કપિલ શર્મા સાથે ફરી એકવાર દેખાશે સુનિલ ગ્રોવર? સામે એવી ચોંકાવનારી વાત આવી કે…

કપિલ શર્મા સાથે ફરી એકવાર દેખાશે સુનિલ ગ્રોવર? સુલેહ થયો જૂનો વિવાદ

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સંબંધો ખૂબ નાજુક હોય છે. તેને બનાવવા માટે વર્ષોનો સમય લાગે છે, પરંતુ તેમને તોડવા માટે ફક્ત એક ક્ષણ પૂરતી છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે કંઈક આવું જ બન્યું હતું. જ્યારે બંને વચ્ચેનો મિત્રતા ભરેલો સંબંધ માત્ર એક જ ક્ષણમાં તૂટી ગયો અને આજ સુધી તે ફરી જોડાઈ શક્યો નથી.

image source

પણ હવે સુનિલ ગ્રોવરે પોતાના જુના સાથી કપિલ શર્મા સાથે ભવિષ્યમાં કામ કરવાની શક્યતાઓ વિશે વાત કરી છે.થોડા વર્ષો પહેલા બન્ને કોમેડિયન વચ્ચે જાહેરમાં ઝગડો થયો હતો. એ પછી બન્નેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોની સફળતા પછી કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર બન્ને દરેક ઘરમાં ચર્ચિત ચહેરા બની ગયા હતા.

જરૂર સાથે કરીશુ કામ

image source

આરજે સિદ્ધાર્થ કન્નન સાથે વાતચીત કરતી વખતે સુનિલ ગ્રોવરને પૂછવામાં આવ્યું કે કપિલ વિશે એ શું વિચારે છે અને શું એ ફરી સાથે કામ કરશે? સુનિલ ગ્રોવરે આ સવાલના જવાબમાં કહ્યું કે હાલ તો સાથે કામ કરવાનો કોઈ પ્લાન નથી પણ જો કોઈ દિવસ કઈ કરવાનો મોકો મળશે તો અમે બન્ને જરૂર સાથે કામ કરીશું.

કપિલ શર્માને સુનિલ ગ્રોવરે પાઠવી હતી શુભકામનાઓ.

image source

હવે બોલીવુડમાં સુનિલ ગ્રોવર સંપૂર્ણપણે એન્ટ્રી કરી ચુક્યા છે. થોડા દિવસ પહેલા જ એમને કપિલ શર્માના જન્મદિવસે એમને શુભકામનાઓ પાઠવી હતી. એમને ટ્વીટ કરીને એમને વિશ કર્યું હતું. કપિલે આ ટ્વીટને જોઈને રીએકશન પણ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ગિન્ની અને કપિલ બીજીવાર માતા પિતા બન્યા છે.

ચાર વર્ષ પહેલાં થયો હતો વિવાદ.

image source

વર્ષ 2017માં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે ઝડપ થઈ હતી. એ પછી ઘણા સમય સુધી બન્ને વચ્ચે વાતચીત નહોતી થઈ. પણ હવે બન્નેએ મુવ ઓન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ વિવાદ પછી એ વર્ષ 2019માં એક ઇવેન્ટમાં પણ સાથે દેખાઈ ચુક્યા છે.

કપિલ શર્માએ ગયા વર્ષે આ મુદ્દે કરી હતી વાત.

image source

વર્ષ 2020માં એક ઇવેન્ટમાં કપિલ શર્માએ કહ્યું હતું કે નાની નાની એવી વસ્તુઓ થઈ જાય છે એનાથી સંબંધ તો ખતમ નથી થતા. સુનિલ ગ્રોવર કમાલના કલાકાર છે. હું જ્યારે પણ અલગ અલગ કલાકારો સાથે કામ કરૂં છું તો લાગે છે કે હજી કેટલું બધું શીખવાનું બાકી છે. મેં સુનિલ પાસે ઘણી વસ્તુઓ શીખી છે અને જો ભવિષ્યમાં સાથે કામ કરવાનો મોકો મળશે તો મજા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "કપિલ શર્મા સાથે ફરી એકવાર દેખાશે સુનિલ ગ્રોવર? સામે એવી ચોંકાવનારી વાત આવી કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel