સગીર માટે લાલબત્તી સમાન કિસ્સો, આણંદની ડિવોર્સી યુવતીએ સગીરને ફસાવીને 9 દિવસમાં આટલી વખત બાંધ્યો શારીરિક સંબંધ

સુરતના વરાછામાંથી એક કિસ્સો સામે આવ્યો છે અને જેમાં સગીરોને ચેતવા જેવી વાત સામે આવી છે. જો કે આ પહેલાં પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં પુરુષોને મહિલાઓએ શિકાર બનાવી હોય અને લૂંટી લીધા હોય. પૈસા પડાવવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવો આ કિસ્સા વિશે વિગતે વાત કરીએ. તો બન્યું એવું કે નવ દિવસ પહેલાં 17 વર્ષીય સગીરને સાથે કામ કરતી 22 વર્ષીય યુવતી ભગાડી જવાના કિસ્સામાં આંકલાવ પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે બંને લોકોને સુરતના વરાછા ખાતેથી દબોચી લીધા છે.

image source

હાલની પરિસ્થિતિ પ્રમાણે પોલીસે યુવતી અને યુવક બંનેના રિપોર્ટ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જો બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હોવાનું મેડિકલ તપાસમાં ખૂલશે તો યુવતી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો પણ નોંધવાની વાત પોલીસ કરે છે. આણંદના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ કેસમાં વિગતો મળી રહી છે કે આંકલાવ તાલુકાના રામપુરા ગામે ગાયત્રીબેન મગનભાઈ સોલંકી રહે છે. તેઓ આંકલાવની એક નર્સરીમાં કામ કરે છે અને જ્યાં તે 17 વર્ષીય સગીરના સંપર્કમાં આવી હતી.

image source

ધીરે ધીરે બન્ને વચ્ચે વાતો થવા લાગી અને પછી આ વાત પ્રેમમાં પરિણમી. ત્યારબાદ એવા ઓળઘોળ થઈ ગયા કે ગત પહેલી જૂનના રોજ સગીરને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગઈ. આ કેસ સાંભળીને પરિવાર પણ થોડીવાર તો ચોંકી ગયો અને આ બનાવ સંદર્ભે પરિવારજનોની તપાસમાં સગીરને યુવતી ભગાડી ગઈ હોવાનુ ખૂલતાં તેમણે ગાયત્રી સોલંકી વિરુદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી અને સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જે હવે ચર્ચાઈ પણ રહ્યો છે.

તો વળી આ કેસમાં બીજી તરફ પોલીસ દ્વારા બંનેના મોબાઈલ ફોનના કોલ-ડિટેઈલ અને લોકેશનના આધારે તે સુરતમાં હોવાનું ખૂલતાં પોલીસે બંનેને સુરતના વરાછામાંથી પકડી પાડ્યા હતાં. પોલીસ તપાસમાં યુવતી રૂપિયા સાતથી આઠ હજાર અને કિશોર પાંચ હજાર રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે. બંને જણા ઘર ભાડે રાખીને રહેતાં હતાં. યુવતી ઘરે જ હતી, જ્યારે સગીર છેલ્લા એક અઠવાડિયાથી નોકરી શરૂ કરી હતી. હાલમાં પોલીસે બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યા છે અને બન્ને વચ્ચે કાર્યવાહી કરવામાં આવી છે. જે પણ દોષી સાબિત થશે એમને સજા કરવામાં આવશે.

image source

જ્યારે પોલીસે બંનેને જ્યારે ઝડપી પાડ્યા ત્યારે બંને જણા સુરતમાં એક ઘર ભાડે રાખીને રહેતાં હોવાનું સામે આવ્યું હતું. ઘરનું ભાડું પણ યુવતીએ ભર્યું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારના કિસ્સામાં જ્યારે ભોગ બનનારી યુવતી હોય ત્યારે પૂછપરછ મહિલા પોલીસ કરતી હોય છે પરંતુ અહીં યુવતી પુખ્ત વયની હતી જ્યારે પ્રેમી સગીર વયનો હોવાથી યુવતી સામે અપહરણનો ગુનો નોંધાયો છે. એમાં પણ મોટી વાત એ છે કે બંને વચ્ચે શારીરિક સંબંધ સાબિત થશે તો ગાયત્રી સામે કિશોરનું જાતીય શોષણ કરવાનો ગુનો પણ નોંધવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ થશે. બંને જણ ભાગ્યાં ત્યારે કિશોરની વય 17 વર્ષ,11 મહિના અને 26 દિવસની હતી, જ્યારે પાછાં આવ્યાં ત્યારે તે 18 વર્ષનો થઇ ગયો છે.

image source

જો આ કેસની ગંભીર વાત કરવામાં આવે તો જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે બંનેએ નવ દિવસમાં બેવાર શારીરિક સંબંધ બાધ્યાનું પણ કબુલ્યું હતું. બીજી તરફ યુવતીએ પણ તે સગીરને પ્રેમ કરતી હોઈ આ પગલું ભર્યું હોવાનું નિવેદનમાં વાત કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગાયત્રી સોલંકીએ અમદાવાદ ખાતે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, પરંતુ બે દિવસ રહ્યા બાદ તે ઘરમાંથી માલ-સામાન લૂંટીને આવી હતી. એ પછી તેણે એ જ રીતે બીજા લગ્ન પણ કર્યા હતા, જે ટક્યા નહોતા. ત્યારે હવે આ રીતે ત્રીજાને ભગાડીને લઈ ગઈ એટલે ગુનો નોંધાયો અને કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે એ વાત નક્કી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "સગીર માટે લાલબત્તી સમાન કિસ્સો, આણંદની ડિવોર્સી યુવતીએ સગીરને ફસાવીને 9 દિવસમાં આટલી વખત બાંધ્યો શારીરિક સંબંધ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel