IPL રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, આટલી ટીમોને છે મોટું નુકસાન, કારણ કે 30 ખેલાડીઓ નહીં રમે મેચ
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આઇપીએલ 2021ની બાકીની મેચ યુએઈમાં યોજવાની તૈયારી કરી રહ્યું છે. આઈપીએલ 2021 ની બાકીની મેચ 19 અથવા 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે એવા અહેવાલ પણ હાલમાં મળી રહ્યાં છે, જ્યારે ફાઈનલ મેચ 10 ઓક્ટોબરે યુએઈમાં રમાશે. જો કે, આ સમયગાળા દરમિયાન, ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લે તેવી સંભાવના નથી. કારણ કે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે ગિલ્સે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના ખેલાડીઓમાંથી કોઈ પણ આઈપીએલની બાકીની મેચોમાં રમશે નહીં.

જો મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જવું પડશે, જ્યાં તે 5 મેચની ટી 20 શ્રેણી અને 3 મેચની વનડે શ્રેણી રમવાની છે. પરંતુ ઘણા સારા સારા ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ ટીમ સાથે નથી જઈ રહ્યો કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી બાયો બબલમાં હતા. આ ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને ડેનિયલ સિમ્સનો પણ સમાવેશ થવાની વાત સામે આવી રહી છે. ડેનિયલ સાઇમ્સે માનસિક દબાણને કારણે વિન્ડિઝ ટૂરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું એ વાત પણ સૌ કોઈ જાણે જ છે.

જો એ પછીની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશ જઈ શકે છે. IPL 2021માં, ઇંગ્લેન્ડના 12 ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયાના 18 ખેલાડીઓ રમી રહ્યા હતા. આમાં કોલકાતા નાઈટ રાઇડર્સના ઇંગ્લેન્ડના કેપ્ટન ઓયન મોર્ગન અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલ નહીં રમે તો સૌથી વધુ મુશ્કેલી દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને થશે. રાજસ્થાનની ટીમ સંપૂર્ણપણે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને જોસ બટલર પર નિર્ભર છે.
આઈપીએલ રમનારા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની જો વાત કરવામાં આવે તો એ નીચે પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ: સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ડેનિયલ સેમ્સ, ટોમ કારેન, સેમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ
સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ
ચેન્નાઈ સુપર કિંગ્સ: સેમ કારેન, મોઇન અલી, જેસન બેહરનડોર્ફ
કોલકાતા નાઈટ રાઇડર્સ – ઓયન મોર્ગન, પેટ કમિન્સ, બેન કટીંગ

મુંબઈ ઈન્ડિયન્સ: ક્રિસ લિન, નાથન કૂલ્ટર નાઇલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ગ્લેન મેક્સવેલ, એડમ જમ્પા, ડેનિયલ ક્રિશ્ચિયન, કેન રિચાર્ડસન
પંજાબ કિંગ્સ: ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ઝા રિચાર્ડસન, રાયલી મેરેડિથ, મોઇઝ્સ હેનરીક્સ
રાજસ્થાન રોયલ્સ: બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, એન્ડ્રુ ટાઇ, લિયામ લિવિંગસ્ટોન
0 Response to "IPL રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, આટલી ટીમોને છે મોટું નુકસાન, કારણ કે 30 ખેલાડીઓ નહીં રમે મેચ"
ટિપ્પણી પોસ્ટ કરો