માનવતા મરી રહી છે: કોરોના પોઝિટિવ પિતાને રસ્તા પર છોડીને જતો રહ્યો દિકરો, અને આખરે આ રીતે થયું કરુણ મોત
માનવતા મરી રહી છે: મુઝફ્ફરપુર સદર હોસ્પિટલ સંકુલમાં રસ્તા પર કોરોના પોઝિટિવ પિતાને માર્ગ પર છોડી જતો રહ્યો દીકરો!
કોરોના રોગચાળામાં દરરોજ આવી તસવીરો સામે આવી રહી છે, જે માનવતાને પણ અપમાનિત કરે છે. શનિવારે સાંજે મુઝફ્ફરપુરની સદર હોસ્પિટલમાંથી એક તસવીર પણ આવી હતી, જેને જોઈને તમે પણ વિચારવા મજબૂર થશો કે આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છીએ. હકીકતમાં, અહીં એક કોરોના પોઝિટિવ માતાપિતાને કળયુગના પુત્ર અને તેની પત્ની હોસ્પિટલના પરિસરમાં રસ્તા પર છોડીને ભાગી ગયા હતાં.

દેશમાં કોરોનાની બીજી લહેર દિવસે ને દિવસે ખતરનાક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3 લાખ 54 હજાર 533 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી હતી. વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કેસનો આ આંક સૌથી વધુ છે. આ દરમિયાન 2,806 લોકોનાં મોત થયાં. રાહતની વાત છે કે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 2 લાખ 18 હજાર 561 લોકો સાજા થયા હતા.
મુઝફ્ફરપુર ટાઉનના દમુચકમાં રહેતા અર્જુન ઓઝા બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ થયા હતા. જ્યારે સ્થાનિક લોકોએ દબાણ કર્યું તો તેમના ખર્ચે સરકારી શિક્ષક દીકરાએ એમ્બ્યુલન્સ મગાવી તેમને સદર હોસ્પિટલ મોકલી દીધા હતા. તેમની સાથે પત્ની હતાં. બાદમાં દીકરો અને વહુ પણ હોસ્પિટલ આવવા નીકળ્યાં હતાં. માર્ગમાં કંઈક બહાનું બનાવીને માતા-પિતાને છોડીને તેઓ નીકળી ગયા હતા. એમ્બ્યુલન્સ ડ્રાઈવરે જોયું તો તે પણ અર્જુનને માર્ગ પર ઉતારીને જતો રહ્યો.

વીડિયો વાઇરલ થયો તો જિલ્લા વહીવટીતંત્રને જાણ થઈ
માર્ગ પર તડપી રહેલા અર્જુન ઓઝાનો કોઈએ વીડિયો બનાવ્યો. થોડીવારમાં આ વીડિયો વાઇરલ થઈ ગયો. ત્યાર બાદ કોઈએ મુઝફ્ફરપુર DMને જાણ કરી. ત્યાર બાદ DMના આદેશથી અર્જુન ઓઝાને માર્ગ પરથી ઉઠાવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અર્જુનની સ્થિતિ ખરાબ થતાં જોઈ હોસ્પિટલ સ્ટાફે તેમને શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH)માં રેફર કર્યાં. તેમના પેપર ડોક્યુમેન્ટની પ્રક્રિયામાં બપોરથી સાંજ સુધીનો સમય થઈ ગયો. અર્જુને SKMCH પહોંચતાં પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.

બે દિવસ અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
અર્જુન ઓઝા પાસે રહેલાં તેમનાં પત્નીએ જણાવ્યું કે તેમને બે દીકરા છે. એક સરકારી શાળામાં શિક્ષક છે. હાવડામાં પણ તેમને મકાન છે. અર્જુન ઓઝા ચાલી શકતા ન હતા. બે દિવસ અગાઉ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માટે તેમની સારવાર ઘરમાં ચાલી રહી હતી.

એક્ટિવ દર્દીઓ હવે 28 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા 28 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલમાં 28 લાખ 7 હજાર 333 દર્દી સારવાર લઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "માનવતા મરી રહી છે: કોરોના પોઝિટિવ પિતાને રસ્તા પર છોડીને જતો રહ્યો દિકરો, અને આખરે આ રીતે થયું કરુણ મોત"
ટિપ્પણી પોસ્ટ કરો