જો તમારો મોબાઈલ પણ આપી રહ્યો છે આ સંકેત તો થઈ જાઓ એલર્ટ નહીં તો થશે બ્લાસ્ટ
આપણે સૌ રોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને માટે જ આ ન્યૂઝ આપણા માટે જરૂરી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે કઈ સ્થિતિમાં મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે. આજકાલ તમે પણ અનેક વાર સ્માર્ટફોન બ્લાસ્ટ થવાના કિસ્સા સાંભળ્યા અને વાંચ્યા હશે. ક્યારેક તો તેમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેસતા હોય છે. ગરમીની સીઝનમાં આ મુશ્કેલી વધી જાય છે. તો જાણો અને રહો એલર્ટ.

આ કારણોથી ફાટે છે સ્માર્ટફોન
બેટરી ગરમ થવી
સ્માર્ટફોન ફાટવાનું સૌથી મુખ્ય કારણ છે કે તેની બેટરી વધારે ગરમ થવી. આપણે ફોનને ચાર્જિંગ પર લગાવીને ભૂલ જઈએ છીએ અને તેનાથી ચાર્જ થવાના કારણે પણ ફોન ઈલેક્ટ્રીસિટીના સંપર્કમાં વધારે સમય સુધી રહે છે. જેના કારણે તેની બેટરી ગરમ થઈ જાય છે અને અચાનક તેમાં બ્લાસ્ટ થાય છે.
ખોટા ચાર્જરનો ઉપયોગ

ખોટા ચાર્જરના ઉપયોગથી પણ મોબાઈલના ફાટવાની શક્યતા રહે છે. ખાસ કરીને ઓરિજિનલ ચાર્જરના ખરાબ થયા બાદ લોકલ ચાર્જરનો ઉપયોગ લોકો કરે છે. જે ફોનને અને તેની બેટરી બંનેને ખરાબ કરે છે.
લોકલ બેટરીનો ઉપયોગ

અનેક વાર મોબાઈલની બેટરી ખરાબ થાય છે. એવામાં લોકો ખાસ કરીને રૂપિયા બચાવવા માટે લોકલ બેટરીનો ઉપયોગ કરે છે. જેનાથી ફોન ચાર્જ કરવામાં આવે છે ત્યારે અનેક સમસ્યાઓ આવે છે. જેમકે બેટરી ગરમ થઈ જાય છે અને સાથે બેટરીના ચાર્જિંગ સર્કિટ અને ઈનપુટ પાવરમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ હોય છે. એવી સ્થિતિમાં બેટરી વધારે ગરમ થઈને ફાટી શકે છે.
આ ભૂલથી પણ ફાટી શકે છે મોબાઈલ
આપણા સ્માર્ટફોનની બેટરી લિથિયમ આયનની બની હોય છે. જેના કારણે આ સામાન્ય રહે છે. જો કોઈ પણ ફોન આ ઉંચાઈથી પડે છે તો તેમાં શોર્ટ સર્કિટનો ખતરો રહે છે. તેનાથી ફોનના બ્લાસ્ટ થવાની શંકા પણ વધે છે.
આ રીતે બચો ખાસ ઘટનાઓથી

ફોનને રાતમાં તકિયા નીચે રાખીને સૂવાથી અને ખિસ્સામાં રાખીને સૂવાથી બચો.
પોતાના મોબાઈલને હંમેશા ઠંડી જગ્યાએ રાખો અને વધારે સમય સુધી સૂર્ય પ્રકાશમાં રાખવાનું ટાળો.
ફૂલ ડિસ્ચાર્જથી બચો એટલે કે ફોનને સંપૂર્ણ રીતે ડાઉન ન થવા દો.
રાતભર ફોનને ચાર્જિંગમાં રહેવાની આદતને બદલી લો.
જરૂરિયાત ન હોય તો ફોનને બંધ રાખો.
એવા એપ્સ જે વધારે બેટરી યૂઝ કરે છે તેને બંધ કરોય
ફોનની સાથે મળતા ઓરિજિનલ ચાર્જરને યૂઝ કરવાનો આગ્રહ રાખો.
સૌથી સારી વાત એ છે કે ફોનમાં ઓરિજિનલ બેટરી યૂઝ કરવાનું રાખો, લોકલ બેટરી ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે.
0 Response to "જો તમારો મોબાઈલ પણ આપી રહ્યો છે આ સંકેત તો થઈ જાઓ એલર્ટ નહીં તો થશે બ્લાસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો