બોલિવુડના આ કલાકારોએ તો પોતાના ફેન સાથે જ…જ્યારે આ ખબર છપાઈ તો લોકોની આંખો થઇ ગઇ ચાર
બોલિવુડના આ કલાકારોએ પોતાના ફેન સાથે જ કરી લીધા લગ્ન, જ્યારે ખબર છપાઈ તો લોકો ચોંકી ગયા.
બોલિવુડના કલાકારો પોતાના અભિનય અને લુકસથી લોકોને એવા દીવાના બનાવી દે છે કે અમુક ફેન્સ એમના પ્રેમમાં પાગલ થઈ જાય છે. એવાં ઘણા ફેન્સ ઘણીવાર વિચારે છે કે કાશ એવું કંઈ થાય કે એ પોતાના મનગમતા કલાકાર સાથે લગ્ન કરી લે. વિચારવામાં ભલે આ અસંભવ વાત લાગે પણ બોલીવુડમાં ઘણીવાર એવું બન્યું છે કે જ્યારે કલાકારોએ પોતાના ફેન સાથે લગ્ન કરી લીધા હોય. તો ચાલો તમને જણાવી દઈએ એવા જ કેટલાક કલાકારો વિશે જેમને પોતાના ફેન્સ સાથે કરી લીધા લગ્ન.
દિલીપ કુમાર અને સાયરા બાનું.

આ લિસ્ટમાં ઇન્ડસ્ટ્રીના ટ્રેજડી કિંગ દિલીપ કુમાર અને સુંદર અભિનેત્રી સાયરા બાનુંનું નામ સામેલ છે. દિલીપ કુમારનું નામ મધુબાલા સાથે જોડાયું હતું પણ એ એમની સાથે લગ્ન ન કરી શક્યા. તો બીજી બાજુ સાયરા બાનું દિલીપ કુમારને ત્યારથી પ્રેમ કરતી હતી જ્યારે એ ફક્ત 12 વર્ષની હતી. એવામાં જ્યારે એમની ફિલ્મોમાં એન્ટ્રી થઈ તો એમના સપનાનો રાજકુમાર એમની સામે ઉભેલો દેખાયો. દિલીપ કુમારને સાયરા બાનુંની માસૂમિયત ગમી ગઈ અને એમને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. દિલીપ કુમારની દિવાની અને એમની સૌથી મોટી ફેન સાયરાએ ફક્ત 22 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા. લગ્ન થયા એ વખતર દિલીપ કુમાર 44 વર્ષના હતા. આજે પણ આ જોડી પ્રેમમાં છે અને ઘણીવાર એમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડીયા..

રાજેશ ખન્નાનું નામ પણ આ લિસ્ટમાં આવે એ સ્વાભાવિક છે કારણ કે એમને પોતાની ફેન ડિમ્પલ સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત થઈ અને પછી રાજેશ ખન્નાએ એમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. જે રાજેશને મેળવવા માટે છોકરીઓ રાત દિવસ સપના જોતી હતી એ રાજેશ ડિમ્પલને લગ્ન માટે પૂછી રહ્યા હતા. એવામાં એમને તરત જ હા પાડી દીધી. વર્ષ 1973માં રાજેશ અને ડિમ્પલના લગ્ન થયા. જ્યારે રાજેશ અને ડિમ્પલના લગ્નની ખબર સામે આવી હતી તો લાખો છોકરીઓનું દિલ તૂટી ગયું હતું. એ સમયે ડિમ્પલ 16 વર્ષની હતી તો રાજેશ ખન્ના એમનાથી 15 વર્ષ મોટા હતા. જો કે લગ્નના થોડા સમય પછી બંને અલગ થઈ ગયા હતા.
વિવેક ઓબરોય અને પ્રિયંકા અલવા.

ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ પછી વિવેક એકદમ એકલા પડી ગયા હતા.એ દરમિયાન એમના માતાપિતાએ એમની મુલાકાત પ્રિયંકા અલ્વા સાથે કરાવી હતી. પ્રિયંકા વિવેકને ઘણું પસંદ કરતી હતી અને એમના અભિનયની દિવાની પણ હતી.ધીમે ધીમે મુલાકાત દોસ્તીમાં પરિણમી અને દોસ્તી પ્રેમમાં. એ પછી બંનેએ લગ્ન કરી લીધા.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા.

શિલ્પા અને રાજ બોલિવુડના ક્યુટેસ્ટ કપલમાંથી એક સીબે. રાજ કુન્દ્રા એક બિઝનેસમેન છે જેમને શિલ્પા શેટ્ટી ખૂબ જ ગમતી હતી. શિલ્પા અને રાજની મુલાકાત એક બિઝનેસ ટ્રીપ પર થઈ હતી. એ દરમિયાન રાજે શિલ્પાને પરફ્યુમ બ્રાન્ડના પ્રમોશનમાં ઘણી મદદ કરી હતી. રાજ શિલ્પાના મોટા ફેન હતા એટલે એ શિલ્પાની મદદ કરવાનો એક મોકો પણ નહોતા છોડવા માંગતા. શિલ્પાને રાજનો આ જ સ્વભાવ ગમી ગયો અને એમને ફિલ થઈ ગયું કે રાજ ખાસ છે. એ ઓછી રાજે એમની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો જેને શિલ્પા ના ન પડી શકી.
જુહી ચાવલા અને જય મહેતા..

પોતાની સ્માઇલથી લોકોના દિલને ધડકાવનારી જુહી ચાવલાની લગ્નની ખબરે દરેકને ચોંકાવી દીધા હતા. જુહી બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક હતી.એવામાં દરેકને લાગતું હતું કે એ કોઈ અભિનેતા કે ક્રિકેટર સાથે લગ્ન કરશે.જો કે એમને પોતાના સૌથી મોટા ફેન અને બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા અને એમના લગ્નની ખબરની ચર્ચા લાંબા સમય સુધી ચાલી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બોલિવુડના આ કલાકારોએ તો પોતાના ફેન સાથે જ…જ્યારે આ ખબર છપાઈ તો લોકોની આંખો થઇ ગઇ ચાર"
ટિપ્પણી પોસ્ટ કરો