા થોડા દિવસથી સોશિયલ ડિસ્ટનસિંગ બનાવી રાખ્યું છે. જ્યારથી એમના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા અશ્લિલ ફિલ્મ બનાવવા અને એને બતાવવાના આરોપમાં અરેસ્ટ થયા છે ત્યારથી શિલ્પા શેટ્ટી પબ્લિક અપીયરન્સથી બચી રહી છે..એટલું જ નહીં એમને ડાન્સિંગ રિયાલિટી શોથી પણ અંતર બનાવી લીધું છે. શિલ્પા શેટ્ટી આ શોમાં જજ તરીકે દેખાઈ રહી હતી.

કોવિડ 19 ફંડ રેઝર કાર્યક્રમમાં દેખાઈ શિલ્પા શેટ્ટી.

15 ઓગસ્ટને રવિવારે રાજ કુન્દ્રાના અરેસ્ટ પછી શિલ્પા શેટ્ટી પહેલીવાર પબ્લિકલી દેખાઈ હતી. એ દિવસે એમને એક કોવિડ 19 ફંડ રેઝર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એ દરમિયાન શિલ્પા શેટ્ટીએ યોગ, પ્રાણાયામ વિશે પોતાના લોકોને જાણકારી આપતી દેખાઈ હતી.

શિલ્પા શેટ્ટી પછી સુપર ડાન્સરમાં દેખાયા આ ગેસ્ટ જજેસ.

image source

તમને જણાવી દઈએ કે સુપર ડાન્સર 4 ટીવીનો સૌથી ફેવરિટ રિયાલિટી શોમાંથી એક છે. શિલ્પા શેટ્ટીની ગેરહાજરીમાં શોમાં અત્યાર સુધી કરિશ્મા કપૂર, સોનાલી બેન્દ્રેથી લઈને રિતેશ દેશમુખ અને જેનેલિયા ડીસુઝા સહિત ઘણા સેલેબ્સ ગેસ્ટ જજ તરીકે દેખાઈ ચુક્યા છે.

Related Posts

0 Response to "અનુરાગ બાસુ યાદ કરી રહ્યા છે શિલ્પા શેટ્ટીને, ક્યારે પરત ફરશે શિલ્પા શેટ્ટી."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel