અમદાવાદમાં અનૈતિક સંબંધોનું પરિણામ નવજાત બાળકીએ ભોગવ્યું, મહિલાએ સવારે બાળકી સાથે જે ક્યું તે જાણીને તમે ચોંકી જશો

કહેવાય છે કે મા તે મા… પણ આ વાતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબધોથી ગર્ભવતી બન્યા બાદ બાળકીને જન્મ આપીને મહિલાએ તેની સાથે જે કર્યું તે જાણીને તમારું કાળજું કંપી જશે. મહિલાએ પોતાની ભૂલને છૂપાવવા માટે જાતે જ બાળકીનું ગળું દબાવીને તેને મારી નાંથી. આ પછી આખી રાત તેને ઘરમાં રાખી અન સવારે પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને ડોર ટુ ડોર આવેલી કચરાની કલેક્શન ગાડીમાં ફેંકી દીધી.

image source

આવું કરવાથી શું તેની મમતાને જરા પણ ડંખ નહીં લાગ્યો હોય. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાશને ફેંકનાર મહિલાની શોધખોળ કરી છે અને સાથે જ તેની ધરપકડ પણ કરી લીધી છે. આ સિવાય પણ મહિલાનો આવો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ગર્ભવતી મહિલાઓની તપાસ કરવાનું શરૂ કર્યું અને તે મહિલાની વધુ તપાસ આદરી છે.

ફેબ્રુઆરી 2021માં બની હતી આ ઘટના

image source

અમદાવાદના કોચરબ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પ્લાસ્ટિકની થેલીમાં નવજાતની લાશને ફેંકનાર માતાની ધરપકડ કરાઈ છે. એલિસબ્રિજ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને સાથે જ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે એન ટાવડા અને પીએસઆઈ એપી જેબલિયા તેમજ એસપી ગોહિલની ટીમ આ મુદ્દે કામ કરી રહી છે. મૂળ ઉત્તરપ્રદેશની શિવાની અજબસિંગ શ્રી વાસ્તવની ધરપકડ કરી છે. આ સિવાય પોલીસને તેના ગર્ભવતી હોવાના કાગળ પણ ઘરની તપાસમાં મળ્યા હતા.

અનૈતિક સંબંધનું પરિણામ હોવાથી બાળકીને મારી નાંખી

પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ શિવાનીની પૂછપરછ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું છે કે તેના લગ્ન ઉત્તરપ્રદેશમાં થયા હતા અને પતિ સિક્યોરિટીની નોકરી કરતો હતો. આ સિવાય તે સંયુક્ત પરિવારમાં રહેતી હતી અને અનૈતિક સંબંધોથી તેને ગર્ભ રહેતા પતિને જાણ થઈ હતી. જેનાથી બંને વચ્ચે ઝઘડો થયો અને 6 મહિનાથી શિવાની પતિ સાથે અમદાવાદ રહેવા આવી હતી.

image source

માતાએ લજવી મમતા, બાળકીનું જ ગળું દબાવી મારી નાંખી

શિવાનીએ અમદાવાદ આવ્યા બાદ ગર્ભવતી હોવાના કારણે પાલડી વિસ્તારમાં મેડિકલ કેમ્પમાં સારવાર લીધી હતી અને સાથે 13 ફેબ્રુઆરીએ પતિ નોકરી ગયો ત્યારે તેણે એક બાળકીનો જન્મ થયો હતો. આ સમયે દીકરી હોવાથી અનૈતિક સંબંધનો ધબ્બો હોઈ તેને કોઈ રાખશે નહીં એમ વિચારી તેણે પોતે જ પોતાની દીકરીનું ગળું દબાવીને તેને મારી નાંખી હતી. ખરેખર એક માતાના હાથ આ રીતે કઈ રીતે ચાલ્યા હશે. કેવી પત્થર દિલ માતા હશે આ. તેણે આખી રાત લાશને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને બાથરૂમમાં રાખી અને સવારે તેનો પતિ આવે તે પહેલા જ ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવી તેમાં ફેંકી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "અમદાવાદમાં અનૈતિક સંબંધોનું પરિણામ નવજાત બાળકીએ ભોગવ્યું, મહિલાએ સવારે બાળકી સાથે જે ક્યું તે જાણીને તમે ચોંકી જશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel