આ રીતે ચેક કરો તમારી હથેળી અને જાણો તમારી કિસ્મતની રેખા
હસ્તરેખા શાસ્ત્ર ફક્ત ભઆરતમાં નહી પણ દુનિયાભરમાં જાણીતું છે. માનવામાં આવે છે કે વ્યક્તિની હથેળીમાં અનેક રહસ્યો છૂપાયેલા હોય છે. જો તમે તમારી હસ્તરેખા વાંચી શકો છો તો તમે તમારા જીવનના અનેક મહત્વના વ્યક્તિગત લક્ષણોને વિશે પણ જાણી શકો છો. હાથની રેખા ફક્ત મનુષ્યના ચરિત્ર અને સ્વભાવને વિશે જણાવે છે તેવુ નથી પણ તે તેના ભવિષ્યને લઈને પણ અનેક વાતો જણાવે છે. હસ્તરેખાના આધારે હથેળી પર બનતા નિશાન અને રેખાઓને જોઈને અનેક વાતનો અંદાજ લગાવી શકાય છે.

જો તમારી હથેળી પર એવાન નિશાન છે જેનો એક વિશિષ્ટ અર્થ છે. હથેળી વિશે જાણવું દરેકને સારું લાગે છે પણ ક્યારેક તેને જાતે વાંચવું અશક્ય છે. એવામાં હથેળીના નિશાન વિશે જાણી લો છો તો તમે તમારા જીવનની અનેત વાતો જાણી શકો છો.
માછલીનું નિશાન

હસ્તરેખા અનુસાર હથેળી પર માછલીનું નિશાન બને છે તો તે શુભ મનાય છે. આ નિશાન ખુશી અને સફળતાનો સંકેત આપે છે. હથેળી પર માછલી જેવુ નિશાન હોવાથી કરિયરમાં સફળતા મળે છે. તેની સાથે વ્યક્તિ કારોબારમાં સફળતાના શિખર પણ સર કરી શકે છે. આ પ્રકારના લોકોની લવલાઇફ ખૂબ જ સુંદર રહે છે. એવા વ્યક્તિ જેના હાથ પર માછલીનું નિશાન છે તે અન્યને માટે ઉદાર અને પરોપકારી હોય છે. તેઓ જીવનમાં સફળતા, ગુડ લક અને ખુશીઓ મેળવતા હોય છે.
ધ્વજનું નિશાન

હથેળી પર ધ્વજનું નિશાન બને છે તો તે પણ એક શુભ સંકેત આપે છે. હસ્તરેખા અનુસાર ધ્વજનું નિશાન શનિ સાથે જોડાયેલું છે. તેનાથી પ્રસિદ્ધિ અને ખુશી મળી શકે છે. જે વ્યક્તિના હાથમાં આ ધ્વજનું નિશાન બને છે તે પ્રસિદ્ધ હોય છે. આ સાથે જ તેમના જીવનમાં સફળતા અને પ્રસિદ્ધિ કાયમ રહેતી હોય છે.
સ્વસ્તિકનું નિશાન

શાસત્રો અનુસાર હથેળીમાં સ્વસ્તિકનું નિશાન શુભ મનાય છે. એવી વ્યક્તિ જેની હથેળી પર સ્વસ્તિક બને છે તે જીવનમાં ભાગ્યશાળી અને સફળ રહે છે. એવા લોકો કર્મઠ અને લક્ષ્યને મેળવવામાં સફળ રહે છે. સ્વસ્તિકનું ચિન્હ તમારી ભાગ્ય રેખા પર હોય છે. આ નિશાન સફળતાની તરફનો સંકેત આપે છે. તમારી પ્રતિભા અને રચનાત્મકતાના પણ સંકેત આપે છે. આ વ્યક્તિઓ પોતાના કામના માટે પ્રમાણિક અને પ્રતિભાશાળી હોય છે.
કમળનું નિશાન
દરેક ચિન્હોની જેમ હથેળી પર કમળનું નિશાન પણ શુભ સંકેત આપે છે. કમળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ નિશાન વિશ્વમાં સૌભાગ્ય અને ધનનું પ્રતિનિધિત્વ કરે છે. મનાય છે કે હથેળી પર કમળનું ચિન્હ છે તો તમારા જીવનમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી.
મંદિરનું નિશાન

મંદિરનું ચિન્હ ફક્ત સૌભાગ્ય નહીં પણ બુદ્ધિમત્તા અને સામાજિક સ્થિતિથી સંબંધિત હોય છે. એવુ માનવામાં આવે છે કે ફક્ત બુદ્ધિમાન લોકોના હાથમાં જ મંદિરનું ચિહ્ન બને છે. દરેક વ્યક્તિની હથેળી પર તે સરળતાથી જોવા મળતુ નથી, પહેલાના સમયમાં હુરુઓ અને સુધારકોની હથેળીઓ પર આ નિશાન જોવા મળતું હતું. તેમાં કોઈ શંકા નથી કે ભવિષ્યમાં મંદિરનું ચિહ્ન જીવનમાં સૌભાગ્ય લાવી શકે છે. આ હથેળી પર બનતા સૌથી ભાગ્યશાળી ચિહ્નોમાંનું એક છે.
બ્રેસલેટનું ચિહ્ન

અન્ય ચિહ્નોની જેમ તેને શુભ માનવામાં આવે છે. આ પ્રકારની રેખાઓ વ્યક્તિના કાંડા પર હોય છે. જો વ્યક્તિના કાંડા પર 3 બ્રેસલેટ બને છે તો તેના જીવનમાં સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓ ક્યારેય આવતી નથી.
રૂપિયાની રેખા
વ્યક્તિની હથેળીમાં રૂપિયાની રેખા પણ હોય છે. એવી રેખા હથેલીની રિંગ ફિંગર અને સૌથી નાની આંગળી પર મળે છે. એવી વ્યક્તિઓ જીવનમાં ક્યારેક આર્થિક તંગીનો સામનો કરતી હોતી નથી. એકદંરે તેમનું જીવન સારું રહે છે.
સ્ટારનું નિશાન
સ્ટારનું નિશાન તમારા જીવનમાં અનેક સારા સંકેત લાવે છે. જો હથેળી પર તારાનુ નિશાન બને છે તો તમારા જીવનમાં અનેક ઘટનાઓ બની શકે છે.
પૈડાનુ નિશાન

પૈડાનું નિશાન પણ શુભ સંકેતમાંનું એક છે. હથેળી પર આ નિશાન હોવાથી ઘન અને પ્રસિદ્ધિનો સંકેત મળે છે. આ પ્રકારના નિશાન વાળી વ્યક્તિઓ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
ચંદ્ર
હથેળી પર ચંદ્રનું નિશાન હોવાથી વ્યક્તિ ખૂબ જ સૌભાગ્ય શાળી અને સાહસી હોય છે. માનવામાં આવે છે કે આ પ્રકારના લોકો જીવનમાં અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવે છે. આ લોકો કરિયરમાં સફળ સાબિત થતા હોય છે. ચંદ્રને ગુડ લકનું પ્રતીક માનવામાં આવે છે. આ વ્યક્તિઓનું જીવન અને ભવિષ્ય ઉજ્જવળ હોય છે.
તીર

આ પ્રકારના વ્યક્તિની કમ્યુનિકેશનની સ્કીલ સારી હોય છે. આ પ્રકારના વ્યક્તિઓ પોતાની વાત અન્યને સમજાવવાની તાકાત રાખે છે. આ પ્રકારના લોકો ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. ખાસ કરીને તીરનું નિશાન બુધ રેખા પર જોવા મળે છે.
સ્કેલ
આ નિશાન જીવનમાં સંતુલન, પ્રેમ અને સ્વાસ્થ્યને સંબોધિત કરે છે. આ સિવાય આ વ્યક્તિના સૌભાગ્ય અને ગુડ લકનો પણ સંકેત આપે છે. જો તમારા હાથમાં આ નિશાન છે તો તમે જલ્દી પ્રગતિ કરી શકો છો.
કાચબો

કાચબાને પણ શુભ સંકેત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની હથેલીમાં કાચબાનું નિશાન બને છે તો તે વ્યક્તિના જીવનમાં હંમેશા લક બની રહે છે. તે અનેક કામમાં સતત પ્રગતિ કરી લેતા હોય છે.
0 Response to "આ રીતે ચેક કરો તમારી હથેળી અને જાણો તમારી કિસ્મતની રેખા"
ટિપ્પણી પોસ્ટ કરો