ત્વચાની ગુણવત્તા સુધારવા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા આ રીતે કરો ચીકુનો ઉપયોગ, થશે જોરદાર ફાયદાઓ
એક સમય હતો જ્યારે ઋતુ અનુસાર ફળો અને શાકભાજી જોવા મળતા હતા. પરંતુ હવે મોટાભાગનાં ફળો અને શાકભાજી કોઈપણ ઋતુમાં જોવા મળી શકે છે. આવું જ એક ફળ ચીકુ છે, જેની વિશેષ ઋતુ શિયાળો હોય છે, પરંતુ અત્યારે ઉનાળાની ઋતુમાં પણ ચીકુ દરેક જગ્યાએ સરળતાથી મળે છે. આપણે નિયમિતપણે અથવા આરોગ્ય સુધારવા માટે ચિકુનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ચીકુનો ઉપયોગ ત્વચા પર કર્યો છે. ત્વચા પર ચીકુના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. કારણ કે મોટાભાગના લોકો જાણતા નથી કે જીભના સ્વાદની જેમ ચીકુ ત્વચાની સુંદરતામાં વધારો કરવામાં સારી ભૂમિકા ભજવે છે. તો ચાલો અમે તમને જણાવીએ ત્વચા પર ચીકુનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેનાથી થતા ફાયદાઓ શું છે.
ચિકુમાં રહેલા વિટામિન, ખનિજો અને એન્ટીઓકિસડન્ટો ત્વચાની સંભાળ માટે સારું માનવામાં આવે છે. ચીકુ ખાવાથી માથા પરની ચામડી અને કાળી ત્વચા તેજ થાય છે. ચિકુમાં હાજર વિટામિન-ઇ ત્વચાને સ્વસ્થ બનાવે છે. તેમાં એન્ટી એજિંગ એજન્ટ હોય છે જે ચહેરાના કરચલીઓ ઘટાડે છે. ચિકુ ખાવાથી ત્વચા ગ્લોઇંગ થાય છે.
કરચલીઓથી છૂટકારો મેળવવા
લોકો ત્વચા પરની કરચલી દૂર કરવા માટે બજારમાંથી વિવિધ પ્રકારના ઉત્પાદનો ખરીદે છે, પરંતુ આ ઉત્પાદનોની અસર ત્વચા પર સમસ્યાઓ ઘટાડવાના બદલે વધારી શકે છે. તમારા ચેહરા પરની કરચલી દૂર કરવા માટે તમે ચીકુનો ઉપયોગ કરી શકો છો. ચીકુ તમારા માટે ખુબ જ ફાયદાકારક છે અને તેની ખાસ વિશેષતા એ છે કે તેની ચેહરા પર કોઈપણ પ્રકારની આડઅસર નહીં થાય. આ માટે બે ચિકુને સારી રીતે ધોઈને છૂંદો અને તેમાં બે ચમચી ગુલાબજળ અને અડધી ચમચી ચંદન પાવડર મિક્સ કરો. હવે આ પેસ્ટને ફેસ પેકની જેમ ચહેરા અને ગળા પર લગાવો અને આ પેસ્ટ ત્યાં સુધી રહેવા દો જ્યાં સુધી સુકાઈ ન જાય. ત્યારબાદ ઠંડા પાણીથી તમારો ચેહરો ધોઈ લો. આ ચેહરા પર ગ્લો તો વધારે જ છે, સાથે ગળાની કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.
ચમકદાર ત્વચા માટે

ત્વચાને ગ્લોઇંગ કરવા માટે તમે ચિકુ ફેસ પેકનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે, બે ચિકુને સારી રીતે મેશ કરો. તેમાં એક ચમચી દૂધ અને અડધો ચમચી ચણાનો લોટ મિક્સ કરો. હવે આ બધાને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ફેસ પેકની જેમ ચહેરા અને ગળા પર લગાવો. પછી વીસ મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો. આ ફેસ-પેકનો ઉપયોગ કર્યા પછી તરત જ તમને તમારી ત્વચા પર તફાવત જોવા મળશે. આ ફેસ-પેક તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવવાની સાથે ત્વચા પરના ડાઘ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.
ટેનિંગ દૂર કરવા

ઉનાળાની ઋતુ દરમિયાન ત્વચા પર ટેનિંગની સમસ્યા થવી સામાન્ય છે. આ સમસ્યા દૂર કરવા માટે તમે બજારમાંથી મોંઘા ઉત્પાદનો અથવા પાર્લરમાં કોઈ ટ્રીટમેન્ટ લેતા પેહલા એકવાર ચીકુના ફેસ-પેકનો ઉપયોગ કરો. આ માટે એક ચીકુને સારી રીતે મેશ કરી, ત્યારબાદ તેમાં એક ચમચી મલાઈ અને બે ચપટી હળદર મિક્સ કરો. હવે આ બધી ચીજોને એક સાથે મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. હવે આ પેસ્ટને ચેહરા પર વીસ મિનિટ રહેવા દો અને પછી તમારો ચહેરો ધોઈ લો. નિયમિત આ ફેસ-પેકનો ઉપયોગ કરવાથી તમારા ચેહરા પરની ટેનિંગની સમસ્યા દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ત્વચાની ગુણવત્તા સુધારવા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા આ રીતે કરો ચીકુનો ઉપયોગ, થશે જોરદાર ફાયદાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો