DDLJમાં શાહરૂખ ખાનની સાળી બનેલી ચૂટકી આજે છે 40 વર્ષની, અભિનેત્રીની બોલ્ડ તસવીરો ભારે વાયરલ

દરેક લોકો હજુ સુધી 90ના દાયકાની ફિલ્મોને ભૂલી શક્યા નથી. તે સમયે આવેલી બધી ફિલ્મો લોકોનાં મગજ પર હજું પણ છવાયેલી છે. આ સાથે 90નાં દાયકાના ગીતો, મૂવીઝ, અક્ટરોમાં એક અલગ જ અંદાજ જોવા મળતો હતો. આ દાયકામાં ઘણા બાળ કલાકારોએ પણ તેમની અભિનયથી લોકોનું દિલ જીતી લીધું અને તેમાંના કેટલાકએ મોટા થયા પછી પણ ઘણું નામ કમાયું છે. પરંતુ એવા ઘણા લોકો છે કે જેઓ મોટા થયા પછી અલગ ફિલ્ડમાં ચાલ્યાં ગયાં છે. તે સમયની આવી જ એક બાળ કલાકાર છે પૂજા રૂપારેલ.

image source

DDLJમાં રાજેશ્વરી ઉર્ફે છુટકીની ભૂમિકા ભજવનારી પૂજા તમને યાદ હશે. બોલિવુડની હિટ ફિલ્મ્સમાંની એક દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં છૂટકી ઉર્ફે રાજેશ્વરી સિંઘ વિશે અહીં વાત કરવામાં આવી રહી છે. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કાજોલની નાની બહેન છુટકીનું પાત્ર ભજવનારી અભિનેત્રીએ હવે ફરી એકવાર ચર્ચામાં આવી રહી છે. પૂજા 1995માં જેવી હતી તેના કરતાં હવે ઘણી બદલાઈ ગઈ છે. જેકી શ્રોફની ફિલ્મ ‘કિંગ અંકલ’થી ડેબ્યૂ કરનારી પૂજા હવે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.

image source

પૂજા સાથે થયેલી વાતચીતમાં તેણે કહ્યું હતું કે તેને ક્યારેય ફિલ્મોમાં રસ નથી રહ્યો તેથી તેણે ફિલ્મોથી દૂર એક અલગ જ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. પૂજા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર તે તેની સુંદર તસવીરો ટ્વિટર, ફેસબુક પર શેર કરે છે.

image source

પૂજા ટીવી અને બોલિવૂડમાં સારું નામ કમાઈ શકે તેમ છે. જાણવા મળ્યું છે કે પૂજા પણ સોનાક્ષી સિંહાની બહેન છે કારણ કે પૂજા અને સોનાક્ષીની માતા બહેન છે. 90ના સમયે નિર્દોષ ચહેરાવાળી દેખાતી છુટકી હવે 40 વર્ષની થઈ ગઈ છે. પૂજા ઘણા લાંબા સમયથી કોઈ પણ હિન્દી ફિલ્મમાં જોવા મળી નથી.

image source

પૂજાએ એક સિંગર અને સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. પૂજા મલ્ટિ ટેલેન્ટેડ છે. મળતી માહિતી મુજબ તે સિંગર અને હાસ્ય કલાકાર હોવા ઉપરાંત સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ કરે છે. પૂજાએ આકિડો માર્શલ આર્ટ્સની તાલીમ પણ લીધી છે. હવે તે પ્રોફેશનલી બાળકોને માર્શલ આઈકોડો આર્ટ્સમાં પણ તાલીમ આપે છે. પૂજાએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 13 વર્ષની ઉંમરે જ તેને લગ્ન માટે અનેક પ્રસ્તાવો મળવા લાગ્યા હતા.

image source

તેનું ઇ-મેઇલ બોક્સ આ માટેની અનેક ઓફરોથી ભરેલો હતું. જો કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રિલીઝ થયા પછી તેણે લાંબા સમય સુધી કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું ન હતું. 2015માં તેની ફિલ્મ X: Past Is Present રિલીઝ થઈ હતી અને જે ફ્લોપ રહી. આ સિવાય પૂજાએ ટીવી શો 24 અને 2016માં ગુજરાતી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું.

Related Posts

0 Response to "DDLJમાં શાહરૂખ ખાનની સાળી બનેલી ચૂટકી આજે છે 40 વર્ષની, અભિનેત્રીની બોલ્ડ તસવીરો ભારે વાયરલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel