Good News: આ નાનકડા દેશમાંથી આપણે પણ શીખવા જેવું, કોરોનાને આપી દીધી માત, રવિવારથી માસ્ક પહેરવું પણ ફરજીયાત નહીં
ઇઝરાઇલમાં રવિવારથી ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ દૂર કરવામાં આવશે. આરોગ્ય પ્રધાન યુલી એડલસ્ટેઇને ગુરુવારે તેની જાહેરાત કરી હતી. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, એડલસ્ટેઈને ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે તેમણે મંત્રાલયના ડાયરેક્ટર જનરલ હેઇજી લેવીને પ્રતિબંધ રદ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરવા સૂચના આપી છે.
દર્દીઓની સંખ્યા એકદમ ઓછી

આરોગ્ય મંત્રાલયની ભલામણ પર નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોવિડ -19 ના દર્દીઓની સંખ્યા ઓછી હોવાને કારણે હવે ઇઝરાઇલમાં ઘરની બહાર માસ્ક પહેરવાની જરૂર નથી. જો કે, તેમણે કહ્યું કે હજી પણ માસ્ક ઘરની અંદર પહેરવાની જરૂર રહેશે. યુલી એડલસ્ટેઈને કહ્યું કે ઇઝરાઇલમાં સફળ રસીકરણને કારણે દર્દીઓની સંખ્યા એકદમ ઓછી છે અને તેથી નાગરિકો માટેના નિયંત્રણોમાં ઘટાડો થઈ શકે છે. પ્રતિબંધોનો હળવા કરવાની શરૂઆત ઘરની બહાર માસ્ક પહેરવાની આવશ્યકતાને દૂર કરવામાં આવશે.
હાલમાં કુલ 2945 એક્ટિવ કેસ

તમને જણાવી દઈએ કે ઇઝરાઇલે દેશમાં રોગચાળો શરૂ થયાના એક મહિના પછી, એપ્રિલ 2020 ની શરૂઆતમાં ઘરની બહાર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. પ્રથમ વખત ફેસ માસ્ક ન પહેરવા બદલ 200 શેકેલનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે જુલાઈ 2020 માં વધારીને 500 શેકેલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈઝરાયલમાં કોરોના મહામારી પૂર્ણતાને આરે છે. ગુરુવારે અહીં કોરોનાના ફક્ત 91 કેસ નોધાયા હતા. આખા ઈઝરાયલમાં કોરોનાને કારણે ફક્ત 6314 લોકોના જ મોત થયા છે. હાલમાં કુલ 2945 એક્ટિવ કેસ છે જેમાંથી 209 દર્દીઓની હાલત ગંભીર છે.
સોમવારથી દેશમાં શાળાઓ પણ શરૂ થઈ રહી છે

તમને જણાવી દઈએ કે, આખી દુનિયામાં ઈઝરાયલ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે 61 ટકા રસીકરણ કરાયું છે. આ અંગે ઈઝરાયલના ટોચના નિષ્ણાંતોએ જણાવ્યું કે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે અને આવનારા દિવસોમાં બીજા પણ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે. તમને જણાલી દઈએ કે, સોમવારથી દેશમાં શાળાઓ પણ શરૂ થઈ રહી છે.
આ દેશ અન્ય દેશોને હંમેશા પ્રેરણા આપતો આવ્યો છે

નોંધનિય છે કે આ દેશ ભલે નાનો હોય પરંતુ દરેક વખતે તે તેના આયોજન અને કામ કરવાની પદ્ધતિને કારણે અન્ય દેશોને હંમેશા પ્રેરણા આપતો આવ્યો છે. આ રીતે કોરોનાને હરાવવો એ ખરેખર ઈઝરાયલની મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે. તો બીજી બાજુ જો ભારતની વાત કરીએ તો હાલમાં દેશમાં ફક્ત 7 ટકા જ રસીકરણ થઈ શક્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "Good News: આ નાનકડા દેશમાંથી આપણે પણ શીખવા જેવું, કોરોનાને આપી દીધી માત, રવિવારથી માસ્ક પહેરવું પણ ફરજીયાત નહીં"
ટિપ્પણી પોસ્ટ કરો