રૂપાલી ગાંગુલીનું પ્રેગ્નનસીમા વધી ગયું હતું 30 કિલો વજન, થઈ હતી બોડી શેમિંગનો શિકાર.

ટીવીની દુનિયાની સુપરહિટ સિરિયલ અનુપમામાં કામ કરનારી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો કોઈ પરિચયની જરૂર નથી. એક્ટ્રેસની સારી
એવી ફેન ફોલોઇંગ છે. એક્ટ્રેસને પણ ઇન્ડસ્ટ્રીમાં અન્ય અભિનેત્રીઓની જેમ એક સમયે બોડી શેમિંગનો શિકાર થવું પડ્યું હતું. એક્ટ્રેસ માટે એ સમય ખૂબ જ મુશ્કેલ હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું હતું કે કેવી રીતે પ્રેગ્નનસી ફેઝ પછી એમનું વજન 30 કિલો વધી ગયું હતું અને એમને બોડી શેમિંગનો પણ શિકાર થવું પડ્યું હતું.

image source

બૉલીવુડ બબલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતું કે જ્યારે રુદ્રાશનો જન્મ થયો એ વખતે હું 58 કિલોની હતી.પણ એ પછી મારુ વજન 28 કિલો વધી ગયું હતું અને હું લગભગ 86 કિલોની થઈ ગઈ હતી. એ પછી મારે બોડી શેમિંગનો શિકાર થવું પડ્યું હતું.

image source

જ્યારે હું મારા દીકરાને આંટો મરાવવા બહાર લઈને જતી હતી એ સમયે મારા પડોશીઓ મને કહેતા હતા મેં અરે તું તો મોનિશા છે ને. કેટલી જાડી થઈ ગઈ છે. મને ખબર નહોતી પડતી કે એક માતાને જજ કરવાનો હક કોને આપ્યો. કોઈને પણ એ વાતનો અંદાજો નથી હોતો કે એક માતાને ક્યાં ફેઝમાંથી પસાર થવું પડે છે.

image source

તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલીએ વર્ષ 2013માં બિઝનેસમેન અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં કપલને રૂદ્રાશ નામનો એક દીકરો થયો હતો. એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને એ પોતાની ફેમીલી સાથેના ફોટા પણ શેર કરતી રહે છે.

image source

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ રૂપાલી ગાંગુલી મિથુન ચક્રવર્તી સાથેની તસવીરને કારણે ચર્ચામાં હતી. મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા ‘અનુપમા’ સીરિયલમાં કાવ્યાનો રોલ કરે છે. ત્યારે મિથુન ચક્રવર્તીએ શોના સેટ પર આવીને સૌને સરપ્રાઈઝ આપી હતી. જે બાદ શોની આખી ટીમે મિથુન ચક્રવર્તી સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. રૂપાલીએ પણ મિથુન ચક્રવર્તી સાથેની તસવીર શેર કરતાં લખ્યું હતું, “જ્યારે ખુશહાલ યાદો મળવા આવે છે. મેં સૌપ્રથમ વાર કેમેરાનો સામનો તેમની સાથે કર્યો હતો. એ વખતે હું ચાર વર્ષની હતી.

image source

હીરોઈન તરીકેની મારી પહેલી હિન્દી પહેલી તેમની સાથે હતી (પપ્પા અને તેઓ મને ખૂબ ઠપકો આપતા હતા!). એક્ટર તરીકે મારી જાતને ગંભીરતાથી ન લેવા બદલ તેઓ મને હંમેશા ટોકતા હતા. હવે જ્યારે તેઓ મને કહે છે કે, મારું પર્ફોર્મન્સ જોઈને તેમને ગર્વ થાય છે અને ઘણીવાર અભિનય આંખમાં આંસુ લાવી દેનારો હોય છે ત્યારે મારી ખુશી સાતમા આસમાને છે. આનાથી વિશેષ શું જોઈએ. એવું લાગ્યું જાણે મહેનત સફળ થઈ. ઓરિજિનલ રોકસ્ટાર. મારા પિતાના ફેવરિટ- મિથુન ચક્રવર્તી. તમારી હાજરી દ્વારા અમારા સેટને આશીર્વાદ આપવા માટે આભાર.”

Related Posts

0 Response to "રૂપાલી ગાંગુલીનું પ્રેગ્નનસીમા વધી ગયું હતું 30 કિલો વજન, થઈ હતી બોડી શેમિંગનો શિકાર."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel