જીભ અને મોઢામાં વારેઘડી પડતા ચાંદાથી રાહત મેળવવા કરી લો આ અકસીર અને ઘરેલૂ ઉપાયો
ગરમીની સીઝન આવી છે અને હવે તમે જો તળેવું ્ને મસાલેદાર ભોજન કરો છો તો શક્ય છે કે ગરમીના કારણે તમારા મોઢામાં ચાંદા પડે કે જીભ પર ચાંદા પડે. આ સમયે તમને તેમાં દર્દ પણ અનુભવાય છે. એવામાં તમે તેને હટાવવા માટે અનેક પ્રયાસ કરી લેતા હોવ છો. સૌથી પહેલા સમજવું જરૂરી છે કે મોઢામાં ચાંદા શા માટે પડે છે. જ્યારે તમારું પાચન ખરાબ હોય છે અને તમને કબજિયાતની સમસ્યા રહે છે ત્યારે તમારા મોઢામાં ચાંદા થઈ જાય છે. આ સિવાય અનેક વાર મસાલેદાર ભોજન અને ઓઈલી ફૂડ ખાવાથી પણ ગરમ તાસીરની ચીજો વધારે ખાઈ લેવાથી મોઢામાં ચાંદાની સમસ્યા જોવા મળે છે. એવામાં જો તમે કેટલાક સરળ અને ઘરેલૂ ઉપાયો કરી લો છો તો તમને રાહત મળે છે.
અલોવેરા જેલ કરશે મદદ

પોતાના મોઢામાં થતા ચાંદાને તમે અલોવેરા જેલની મદદથી દૂર કરી શકો છો. સૌ પહેલા અલોવેરા જેલને મોઢા પરના ચાંદા પર લગાવો. આ ઉપાયથી તમને ઠઁડક મળશે અને સાથે જ ચાંદા સારા થશે.
બરફ આપશે ઠંડક
અનેક વાર મોઢામાં ચાંદા થાય છે ત્યારે તે પેટની ગરમીના કારણે થતા હોય છે. એવામાં તમે તેનાથી છૂટકારો મેળવવા માટે બરફનો ઉપયોગ કરો તે યોગ્ય રહે છે. આ માટે બરફના ટુકડાને જીભ પર હળવા હાથે ઘસો અને સાથે જ્યારે લાળ ટપકે ત્યારે તેનાથી તમને રાહત મળશે.
લીલી એલચી કરશે કમાલ

લીલી એલચી તમારા મોઢાના ચાંદાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. આ સિવાય એલચીના દાણાને બારીક પીસી લો અને સાથે તેમાં મધના ટીપાં લગાવો. આ પછી આ પેસ્ટને તેના ચાંદા પર લગાવી લો. તેનાથી મોઢાની ગરમી દૂર થશે અને સાથે તમારા ચાંદા સાજા થવામાં મદદ મળશે.
હળદર છે ઉપયોગી
હળદરના ઉપયોગથી મોઢાના ચાંદામાં આરામ મળે છે. આ માટે થોડી હળદરને પાણીમાં ઉકાળો અને પછી આ પાણીથી સવારે અને સાંજે કોગળા કરો. તેનાથી મોઢાના ચાંદા અને દર્દમાં આરામ મળે છે.
નારિયેળ પાણીથી મળશે રાહત

નારિયેળ પાણી તમને ઠંડકનો અહેસાસ આપે છે. જ્યારે મોઢાના ચાંદામાં આરામ આપવામાં પણ મદદ કરે છે. તેને ચાંદા પર લગાવી લેવાથી પણ ઠંડક મળે છે અને તે જલ્દી બેસી જાય છે.
કોથમીર આપશે આરામ
તમને જાણીને નવાઈ લાગશે પણ કોથમીર એટલે કે લીલો ધાણો તમારી મદદ કરી શકે છે. તેને પાણીમાં નાંખો અને ઉકાળી લો. આ પાણીને ગાળો અને ઠંડુ કરો. તેનાથી કોગળા કરો. આમ કરવાથી મોઢાના ચાંદામાં આરામ મળી શકે છે.

તો હવેથી તમે પણ નોંધી લો આ ખાસ ઘરેલૂ અને અકસીર ઉપાય અને જ્યારે પણ તમને આ ચાંદાની સમસ્યા સતાવે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો અને સાથે જ રાહત મેળવી શકો છો.
0 Response to "જીભ અને મોઢામાં વારેઘડી પડતા ચાંદાથી રાહત મેળવવા કરી લો આ અકસીર અને ઘરેલૂ ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો