અભિનેત્રી હિના ખાને પિતાના મૃત્યુ બાદ પહેલીવાર ઈમોશનલ નોટ કરી શેર, આ વસ્તુમાંથી લીધો મોટો બ્રેક અને હવે..

અભિનેત્રી હીના ખાનએ પિતાના મૃત્યુ બાદ પહેલીવાર ઈમોશનલ નોટ શેર કરી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બ્રેક લીધો, હાલમાં હીના ખાનની ટીમ તેના તમામ એકાઉન્ટ સાંભળશે.

  • -પિતાના મૃત્યુ સમયે હિના ખાન શ્રીનગરમાં શુટિંગ શરુ હતું.
  • -હિના ખાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પિતા સાથેના ફોટોઝ શેર કર્યા કરતી હતી.
image source

તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ અભિનેત્રી હિના ખાનના પિતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ થઈ ગયું. દુઃખદ વાત એ છે કે, હિના ખાનના પિતાના મૃત્યુ સમયે હિના ખાન તેમની પાસે હતી નહી. હિના ખાન તે સમયે શ્રીનગરમાં શુટિંગ કરી રહી હતી. પોતાના પિતાના અવસાન થયાના સમાચાર સાંભળતા જ તાત્કાલિક મુંબઈ પાછી આવી ગઈ. હિના ખાન આટલા બધા દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અંતર રાખીને અત્યારે એક ભાવુક નોટ શેર કરી છે. હિના ખાનએ આ પોસ્ટમાં લખ્યું છે કે, હું હાલમાં થોડાક દિવસ માટે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છું. આ મુશ્કેલભર્યા સમયમાં આપના સાથ અને પ્રેમ બદલ ધન્યવાદ.

image source

અભિનેત્રી હિના ખાનએ આ પોસ્ટમાં લખ્યું છે કે, મારા પિતા અસલમ ખાન તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ આ દુનિયાને છોડીને જન્નતમાં ચાલ્યા ગયા છે. આ કપરા સમયમાં મારા અને મારા પરિવારની સાથ આપવા બદલ આપનો આભાર. મને અને મારા પરિવારને ધક્કો લાગ્યો છે. મારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હવેથી મારી રીમ સંભાળશે અને આપને મારા અપકમિંગ પ્રોજેક્ટ વિષે જાણકારી આપતા રહેશે. આપના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. હિના ખાનએ પિતાના મૃત્યુ બાદ પહેલીવાર પોસ્ટ કરી છે. અભિનેત્રી હિના ખાન પોતાના પિતાની લાડકી દીકરી હતી. હિના ખાન ઘણી બધી વાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના પિતા સાથેના ફોટોઝ શેર કરતી રહેતી હતી.

મંગળવાર રાતના સમયે અભિનેત્રી શ્રીનગરથી મુંબઈ પાછી આવી ગઈ હતી.

image source

અભિનેત્રી હિના ખાન પોતાના પિતાના મૃત્યુની જાણ થતા જ મંગળવારના રોજ રાતના સમયે જ મુંબઈ એરપોર્ટ પર પહોચી ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી દ્વારા હિના ખાનના ફોટોઝ અને વિડિયોઝ લેવા માટે અભિનેત્રી હિના ખાનને કેદ કરવામાં આવી હતી. હિના ખાન સતત તેઓને કહી રહી હતી કે પ્લીઝ મને જવા દો.

લોકડાઉન સમયે પિતાએ હિના ખાનના કાર્ડ બ્લોક કરી દીધા હતા. અભિનેત્રી હિના ખાનના પિતાએ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તે સમયે નિયમોનું કડક પાલન કરાવવા માટે અભિનેત્રી હિના ખાનના તમામ ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડને બ્લોક કરી દીધા હતા. આ બાબતનો વિડીયો પણ હિના ખાનએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પિતા અને દીકરી અવારનવાર વિડીયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહેતા હતા.

image source

ગત વર્ષે જયારે અભિનેત્રી હિના ખાન રમઝાનના મહિનામાં બીમાર થઈ ગઈ હતી. ત્યારે હિના ખાનના પિતાનો હિના ખાનને ધમકાવી રહ્યા હતા તેવો વિડીયો શેર કર્યો હતો. હિના ખાનના પિતા આ વિડીયોમાં હિનાને કહી રહ્યા હતા કે, અભિનેત્રી હિના ખાનને નાનપણથી જ દવા લેવાનું ગમતું નથી એટલા માટે દવા નહી લેવા માટે બહાના શોધે છે.

ઈન્સ્ટા સ્ટોરી પર વિડીયો શેર કર્યો હતો.

અભિનેત્રી હિના ખાનએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિડીયોની એક સીરીઝ શેર કરી હતી. આ વિડીયોમાં અભિનેત્રી હિના ખાન ને તેમના પિતાની વચ્ચે બોલાચાલી થઈ રહી છે જેમાં હિના ખાન પોતાના પિતાની ફરિયાદ કરી હતી કે, દવા લીધા વના સ્વસ્થ કેવી રીતે થઈ શકાશે. આ વાત પર અભિનેત્રી હિના ખાન કહે છે કે, તેણે એક ટેબ્લેટ ફેંકી દીધી હતી પણ બીજી ટેબ્લેટ લઈ લીધી હતી. ત્યાર બાદ થોડી ઘણી દલીલો પછી હિના ખાનના પિતા હિનાને કહે છે કે, હિના નાનપણથી જ દવા લેવા માટે બહાના બનાવે છે.

image source

‘યે રિશ્તા ક્યાં ક્હેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર નિભાવીને હિના ખાન દેશના દરેક ઘરમાં પ્રસિદ્ધિ મેળવી લીધી છે. ત્યાર બાદ હિના ખાન ટીવી શો ‘કસૌટી જિંદગી કી 2’માં કમોલિકાના પાત્રમાં જોવા મળી હતી. જેને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો. ટીવી રીયાલીટી શો ‘બિગ બોસ 11’માં હિના ખાન જોવા મળી હતી. ત્યાર બાદ હિના ખાન કેટલાક મ્યુઝીક આલ્બમમાં જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "અભિનેત્રી હિના ખાને પિતાના મૃત્યુ બાદ પહેલીવાર ઈમોશનલ નોટ કરી શેર, આ વસ્તુમાંથી લીધો મોટો બ્રેક અને હવે.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel